આજે માઘી પુનમના દિવસે બની રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 6 રાશિઓનું ચમકશે ભાગ્ય

મેષ રાશિ :

આજનો દિવસ તમારા માટે મનોરંજનનો દિવસ છે પરંતુ પરિશ્રમ વધારે રહેશે. વિધાર્થીઓ માટે આ સારો સમય છે અને તેમને સારું પરિણામ મળશે. માંગલિક પ્રસંગ આયોજિત કરવામાં આવશે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પરંતુ નવી સંપત્તિમાં સાવધાનીથી રોકાણ કરો. બિઝનેસમાં તમને લાભ મળી શકે છે, પરંતુ નવા મિત્રના મામલામાં તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. વ્યાપાર વ્યવસાય સારો ચાલશે.

વૃષભ રાશિ :

આજે તમે તમારા સ્વાસ્થ્યમાં બેદરકારી ન રાખતા અને ઋતુ જન્ય બીમારી માટે સાવધાની રાખો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ પૈસાને સતત પાણીની જેમ વેડફતા રહેવું તમારી યોજનાઓમાં સમસ્યા લાવી શકે છે. પારિવારિક જીવન સુખી રહેશે. કોઈ મનોરંજક યાત્રાનો ક્રાયક્રમ બની શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મેળવશો. આજે પવિત્ર નદીમાં સ્નાન કરીને જરૂરિયાતમંદોને દાન આપવાથી લાભ મળશે.

મિથુન રાશિ :

આજે જુના મિત્ર સાથે ભેટ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. આર્થિક રૂપથી સમય શુભ છે અને આગળ પણ નાણાકીય લાભના સંકેત છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ મળવાની સંભાવના છે. કોઈ વિવાદમાં વિજય મેળવશો. માધી પુનમ પર સત્યનારાયણ ભગવાનની કથા કરો આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.

કર્ક રાશિ :

આજે કાર્યક્ષેત્રમાં તમને દરેક ગંભીરતાથી સાંભળશે. તમારા જીવનમાં ખુબ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે. વસ્તુઓ નિયંત્રણમાં રાખવા માટે તમારે ખુબ મહેનત કરવી પડશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. તમે તમારા કોર્ટ-કચેરી સંબંધિત કામોમાં સાવધાની રાખો. નોકરીમાં શાંતિ રહેશે. ઘર-બહાર પ્રસન્નતાનું વતાવરણ રહેશે. કાર્યસ્થળ પર અધિકારી વર્ગ તમારા કામથી પ્રસન્ન રહેશે.

સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા આજે સવારે તાંબાના લોટામાં પાણી લઈને સૂર્યને અર્પિત કરો. તમને મોટો ધન લાભ થશે. કામ સંબંધિત યાત્રા નવી તકો ખોલશે. મિત્ર અને પરિવાર તમારો પૂર્ણ સહયોગ આપશે. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ, નહિ તો ગુસ્સામાં ભરેલા પગલાં તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. ઈર્જા કે અકસ્માતથી શારીરિક નુક્શાનની આશંકા છે. ઉતાવળ કરો નહિ. ભાઈ-બહેનો સાથે પણ તમારો સંબંધ સારો રહેશે.

કન્યા રાશિ :

આજના દિવસનું સરળ કામકાજ તમને આરામ માટે ખુબ સમય આપશે. જો તમે કામ માટે વિદેશ જવા માંગો છો, તો પોતાના પ્રયત્નોને આગળ વધારો. નાણાકીય મામલા સરળતાથી આગળ વધશે. વધારાની આવક માટે પોતાના સર્જનાત્મક વિચારોનો સહારો લેવો. કોઈ ધાર્મિક સ્થાનના દર્શનનો કાર્યક્રમ બની શકે છે. સત્સંગનો લાભ મળશે. આજે કેટલોક સમય મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર થશે.

તુલા રાશિ :

આજે પરસ્પરના સંબંધ મજબૂત થશે અને લગ્ન સૂત્રના બંધન માટે શુભ યોગ બનશે. સંસાધનોનો અભાવ હોવાના કારણે કેટલીક વ્યવસાયિક યોજનાઓને રોકવી પડી શકે છે. આમોદ-પ્રમોદ અને મનોરંજનમાં તમે રસ લેશો અને માનસિક રાહત મળશે. સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે. નોકરીમાં અધિકાર અને જવાબદારી વધી શકે છે. કોઈને ઉધાર આપેલ ધન આજે તમને પાછું મળી શકે છે.

વૃશ્ચિક રાશિ :

વ્યવસાયિક દ્રષ્ટિએ આજે સકારાત્મક વિકાસ સંભવ છે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે ઘણા લાંબા સમયથી અટકેલું એક કામ સંતોષજનક રીતે પૂર્ણ કરવામાં સફળ રહેશો. આનાથી તમારા ઓફિસરો પ્રભાવિત થશે. ફાલતુ ખર્ચ પર નિયંત્રણ રાખો. બીજાની વાતોમાં આવો નહિ. જીવનસાથી સાથે સંબંધ સારો બન્યો રહેશે. સાસરિયા પક્ષ પાસેથી કોઈ શુભ કામમાં મદદ મળશે. વૃશ્ચિક રાશિવાળા માઘી પુનમની સાંજે તુલસી સામે ઘી નો દીવો પ્રગટાવો.

ધનુ રાશિ :

આજે કોઈ પણ નવા કામની શરૂઆત કરતા પહેલા પોતાના વડીલોની સલાહ જરૂર લો. સહી કરતા પહેલા બધા કાયદાકીય દસ્તાવેજોને ધ્યાનથી વાંચો. તમને સમય સમય પર મિત્રો અને શુભચિંતકોનું સમર્થન મળતું રહેશે. માતા-પિતા તરફથી વેપારમાં આર્થિક મદદ મળી શકે છે. કોઈ લાંબી યાત્રાની યોજના બની શકે છે. રોજગારમાં વૃદ્ધિ થશે. સમયની અનુકૂળતાનો લાભ લેવો. ઘરની આસપાસ કોઈ સામાજિક આયોજનમાં તમારી ભાગીદારી થઇ શકે છે.

મકર રાશિ :

પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. નિયમિત વ્યાયામ કરવું તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે. સારી રીતે વિચારીને લીધેલો નિર્ણય તમને સારો લાભ આપશે. પારિવારિક સંબંધ અને વાતચીત સારી રહેશે. આજે સફળતાનાં માર્ગ ખુલશે. ઉતાવળ અને બેદરકારી ન કરો. થાક લાગી શકે છે. મકર રાશિ વાળા આજે માઘી પુનમના દિવસે ચંદ્રની પૂજા કરી સફેદ મીઠાઈ કે દૂધનો ભોગ લગાવો. આનાથી ચંદ્ર સંબંધિત બધા દોષ દૂર થઇ જશે.

કુંભ રાશિ :

આજે તમને ભાવનાત્મક સંતુલન રાખવામાં સમસ્યા આવશે. કામ સંબંધિત યાત્રા થઇ શકે છે, જેનાથી નવા રસ્તા ખુલશે. સંબંધમાં પ્રેમ વધશે. જમીન, વાહન અને અન્ય વસ્તુઓની ખરીદીના દસ્તાવેજો બનાવવામાં સાવચેતી રાખો. કાળી અડદનું દાન કરો, તમારી સમસ્યાઓ દૂર થશે. કોઈ મોટું કાર્ય કરવાનું મન બનશે. નાની-મોટી યાત્રા થઈ શકે છે. ઉત્સાહ વધશે. ઘરે અચાનકથી ઘણા મહેમાન આવી શકે છે, જેનાથી ઘરમાં વાતાવરણમાં એકદમ બદલાવ આવી જશે.

મીન રાશિ :

સ્વાસ્થ્ય મુજબ સમય સારો પસાર થશે. જો પૈતૃક સંપત્તિ સંબંધમાં કોઈ સંધર્ષ છે તો પ્રયત્ન કરો અને તેનું દિલથી નિવારણ કરો. પોતાના ખાનગી કામો પર વધારે પરિશ્રમ કરવાની જરૂર છે. ધ્યાન ભટકશે પરંતુ સંયમ બનાવી રાખો. કોઈ નજીકના જ વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. કિંમતી વસ્તુ સાંભળીને રાખો. જોખમ અને કોર્ટના કામોથી દૂર રહો. આજે પરિવારજનો સાથે ખુશીઓના ક્ષણ પસાર કરશો. આધ્યાત્મ પ્રત્યે તમારો રસ વધશે.