મહિનાના પહેલા દિવસે કર્ક રાશિ સહીત આ 6 રાશિઓના બદલાય રહ્યા છે નસીબ, વાંચો રાશિફળ

મેષ રાશિ :

આજે યાત્રા અને રોકાણ અનુકૂળ રહેશે. તમારી આર્થિક દશામાં પણ વધારો થશે. કોઈ યાત્રાની યોજના બનશે. રાજનીતિમાં પ્રગતિની સંભાવના રહેશે. નોકરી કરતા લોકોને ઓફિસમાં અનુકૂળ વાતાવરણ મળશે. તમારા પ્રિય લોકો સાથે થોડા મતભેદ થઈ શકે છે. રોજગાર પ્રાપ્તિના પ્રયત્ન સફળ રહેશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પ્રાપ્ત થશે. બધાની સામે સમ્માન ભંગ ન થાય તેનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો.

વૃષભ રાશિ :

આજે તમને માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે. તમારે એક નવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે અને મનવાંછિત પરિણામ માટે સખત મહેનત કરવી પડશે. કાર્ય અધૂરા રહી જવાની સંપૂર્ણ સંભાવના છે. સ્ત્રી મિત્રો સાથે થયેલી મુલાકાત પ્રસન્નતા આપશે. કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે. આજે કોઈ કામમાં મળેલી નિષ્ફળતાને કારણે આવેલી ચિંતા તમને થકવી શકે છે. ભાગ્યનો સહકાર આજે મળશે નહિ.

મિથુન રાશિ :

આજનો દિવસ સુખ શાંતિ પૂર્વક પસાર થશે. જો કે તમારે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મામૂલી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે પોતાના મનને પરેશાનીથી છુટકારો અપાવવા માટે હંમેશા કાંઈક નવું કામ કરવાનો પ્રયત્ન કરો. તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રેમ દ્રષ્ટિકોણથી તમારા માટે આ દિવસ વિશેષ રહેવાનો છે. વ્યસ્તતાને કારણે થાક લાગી શકે છે. ઉત્સાહ અને પ્રસન્નતાથી કામ કરી શકશો. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળજો.

કર્ક રાશિ :

આજે તમે વાદવિવાદ ટાળજો. ઘરમાં ખુશીઓ જ ખુશીઓ રહેવાની છે. પ્રેમ સંબંધો માટે આ સમય અનુકૂળ નથી. અચાનક થયેલી રોમાન્ટિક મુલાકાત તમારા માટે મૂંઝવણ પેદા કરી શકે છે. આજે પરોપકાર અથવા સત્કાર્ય કરી શકશો. તમારા પરિવાર વાળા કોઈ નાની વાતને લઈને રાઈનો પહાડ બનાવી શકે છે. થોડા પ્રયત્નથી કાર્યસિદ્ધિ થશે. સમાજસેવા કરવાની પ્રેરણા મળશે. અકસ્માત ન થાય એટલા માટે વાહન સાચવીને ચલાવો.

સિંહ રાશિ :

આજે તમારા બગડેલા સંબંધ સુધરી શકે છે. સ્વજનો અથવા સ્નેહીજનો સાથે તણાવનો પ્રસંગ ઉપસ્થિત થશે. ખર્ચમાં વધારો થશે, પણ તમે પૈસાની બરબાદી કરવાથી બચો. ઉત્સાહવર્ધક સૂચના મળશે. ઉત્તેજના પર નિયંત્રણ રાખો. આજનો દિવસ એવા કામ કરવા માટે સારો છે, જેને કરીને તમે સારો અનુભવ કરો છો. ગેરસમજ પરથી પડદો હતી શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામનું અપેક્ષિત પરિણામ ન મળવાથી નિરાશા થઈ શકે છે.

કન્યા રાશિ :

આજે તમે જીવનમાં નવા કીર્તિમાન સ્થાપિત કરી શકો છો. જો તમે કામ માટે વિદેશ જવા માંગો છો, તો પોતાના પ્રયત્નોને આગળ વધારો. તમારી આવકમાં વધારો થશે, સાથે સાથે ભાગીદારીમાં પણ લાભ થશે. સારી વસ્તુઓને ગ્રહણ કરવા માટે તમારું મગજ ખુલ્લું રહેશે. વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. આજે મિત્રો સાથે અમુક સમય પસાર કરશો અને નવી યોજનાઓને લઈને ઉત્સાહિત રહી શકો છો. આદ્યાત્મિક વિષય તથા ગૂઢ રહસ્યો તરફ આકર્ષણ રહેશે.

તુલા રાશિ :

આજે તમે પોતાની વાણીની મધુરતાથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશો. તમારા કોઈ નજીકના તમને થોડા પરેશાન કરી શકે છે. વ્યાયામ પર નિયમિત ધ્યાન આપો. થોડા સમયમાં લાભ લેવાની લાલચ છોડવા અને મૂડી રોકાણ કરવા પર ધ્યાન આપો. બીપીથી પ્રભાવિત લોકો સાવધાની વર્તો. પોતાના લવ પાર્ટનરને આજે પર્યાપ્ત સમય આપશો. પારિવારિક સભ્યો સાથે સુકુન ભરેલા અને શાંત દિવસની મજા લેશો. આજે આવકની ગતિ અમુક હદ સુધી ધીમી રહી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આજે કામકાજ સારો રહેશે. ખાનપાન પ્રત્યે સચેત રહો. પેટની સમસ્યા થઈ શકે છે. પરિવાર સાથે પસાર કરેલ સમય અપેક્ષા કરતા વધારે આનંદમય હશે. યાત્રા પર જવાનું થઈ શકે છે. તમારા મોટાભાગના કામ અચાનક પુરા થશે. આઈટી અને મીડિયાની જોબમાં સંઘર્ષ રહેશે. વિવાદથી દૂર રહેવાનો સમય છે. કાર્યક્ષેત્રમાં આજે તમે પોતાના કામમાં પ્રગતિ જોશો. થાક અને નબળાઈ રહી શકે છે. કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા વડા તમારી મદદ કરી શકે છે.

ધનુ રાશિ :

શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સ્વભાવમાં ચીડિયાપણું હોઈ શકે છે. તમે સામુહિક ચર્ચા, બેઠકો, સમ્મેલનોમાં ભાગ લઈ શકો છો. કોઈ બીજા વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત થઈ શકે છે. વિવાહિત જીવન આનંદમય રહેશે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. બનતા કામોમાં અડચણ સંભવ છે. મિત્ર તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે, જે તમારા વિચાર પર ઊંડો પ્રભાવ નાખશે. કોઈ જરૂરી કામની પૂર્તિ માટે કોઈની આર્થિક મદદ પણ લેવી પડી શકે છે.

મકર રાશિ :

આશા-નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે. ભણતરના ક્ષેત્રમાં પ્રગતિ મળશે. આજે તમે કોઈ સંપત્તિ ખરીદી શકો છો, અથવા ક્યાંક રોકાણ કરી શકો છો. તમારી અમુક મહત્વકાંક્ષાઓ પુરી થઈ જશે અને તમારા દ્વારા અમુક નવા અધિગ્રહણ થઈ શકે છે. નોકરીની શોધ પણ હવે ખતમ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગરીબોમાં વસ્ત્રનું દાન કરો. આજે કોઈ પ્રકારની બેદરકારી ઉચિત નહિ હોય. મિત્રો સાથે પ્રવાસ-પર્યટનમાં હરવા-ફરવાનો અવસર મળશે.

કુંભ રાશિ :

આજનો દિવસ તમારા માટે લાભકારી રહેશે. પરિવારના સભ્યો સાથે નાની યાત્રાઓના ભ્રમણની યોજના બની શકે છે. કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. નોકરીમાં અધિકારી તમારાથી ખુશ થઈ શકે છે. આજનો દિવસ સંઘર્ષપૂર્ણ પણ રહેશે. વિદ્યાર્થીઓને સફળતાની પ્રાપ્તિ થશે. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે. નોકરીમાં શાંતિ રહેશે. આજે આવક સારી થશે, પણ દદિવસ ઘણો ભાગદોડ ભરેલો રહી શકે છે.

મીન રાશિ :

આજનો દિવસ તમારા માટે લાઈફ ચેંજિંગ સાબિત થઈ શકે છે. પારિવારિક સંબંધોમાં આવેલી ગાંઠોને ઉકેલવા પર ધ્યાન આપો. કાંઈક અલગ કરવાની આદત તમને હંમેશા સફળતા અપાવશે. વ્યવસાયમાં સફળતાથી પ્રસન્ન રહેશો. સામાજિક કામ કરવાની પ્રેરણા મળશે. માન-સમ્માન મળશે. સખત મહેનત અને જરૂરી પ્રયત્ન સારું ફળ આપશે. નોકરીના નવા અવસર મળશે. પ્રિયજનો પર કોઈ પ્રકારનો સંદેહ કરવો પણ યોગ્ય નહીં રહે.