મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

મેષ રાશિ :

ધાર્મિક સંસ્થાઓમાં સેવા સંબંધી કામોમાં તમારું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. ક્યાંકથી મનવાંછિત પેમેંટ આવવાથી રાહત અનુભવાશે. સામાજિક વિસ્તાર વધશે અને ઘણા પ્રકારની ગતિવિધિઓમાં આજે વ્યસ્તતા બની રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, એટલા માટે સતર્ક રહો. કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં જો સમસ્યા આવી રહી છે, તો તેમાં ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી તમારા માટે હિતકારી રહેશે.

વૃષભ રાશિ :

આજે લોકોની ચિંતા ના કરીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત રાખો. પહેલા તો અફવાઓ ઉઠશે. પરંતુ કોઈ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તેજ લોકો તમારી યોગ્યતાના કાયલ થઈ જશે. પરંતુ મનને સંયમિત કરીને રાખવું ઘણું જરૂરી છે. ક્યારેક ક્યારેક અહંકાર અને ઘમંડ તમને પોતાના લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના મોટા વડીલોની સલાહ પર પણ ધ્યાન જરૂર આપો.

મિથુન રાશિ :

છેલ્લા થોડા સમયથી તમે પોતાની અંદરની ઉર્જાને એકત્રિત કરવા માટે જે પ્રયત્ન કર્યા છે, તેના લીધે તમારો સ્વભાવ ઘણો વધારે સકારાત્મકતા થઇ ગયો છે. બીજાના દુઃખ-દર્દ અને તકલીફોમાં તેમની મદદ કરવી તમને પારિવારિક અને સામાજિક રૂપથી સમ્માનિત કરશે. જો મિલકત અને વાહન સંબંધિત લોન લેવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આજે તેને સ્થગિત રાખવો જ સારો છે. કારણ કે ગ્રહ ગોચર તેના પક્ષમાં નથી. આકસ્મિક ખર્ચ આવવાની શક્યતા છે. એટલે ખોટાખર્ચ પર નિયંત્રણ રાખો.

કર્ક રાશિ :

અમુક વિશેષ કાર્ય સંબંધી બનેલી યોજનાઓ આજે કાર્યરત થશે. ગ્રહ સ્થિતિઓ તમારા પક્ષમાં છે. સંતાનની કોઈ સિદ્ધિથી શાંતિ અને ખુશી રહેશે. ઘરની સજાવટની વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. બીજાના હસ્તક્ષેપને કારણે તમને આર્થિક નુકશાન થવાની શક્યતા છે. એટલા માટે કોઈ પણ નિર્ણય જાતે જ લો. કોઈ નજીકના સંબંધી અને મિત્ર સાથે પણ મતભેદ થઈ શકે છે.

સિંહ રાશિ :

કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અચાનક મુલાકાત આજે તમારા ભાગ્યોદય સંબંધી કોઈ દ્વારા ખોલી શકે છે. યુવા વર્ગ પોતાની કોઈ દુવિધા દૂર થવાથી રાહત અનુભવશે, અને ભવિષ્ય સંબંધી નિર્ણયો લેવા માટે તેમની અંદર હિમ્મત પણ આવશે. પોતાની તીખી અને ક્રોધપૂર્ણ વાણી પર નિયંત્રણ રાખો. તેના લીધે તમારે અપયશના સહભાગી બનવું પડી શકે છે. અને મૂડી રોકાણ કરતા પહેલા દરેક પાસાનો વિચાર જરૂર કરો.

કન્યા રાશિ :

આજે તમે પોતાના કામો પર જેટલો વધારે પરિશ્રમ કરશો તે પ્રમાણે તમને યોગ્ય પરિણામ પણ મળશે. વિદ્યાર્થી વર્ગની શિક્ષણ સંબંધી કોઈ અડચણ દૂર થશે અને તે પોતાના ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. કોઈ સભ્યને લઈને તમારી અંદર યશ અથવા વહેમ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. અને તે કારણસર કોઈ સંબંધ પણ ખરાબ થઇ શકે છે. આ નકારાત્મક વાતોને પોતાના મગજમાંથી કાઢવા જ તમારા માટે ફાયદાકારક રહેશે.

તુલા રાશિ :

કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના પર સારી રીતે ચર્ચા-વિચારણા કરવાથી પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં હશે. ઘણા દિવસોથી ચાલી રહેલી વ્યસ્તતાથી આજે રાહત મળશે અને શાંતિ ભરેલો દિવસ પસાર થશે. ઘરમાં વડીલના માન-સમ્માનમાં કોઈ પણ પ્રકારની કમી ના રાખવી. તેમની નારાજગીથી ઘરનું વાતાવરણ ખરાબ થઈ શકે છે. નકારાત્મક વિચારોને પોતાની અંદર વિકસવા ના દો.

વૃશ્ચિક રાશિ :

ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલી આસ્થા તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવશે. તમારો આખો દિવસ વિશેષ કામ સંબંધિત યોજનાઓ બનાવવા અને તેને પુરી કરવામાં લાગ્યો રહેશે. શેયર અને સટ્ટા જેવા રિસ્કી કામોથી દૂર રહો, કોઈ મોટું નુકશાન થવાની શક્યતા દેખાઈ રહી છે. સાથે જ એ પણ ધ્યાન રાખો કે કોઈ નજીકના વ્યક્તિ જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

ધનુ રાશિ :

ગ્રહ સ્થિતિઓ તથા ભાગ્ય તમારા માટે સારા અવસર પ્રદાન કરી રહ્યા છે. તેનો ભરપૂર સહયોગ કરો. તથા પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ રાખો. અમુક નજીકના લોકો સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે. પરંતુ ક્યારેક-ક્યારેક અભિમાન અને વધારે આત્મવિશ્વાસ જેવી સ્થિતિ તમારા માટે નુકશાનકારક બની શકે છે. તથા તમારા બનતા કામમાં અડચણ પણ પાડી શકે છે. બચત પણ થોડી ઓછી રહેશે.

મકર રાશિ :

સંતોષજનક સમય ચાલી રહ્યો છે. ઉતાવળ કરવાની જગ્યાએ શાંતિથી કામ પુરા કરવા પ્રયત્ન કરો. ઘરના નવીનીકરણ અથવા પરિવર્તન સંબંધી કામો પર યોજનાઓ બનશે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે વધારે વિચાર કરવામાં અમુક પરિણામ હાથમાંથી નીકળી શકે છે. કોઈ સંબંધી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે. ઘરમાં વડીલોની સલાહથી સંબંધોને ખરાબ થવાથી બચાવો.

કુંભ રાશિ :

છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ તમારા સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત વિચારથી ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. તમે ફરી એક નવી ઉર્જા સાથે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. ક્યારેક ક્યારેય તમારો ગુસ્સો અને અહમ તમારા માટે જ મુશ્કેલીનું કારણ બને છે. પોતાની આ કમીઓ સુધારવી ઘણી જરૂરી છે. ભાઈઓ સાથે પણ જમીન મિલકત સંબંધી મુદ્દા શાંતિથી ઉકેલવા પ્રયત્ન કરો.

મીન રાશિ :

આજે રચનાત્મક અને ઘરની સજાવટ સંબંધી કામોમાં રુચિ રહેશે. થાક ભરેલી દિનચર્યાથી રાહત મેળવવા માટે કોઈ એકાંત અથવા ધાર્મિક સ્થળ પર જવાનો વિચાર થશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઈને વધારે ગંભીર થશે. કોઈ મિત્ર અથવા સંબંધીની ખોટી સલાહ તમારી મુશ્કેલીનું કારણ બનશે. સારું રહેશે કે પોતાના નિર્ણયને જ સર્વોપરી રાખો. તમારે તમારી એનર્જીને સકારાત્મક બનાવી રાખવાની જરૂર છે.