આજે શુક્ર ચાલશે ઉંધી ચાલ, આ 5 રાશિઓની રહેણી કરણી થઈ શકે છે અવ્યવસ્થિત, પરિશ્રમ વધારે રહેશે

મેષ રાશિ :

આજે સમાજ સાથે જોડાયેલા કામ કરવા માટે સમય ઉત્તમ છે. જે લોકો પત્રકારિતા અને ફિલ્મ સાથે સંબંધિત છે તે આજે સફળ રહેશે. પારિવારિક જીવનમાં જીવનસાથી તથા ભાઈ-બહેનો સાથે થોડું મનદુઃખ થઈ શકે છે. પ્રેમમાં માધુર્યતા બની રહેશે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ આવી શકે છે. પરિશ્રમ વધારે રહેશે. કુંવારા લોકો માટે આજે દિવસ શુભ રહેશે, લગ્નની વાત પાક્કી થઈ શકે છે.

વૃષભ રાશિ :

આજે તમારો કારોબાર નવી ઊંચાઈઓ પર પહોંચશે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત રહેશો અને સંપત્તિમાં રોકાણ કરી શકો છો. તમારા અટકેલા બધા કામ ઘણા જલ્દી પુરા થશે. ક્યાંક રોકાણ કરવા વિષે વિચાર કરી શકો છો. સંપત્તિ સાથે જોડાયેલ બાબતોમાં જીવનસાથીનો સહયોગ મળશે. લેખન વગેરે બૌદ્ધિક કાર્યોથી આવકના સ્ત્રોત વિકસિત થઈ શકે છે. અનાથ આશ્રમમાં બાળકોને ખાવાની વસ્તુ ભેટ કરો, તમારો દિવસ સારો રહેશે.

મિથુન રાશિ :

કોઈ વાતનો અજાણ્યો ડર આજે તમને પરેશાન કરી શકે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. ઘરેલુ કામ થકવી નાખનારા હશે અને માનસિક તણાવનું કારણ પણ બની શકે છે. આજે તમારા મનમાં નવા નવા વિચાર આવશે, જેને તમે પોતાની દિનચર્યામાં ઉતારવામાં સફળ રહેશો. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. ઓફીસરોનો સહયોગ મળશે. તમારા કામની પ્રશંસા થશે.

કર્ક રાશિ :

ઘણા વર્ષોથી અટકેલા કામ આજે ઝડપથી વધશે. નાણાકીય બાબતોમાં સરળતાથી પ્રગતિ કરશો. જો તમે આવકના નવા સ્ત્રોત બનાવવા પર કામ કરી રહ્યાં છો, તો તમે સફળ થશો. સમાજમાં તમે ઝડપથી પ્રગતિ કરતા પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો. ઓફિસમાં કોઈ કામ માટે તમે પોતે જવાબદારી લઈ શકો છો. કોઈ અજાણ્યા ડરથી પરેશાન થઈ શકો છો. પરિવારનો સહયોગ મળશે. આર્થિક રોકાણ સમજી વિચારીને કરો.

સિંહ રાશિ :

ઉચ્ચ અધિકારીનો સહયોગ પ્રાપ્ત થશે. પોતાનું શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે સંતુલિત આહાર લો. તમારા માન-સમ્માનમાં વધારો થવાની સંભાવના છે. પારિવારિક જીવન સુખમય રહેશે. રાજનીતિમાં કોઈ મોટા વ્યક્તિ સાથે સંપર્કમાં આવશો. સાંજે ઘરનું વાતાવરણ ઠીક રહેશે. ગાયને રોટલી ખવડાવો, દાંપત્ય જીવનમાં સુખ રહેશે. વધારે ગુસ્સો કરવાથી બચો. રહેણીકરણી અવ્યવસ્થિતિ થઈ શકે છે. કોઈ મોટો ખર્ચ તમને પરેશાન કરી શકે છે.

કન્યા રાશિ :

આજે તમારા બિઝનેસમાં સહયોગ અને ફાયદાના યોગ બની રહ્યાં છે. અમુક બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. આજે તમે ધર્મ અથવા સમાજ સાથે જોડાયેલા કોઈ કામ કરી શકો છો. વિવાદથી બચવાનો પ્રયત્ન કરો. તમારું મન સામાજિક કામોમાં વધારે લાગશે. તમને પાર્ટનરનો પુરેપુરો સહયોગ મળશે. તમે એની સાથે કોઈ ટ્રીપ પર જવાનું પ્લાનિંગ પણ બનાવી શકો છો. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં લાભ થશે. વધારાના લાભથી ધનમાં વધારો થશે.

તુલા રાશિ :

આજે ઘરની બહાર પૂછપરછ વધશે. ભાગીદારો પાસેથી કામ લેવા પ્રયત્ન કરો. શાંત વ્યવહાર તમને શાંતિ આપશે. નવી મિત્રતાને કારણે ભવિષ્યમાં પણ લાભ થઈ શકે છે. વર્ષોથી અધૂરી મનોકામનાઓ પુરી થશે. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા સારી રીતે તપાસ કરી લો. પોલિટિક્સના લોકો પોતાના કામોથી પોતાના ઉચ્ચ નેતાઓને ખુશ રાખશે. જમીનના લાભકારી સોદા થઈ શકે છે. ખર્ચમાં વધારાથી આર્થિક સ્થિતિ નબળી થશે.

વૃશ્ચિક રાશિ :

આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. નવી શરૂઆતની ઝડપ બધા વ્યવસાયીઓ માટે આગળ વધવાની તક પ્રાપ્ત કરાવશે. અધિકારી તમારા કામકાજથી પ્રભાવિત થઈને મોટી જવાબદારી સોંપી શકે છે. યાત્રાના સુઅવસર પ્રાપ્ત થઈ શકે છે. લવ લાઈફ સારી રહેશે. જે લોકો સરકારી નોકરીમાં છે, એમના માટે દિવસ ઠીક રહેવાનો છે. સોદાબાજીમાં ઘણી સારી સફળતા મળવાના યોગ છે.

ધનુ રાશિ :

સમાજમાં માન-સમ્માન વધશે. વ્યાપાર ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થી ભણવામાં રુચિ ખોઈ શકે છે. રોકાણની દ્રષ્ટિએ દિવસ શુભ છે. પરિવારમાં સંતાન સુખની પ્રાપ્તિ થશે. ધન લાભ થઈ શકે છે. ઓફિસમાં કોઈ મોટા અધિકારી અથવા સહકર્મીનો સહયોગ મળશે. બેંકો સાથે જોડાયેલા કામો પુરા કરવા માટે દિવસ સારો છે. રચનાત્મક કામોમાં વ્યસ્ત રહેશો. શાસન સત્તાની મદદ રહેશે. બીજાનો દ્રષ્ટિકોણ સમજવા પ્રયત્ન કરો.

મકર રાશિ :

ઘર પરિવારમાં ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થશે. શુભ પક્ષમાં તમે પ્રયત્નો સાથે લંબાયેલા કામ પુરા કરશો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ સંભવ છે. તમારી સર્જનશક્તિમાં સકારાત્મક વધારો થશે. જુના મિત્રો સાથે મુલાકાત થવાના પણ સંકેત બની રહ્યા છે. સામાજિક કામોમાં રુચિ લેશો. પારિવારિક પ્રતિષ્ઠા વધશે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો. પોતાના દમ પર અને શાંત મનથી જે કામ કરશો, એમાં તમને સફળતા મળી શકે છે.

કુંભ રાશિ :

આજે કાર્યસ્થળ પર તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક ગતિવિધિઓ પર ખર્ચ સંભવ છે, જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. મિત્રો સાથે પ્રવાસનો આનંદ લઈ શકશો. કારોબારમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્યના હિસાબે આજનો દિવસ સારો રહેવાનો છે. રચનાત્મક પ્રયત્ન ફળ આપશે. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. તમારી વિચારવાની રીતમાં પરિવર્તન આવી શકે છે.

મીન રાશિ :

પરિણીત લોકો આજે પોતાના વૈવાહિક જીવનનો ભરપૂર આનંદ લેશે. જુના શત્રુ ફરીથી મિત્ર બની શકે છે. ઘરમાં માં અથવા અન્ય વૃદ્ધ મહિલાઓના સ્વાસ્થ્યના મુદ્દા તમને ચિંતિત રાખશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો. જીવનસાથીનો સહયોગ મળશે. સામાજિક પ્રતિસ્થા વધશે. લાંબા સમય પછી પોતાને તાજા-માજા અનુભવશો. ઓફિસમાં તમારા રોજના કામથી કંઈક અલગ કરવા પ્રયત્ન કરશો તો સફળ રહેશો.