વર્ષનો છેલ્લો દિવસ આ 4 રાશિઓ માટે રહેશે ઘણો લકી, માથા પર રહેશે બજરંગબલીનો હાથ

મેષ રાશિ :

આજે પોતાની ગોપનીય વાતો બીજાને જણાવવી સારી નથી. ઘરમાં કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યક્રમ બની શકે છે. તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમને શારીરિક બીમારી કરતા મનનો દર વધારે પરેશાન કરી શકે છે. આજે તમને કોઈ સામાજિક આયોજનમાં ભાગ લેવાનો અવસર મળશે. તમારા ધન ધાન્યમાં વધારો થશે. જાય સુધી થઈ શકે શાંત રહો. તમે કોઈ પણ વાતને ઘણી લાંબી ન ખેંચો.

વૃષભ રાશિ :

આજે પ્રતિસ્પર્ધીઓ સાથે તાલમેલ બેસી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બનતા દેખાઈ રહ્યા છે. તમે કોઈ નવું કામ કરવાનું મન પણ બનાવી શકો છો. પક્ષીઓને દાણા ખવડાવો, ભાઈ બહેન સાથે સંબંધ સારા રહેશે. પિતા થતા વડીલ તરફથી લાભ મળવાની સંભાવના છે. અજાણ્યા લોકોથી સાવધાન રહો. કામકાજમાં ઘણું વધારે ઉતાવળાપણું કરવાથી નુકશાન થઈ શકે છે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો.

મિથુન રાશિ :

આજે પરિવાર સાથે વધારે સમય પસાર કરવો પડી શકે છે. તમે નવા કામની શરૂઆત કરી શકો છો. યાત્રામાં થોડી સાવધાની રાખો. ધન તથા કિંમતી સામાનોને સુરક્ષિત રાખો. સામાજિક સંબંધોમાં સક્રિયતા બનાવી રાખવી સારી રહેશે. મંદિરમાં થોડો સમય પસાર કરો, તમારો દિવસ સારો પસાર થશે. મહેનતથી સકારાત્મક પરિણામ મળશે. બિઝનેસ પણ સારો ચાલશે. અસહાય લોકોની મદદ કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે.

કર્ક રાશિ :

આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેવાનો છે. પારિવારિક સંબંધોમાં સુધારો આવશે અને તમે પરિવાર અને મિત્રો સાથે રજા ગાળવા જઈ શકો છો. અપેક્ષિત કામોમાં મોડું થવું સંભવ છે. તમે દેશની રાજનીતિમાં આગળ આવીને ભાગ લેશો. આજે તમને સુસ્તીનો અનુભવ થઈ શકે છે. જવાબદારીનો ભાર લાગી શકે છે. આજે માતા-પિતા સંતાનની કોઈ ઈચ્છા પુરી કરવામાં સફળ રહેશે.

સિંહ રાશિ :

આજે વિદ્યાર્થી વર્ગ સફળતા પ્રાપ્ત કરશે. પૂજા પાઠમાં મન લાગશે. પરિવારમાં કોઈ વૃદ્ધનું બગડતું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. સમયની સાથે સાથે તમને જીવનમાં નવા પરિવર્તન જોવા મળતા રહેશે. જે યુવા નોકરીની શોધ કરી રહ્યાં છે એમની સારી જગ્યાએ નોકરી લાગવાની સંભાવના બની રહી છે. ઘર પરિવાર અને ઓફિસની જવાબદારીઓમાં સંતુલન બેસાડવામાં તમને સમસ્યાનો અનુભવ થશે.

કન્યા રાશિ :

આજનો દિવસ તમારી રહેણી કરણીને વધારે સુંદર બનાવવા વાળો હશે. સહયોગી અને સહકર્મી તમારી વાત સરળતાથી સમજી નહિ શકે. રોમાન્ટિક લાઈફ સારી રહેશે. કોઈ જૂની પરશાની દૂર થઈ શકે છે. કોઈ મોટા બિઝનેસ ગ્રુપ સાથે તમારી પાર્ટનરશીપ થઈ શકે છે. મિટિંગ વગેરેમાં જરૂર કરતા વધારે બોલવાથી બચો. તમારી માતાના સ્વાસ્થ્યમાં આજે સુધારો આવશે. દુષ્ટજન નુકશાન પહોંચાડી શકે છે. સાવધાન રહો.

તુલા રાશિ :

આજે રાજકીય અડચણ દૂર થશે. એકલાપણાની ભાવનાથી બહાર આવો અને પરિવાર સાથે થોડો સમય પસાર કરો. તમને તમારા ભાઈ બહેનની મદદ મળશે. જુના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. નાની યાત્રાઓથી સારું ફળ મળશે. વિદ્યાર્થી જોખમ ભરેલા કામ કરવાથી બચો. ઉતાવળમાં કોઈ દુર્ઘટના થઈ શકે છે. જોખમ અને જમાનતના કામ ટાળો. આવકમાં વધારો થઈ શકે છે, પ્રયત્ન કરતા રહો.

વૃશ્ચિક રાશિ :

આજે તમે બીજાના નિર્દેશ માનવાથી પરેશાન થઈ શકો છો. વિદેશમાં રહેવાવાળા લોકો ઘરે આવી શકે છે. તમારે તમારા ઘર અથવા કાર્યાલયના સમારકામ પર ખર્ચ કરવો પડી શકે છે. કોઈ અપ્રિય ઘટનાનો સામનો કરવો પડી શકે છે. જુના મિત્રો સાથે મેળ મિલાપ વધશે. માતા-પિતાનો સહયોગ મેળવવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે. વધારે આક્રમક ન થાવ, નહીં તો વિવાદ પણ થઈ શકે છે.

ધનુ રાશિ :

આજે બેરોજગારી દૂર કરવાના પ્રયત્ન સફળ રહેશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે, એમને નોકરી મળી શકે છે. વ્યવસાયીઓએ અમુક શ્રમ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને તમારો સાચો પ્રેમ મળવાની સંપૂર્ણ સંભાવના છે. મંદિરમાં મસૂરની દાળ દાન કરો, સ્વાસ્થ્ય સારું બની રહેશે. કાર્યસ્થળ પર પરિવર્તન અને સુધારો થઈ શકે છે. મિત્રો થતા સંબંધીઓની મદદ કરી શકશો.

મકર રાશિ :

ઘણી બધી ગતિવિધિઓ સંપન્ન થઈ શકે છે, અને યાત્રા પણ તમારા માટે લાભદાયી થશે. પૈસાની લેવડ દેવડ માટે સમય અનુકૂળ નથી. રોકાણ લાભકારી સાબિત થશે. બાળકો અને પ્રિયજનો સાથે પસાર કરેલો સમય સંબંધને મજબૂત કરશે. તમે પોતાની આસપાસના લોકો સાથે મળવાનો સમય કાઢી શકો છો. હનુમાન મંદિર જઈને ભગવાનના દર્શન કરો, તમારા કામ સમય પર પુરા થશે. ઘર – બહાર દરેક તરફ પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

કુંભ રાશિ :

આજે તમને માતા પિતાનું સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ પ્રાપ્ત થશે. જે લોકો કંસ્ટ્રક્શન અથવા જમીનના બિઝનેસ સાથે જોડાયેલા છે, એમને ઘણો જલ્દી ધનલાભ થશે. તમે સામાજિક અને વ્યવસાયિક સમારોહમાં પણ શામેલ થશો. યાત્રા ફળદાયી સાબિત થશે. પ્રાઇવેટ નોકરી કરવાવાળાને સિનિયર્સનો સંપૂર્ણ સપોર્ટ મળશે. કોર્ટ કચેરીના કોઈ મામલામાં આજે નિર્ણય તમારા પક્ષમાં આવશે. કોઈ મિત્ર અથવા સંબંધીનું મૂડ તમારે લીધે ખરાબ થઈ શકે છે.

મીન રાશિ :

આજે આવકના નવા સ્ત્રોત વિકસિત થઈ શકે છે. ચોરીને કારણે તમારે નુકશાન વેઠવું પડી શકે છે, એટલે તમારે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર છે. જે લોકો સાથે તમારી મુલાકાત ક્યારેક કયારેક થાય છે, એમની સાથે વાતચીત અને સંપર્ક કરવાના અવસર મળશે. વિદ્યાર્થીઓને ભણતરમાં સકારાત્મક પરિણામ મળશે. આજે તમને મળવાવાળા મોટાભાગના સમાચાર સારા જ હશે. કોઈ મનોરંજક જગ્યા પર યાત્રા થઈ શકે છે.