આજે છે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, 144 વર્ષ પછી બની રહ્યો છે આવો મહાસંયોગ, બધી 12 રાશિઓ પર પડશે અસર

મેષ રાશિ :

આજે પોતાને ઉર્જાથી ભરપૂર અનુભવશો. તમને તમારા કે પીતાના સ્વાસ્થ્યની ચિંતા થઇ શકે છે. તમે પોતાને સાચા સાબિત કરવામાં સફળ રહેશો. તમારા જીવનમાં થનારા પરિવર્તન તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. કોઈ કામને પૂરું કરવા માટે મગજમાં ઘણા બધા આઇડિયા આવશે. આ રાશિની ગર્ભવતી મહિલાઓ સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ અણીદાર વસ્તુનો ઉપયોગ કરે નહીં.

વૃષભ રાશિ :

આજે પરિવારની સાથે સંબંધ સારા રહેશે. વધારાની આવકની તક મળી શકે છે. ભાઈ-બહેનો સાથે તર્ક તમને ખૂબ ઉદાસ કરી શકે છે. તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના બની રહી છે. આવક વધારવા માટે કોઈ નવો પ્લાન મગજમાં આવી શકે છે. બધુ મળીને આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. પરિવાર અને મકાન સંબંધિત અધૂરા કામ પૂરા થવાની સંભાવના બની રહી છે.

મિથુન રાશિ :

આજે તમારી કેટલીક મહત્વપૂર્ણ લોકો સાથે ભેટ થશે. દરેક નાના-મોટા કામમાં તમને મન પ્રમાણે સફળતા મળશે. કોઈ ખરાબ સમાચાર પણ મળી શકે છે. જૂના રોગ ઊભરી શકે છે. માતા-પિતા અને ગુરુઓ સાથે સંબંધ મધુર રહેશે. કેટલાક લોકોના કારણે તમે ભાવનાત્મક રૂપથી પરેશાન થઈ શકો છો. સંપતિ વધારવાની યોજના સફળ થશે. સંતુલિત રહો અને પોતાની પ્રાથમિક્તાઓ પર પૂર્ણ ધ્યાન આપો. ગ્રહણ થયા પછી ઘરની સફાઇ કરો.

કર્ક રાશિ :

આજે વેપારમાં લાભ પ્રાપ્તિના યોગ બનશે. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળશે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત રહેશો, પરંતુ ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. પરિવારની અંદર સંપનું વાતાવરણ રહેશે. તમારા કેટલાક ખાસ કામ પૂર્ણ કરવા માટે તમારે પોતાના રૂટિનમાં બદલાવ કરવો પડી શકે છે. સૂર્યગ્રહણ દરમિયાન ગાયત્રીમંત્રનો જાપ કરો આનાથી કુંડળીમાં રહેલા બધા ગ્રહના અશુભ પ્રભાવ દૂર થશે.

સિંહ રાશિ :

પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે. કાર્ય સ્થળ પર અડચણો અને કઠિનતાનો સામનો કરવો પડી શકે છે. કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે આ સમય સારો છે. કેટલાક કામોમાં વધારે પડતા વિશ્વાસની સ્થિતિથી તમારે બચવું જોઈએ. ગ્રહણ પહેલા તલ, તેલ અને કાળા વસ્ત્ર દાન કરવા માટે રાખી લો અને ગ્રહણ પછી સ્નાન કર્યા બાદ તેને કેટલાક જરૂરિયાતમંદને દાન કરો. આનાથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર થઈ જશે.

કન્યા રાશિ :

આજે તમે મિત્ર અને પરિવારની સાથે સારો સમય વિતાવશો. તમારે એક નવું દ્રષ્ટિકોણ અપનાવવું પડશે અને ઇચ્છિત પરિણામો માટે ખૂબ મહેનત કરવી પડશે. આજે કોઈને ધન ઉધાર આપો નહીં. સંતાનથી કોઈ શુભ સૂચના પ્રાપ્ત થશે. તમને તમારી મહેનતનું પૂર્ણ ફળ મળશે. તણાવ પૂર્ણ સ્થિતિને સાંભળવા અને શાંત કરવાનો પ્રયાસ કરો. શારીરિક અને માનસિક શુદ્ધિ માટે ગ્રહણ પછી સ્નાન કરવું જરૂરી કરો.

તુલા રાશિ :

તમારુ સાહસ અને સૌભાગ્ય બંને મળીને તમને કાર્ય ક્ષેત્રમાં સફળતા અપાવશે. સંબંધોને ખરાબ કરશો નહિ. પિતા સાથે સંબંધ જો કોઈ કારણે બગડેલા છે તો તેને સુધારો. વડીલોનો તમને સહયોગ મળશે. પરિવારથી જોડાયેલા કોઈ કામ માટે થોડી ભાગદૌડ થઇ શકે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી ઘરમાં રાખેલ દેવી-દેવનાઓની પ્રતિમાઓને સ્નાન કરાવો અને પૂજા-પાઠ પણ કરો.

વૃશ્ચિક રાશિ :

આજે રોમાન્સ તમારા દિલ-મગજમાં છવાયેલો રહેશે. ઘરમાં સમય વીતશે. ખર્ચાઓમાં વધારો થશે પણ તમે પૈસા ખર્ચ કરવાથી બચી રહેશો. પરીક્ષા અને ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળશે. સંપત્તિના કામ લાભ આપશે. સ્વાસ્થ્યમાં પણ તમને આજે સમસ્યા જોવા મળી શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. પૈસાના મામલામાં ધીરે ધીરે આગળ આવો. પોતાને પર નિયંત્રણ અને અનુશાસન રાખો. તુલસીના છોડને ગ્રહણ દરમિયાન સ્પર્શ કરો નહીં.

ધનુ રાશિ :

આજે મિત્રોની સાથે સમય વિતાવવાથી તમારા સમયનું નિવારણ થઇ શકે છે. વ્યવસાય વિસ્તાર માટે આ સમય સારો છે. નાણાકીય સ્થિતિ સુધરશે. પરતું બિનજરૂરિ ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે. આજે તમારું મન નવું વાહન ખરીદવાનું થઇ શકે છે. આ રાશિના જે પણ લોકો વિદેશમાં જોઈને શિક્ષા મેળવવા માંગે છે, તેમનું સપનું પૂર્ણ થશે. સૂર્ય ગ્રહણ દરમિયાન અન્ન, કપડાં અને ધનનું દાન કરો તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જશે.

મકર રાશિ :

આજે તમારા વિરોધી તમને નુકશાન પહોંચાડી શકે છે. જો તમે બહાર જવાની યોજના બનાવી રહ્યા છો તો આ સારો સમય છે. આ યાત્રાથી તમને ખુબ ખુશી મળશે અને તમે પોતે મોજ મસ્તી કરશો. નાણાકીય મામલા સરળતાથી આગળ વધી શકે છે. અધિકારી તમારાથી પ્રસન્ન થશે. જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્ણ થશે. દરરોજ કરવામાં આવતા કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યો છે. પરિવર્તનને અપનાવવાનો દિવસ છે. ગ્રહણ પછી પીપળાના ઝાડની પૂજા કરો, તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.

કુંભ રાશિ :

આજે તમારા કોઈ નજીકના વ્યક્તિના કારણે સમસ્યા ઉઠાવવી પડી શકે છે. કોઈ સંબંધી અચાનક તમારા ઘરે આવી શકે છે. જેના ચાલતા તમારી યોજનાઓ બગડી શકે છે. સ્વાસ્થ્ય પર પૂર્ણ ધ્યાન આપો. આજે થનારી કોઈ ખાસ વાતો તમારા ભવિષ્યમાં પ્રભાવિત કરી શકે છે. લેણદેણમાં ઉતાવળ રાખશો નહીં, આવકમાં નિશ્ચિતતા આવશે. સુર્ય ગ્રહણ દરમિયાન ભોજન કરવાથી બચો. કોઈ લાંબી યાત્રાની યોજના બની શકે છે.

મીન રાશિ :

આજે તમે દસ્તાવેજને લગતા કામમાં કોઈ પણ બેદરકારી કરતાં નહીં. સંતાન પર પૂર્ણ ધ્યાન આપો. નાની યાત્રા અને પારિવારિક રજાઓ માણવા માટે આ એક સારો સમય છે. તમને જે કામમાં આશાઓ હતી તે કામમાં પરિણામ સારો આવશે. કોઈ મિત્રની મદદથી તમારે કેટલાક ખાનગી કામ કાજ પણ પૂરા થવાની સંભાવના બની રહી છે. ગ્રહણ કાળમાં ખાન-પાન, અવાજ, શુભ કાર્ય અને પૂજા-પાઠ વગેરે કરો નહીં. બિઝનેસના સૌદા સફળ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ સકારાત્મક થઈ શકે છે.