મંગળવાર 11 ફેબ્રુઆરીએ આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે સફળતાનાં પ્રબળ યોગ, હનુમાનજી આપશે સાથ

મેષ રાશિ :

આજે તમારું મન પ્રસન્ન રહેશે. તમારી એકાગ્રતા વધી શકે છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. કેટલાક લોકોને પોતાના બિઝનેસ-પાર્ટનર કે નજીકનાનો સહયોગીથી સમસ્યા થઇ શકે છે. વિધાર્થીઓને પરીક્ષાઓમાં સકારાત્મક પરિણામ મળશે. કોઈની મદદથી તેમને સારો ફાયદો થઇ શકે છે. અધિકારીઓ અને લોકો સાથે મહત્વપૂર્ણ મામલામાં વાત થઇ શકે છે. સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા વધી શકે છે.

વૃષભ રાશિ :

કેટલાક ખોટા વિચાર આજે તમને કામ કરવામાં અડચણ બની શકે છે. વિધાર્થી વર્ગ માટે દિવસ શુભ નથી, પરંતુ તમારે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે ગતિશીલ રહેવું જોઈએ. મનોરંજન સાથે જોડાયેલી ગતિવિધિઓ મજેદાર રહેશે. પાડોસીઓ સાથે તમારી પ્રતિષ્ઠા વધશે. તમે થોડા ચીડાયેલા પણ રહી શકો છો. તમારું વૈવાહિક જીવન સારું રહેશે. સ્વાસ્થ્યમાં સમસ્યા થઇ શકે છે. તમને બીજી કોઈ કંપની સાથે કામ કરવાની તક મળી શકે છે.

મિથુન રાશિ :

નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારો થઇ શકે છે. રાજનીતિમાં કોઈ ઉચ્ચ નેતાનો આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. ઘર કે કામના મામલામાં તમને પોતાની જવાબદારીઓ વહેંચવાની જરૂરત પડી શકે છે. આજે લેવામાં આવેલ નિર્ણય ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. આસપાસના લોકોના વ્યવહાર કે વિચારથી તમારી સમસ્યા વધી શકે છે. જીવન પ્રેમ ભર્યું અને આનંદદાયક રહેશે. પોતાના સમયનો સદુપયોગ કરવાથી તમને લાભ થશે.

કર્ક રાશિ :

સમાજમાં તમારું માન-સમ્માન વધશે. સામુહિક અને ભાગીદારીનું કામ સરળ રીતે આગળ વધશે. ઓફિસ કે ઘરમાં કેટલાક નવા પરિવર્તન પણ તમે જોઈ શકો છો. સંગા સંબંધીઓ સાથે બહાર જશો. પ્રયાસ કરશો તો આશાથી વધારે સફળતા તમને મળી શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગથી રોજગાર સંબંધિત સમસ્યા દૂર થઇ શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ તમારો ફાયદો ઉઠાવી શકે છે. પરિવારમાં સ્થિતિ સારી રહેશે.

સિંહ રાશિ :

પરિવારમાં આનંદનું વાતાવરણ બન્યું રહેશે. રોકાણ વગેરે અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રભાવ વધશે. ઉત્સાહ અને પ્રસન્નતા વધશે, કોઈ યાત્રા પર જઈ શકો છો. શાંત વ્યવહાર અને સારી કાર્ય ભાવના સાથે પોતાના વ્યવહારને સંભાળો. વારંવાર સતત કરવામાં આવેલ પ્રયાસ તમારા માટે આનંદ દાયક રહેશે. અચાનક યાત્રા કે કોઈ મોટું કામ કરવામાં થોડો ભય કે ટેંશન થઇ શકે છે. કોઈ વાતને લઈને ભાઈ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે.

કન્યા રાશિ :

આજે તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. કાયદાકીય અડચણ આજે દૂર થશે. તમારે તમારા કાર્ય ક્ષેત્ર પર પ્રભાવ બનાવવા માટે પોતાના સહકર્મીઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તમારો વ્યવસાય સારો ચાલશે. તન-મનથી પ્રસન્નતાનો અનુભવ કરશો. સમજ્યા વિચાર્યા વિના બોલશો તો તમારી મુશ્કેલો વધી શકે છે. મિત્રો સાથે ફરવાનો પ્લાન રદ્દ થઇ શકે છે, પરંતુ તમારી મિત્રતા મજબૂત બની રહેશે.

તુલા રાશિ :

આજે તમારા પરિવારમાં મધુરતાની સાથે વિશ્વાસ પણ વધશે. તમને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે. માનસિક તણાવને પ્રભુત્વ મેળવવા દેવું નહિ. વિપરીત પરિસ્થિતિઓને પણ પોતાના પક્ષમાં કરવાની અદ્દભુત ક્ષમતાનો પ્રયોગ કરો. કોઈ મામલામાં તમે લાલચ કરી શકો છો. જે સ્થિતિ સાફ નથી તેને લઈને પરેશાન થવું નહિ. બધા કામોમાં ભરપૂર પ્રયાસ કરો, સફળતા મળશે. તમારે યાત્રાઓ કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આજે તમારા રોજિંદા જીવનમાં થોડું પરિવર્તન થઇ શકે છે. ભણવામાં ઓછા રસના કારણે બાળકો તમને થોડા નિરાશ કરી શકે છે. ભાઈઓ બહેનોની સામાજિક સ્થિતિમાં અણધારેલી અને અચાનક વૃદ્ધિ થઇ શકે છે. તમારા જીવનમાં આવનારા દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ થશે. પોતાની બેચેનીને કંટ્રોલમાં રાખો. તમારી અધીરતાના કારણે બીજા લોકો તમારાથી દૂર થઇ શકે છે. ભેટ અને ઉપહારની પ્રાપ્તિ સંભવ છે. બેરોજગારી દૂર કરવાનો પ્રયાસ સફળ થશે.

ધનુ રાશિ :

ધનુ રાશિ વાળા આજે પોતાના લક્ષ્યોને પ્રાથમિકતા આપી શકે છે. જે વ્યક્તિ નોકરી કરનારા છે તેની આવકમાં વધારો થવાની સાથે સાથે પ્રમોશન મળવાની પણ સંભાવના છે. બીજા પાસેથી ભેટ પ્રાપ્ત કરવા માટે આ સારો સમય છે. કોઈ મિત્રની જૂની સમસ્યા દૂર કરવામાં તમે જ મુંઝવણમાં ફસાઈ શકો છો. સંબંધીની મદદ કરવાનું મન થશે. માન-સમ્માન મળશે. તમે જે કામને કરવાનો પ્રયાસ કરશો તે કામમાં તમને સફળતા મળશે.

મકર રાશિ :

આજે તમારા જુના કામ અધૂરા રહી શકે છે. સાર્વજનિક જીવનમાં યશ અને કૃતિ મળશે. અવિવાહિત યુવક-યુવતીઓને પોતાના જીવનસાથી મળી શકે છે. તમને તમારા સંબંધી પાસેથી કોઈ સારા સમાચાર મળી શકે છે. નવા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે. વ્યવસાયિક કામ પ્રત્યે આજનો દિવસ શ્રેષ્ઠ છે. ખર્ચ અને ટેંશન પણ વધી શકે છે. વીતેલી વાતોનો જેટલું ખેંચશો તેટલા જ સમસ્યામાં રહેશો.

કુંભ રાશિ :

લવમેટ માટે આજનો દિવસ શાનદાર રહેશે. રોકાણ માટે સારો દિવસ છે, પરંતુ યોગ્ય સલાહ લઈને જ રોકાણ કરો. કોર્ટ કચેરીના મામલામાં સફળતાનાં યોગ છે. સ્ત્રી પક્ષ ખુબ સહયોગી રહેશે. તમને કોઈ સારી નોકરી મળી શકે છે. તમે અને તમારું કામ બંને અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. પૈસાના મામલામાં કોઈ પ્રકારનું ટેંશન બની રહેશે. કોઈ આનંદોત્સવમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થશે. સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ પ્રાપ્ત થશે.

મીન રાશિ :

માંગલિક પ્રસંગોમાં ઉપસ્થિત રહેશો. સ્ત્રી મિત્રો કે જીવનસાથી અને સંતાનથી લાભ થશે. પરિવારની જરૂરીયાતો પર ધ્યાન આપવું ખુબ જ મહત્વપૂર્ણ છે. બાળકો સંબંધિત સમસ્યા તણાવનું કારણ થઇ શકે છે. બીજાની સાથે અણબનાવ કે વિવાદનો કોઈ મામલાનું આજે નિવારણ થઇ શકે છે. સાવધાન રહો. કામમાં સફળતા અને યશ મળવાથી ઉત્સાહ વધશે. કોઈ મિત્રના સહયોગથી નોકરીની તક મળી શકે છે. સામાજિક કામોમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે.