સોમવારે મેષ અને ધનુ રાશિવાળાને મળશે ઘણી બધી ખુશીઓ જયારે આ 4 રાશિઓને મળશે નિરાશા

મેષ રાશિ :

મેષ રાશિના કારોબારીઓને આજે નફો મળી શકે છે. જોખમ ઉઠાવવાનું સાહસ કરી શકશો. જો તમે ગ્લેમર અથવા મીડિયા જગત સાથે જોડાયેલા છો તો તમને સમ્માન મળી શકે છે. મોટા કામ કરવાનું મન બનશે. કોઈ સંબંધી અથવા પોતાની અસ્વસ્થતાથી પરેશાન થશો. દુર્ઘટના થઈ શકે છે, એટલા માટે વાહન ચલાવવામાં સાવધાની રાખવી. તમને અમુક એવા અનુભવ થઈ શકે છે જે આ પહેલા ઓછા થયા હોય. જુના સંબંધોમાં પ્રગાઢતા આવશે.

વૃષભ રાશિ :

જો તમે કોઈ સંપત્તિને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો છો, તો આજે તમને સફળતા મળશે. ગેસસમજ અને સતત અસહમતી પરિવારના માહોલને નિરાશાજનક બનાવી શકે છે. વ્યાપારના ક્ષેત્રમાં અમુક નવા કોન્ટ્રાકટ થશે. નવા મકાન ખરીદવાનું મન બની શકે છે. ધાર્મિક યાત્રાના પણ યોગ છે. પારિવારિક સમસ્યાઓને લઈને મન પરેશાન થશે. કોઈ અનૈતિક વિચારને પોતાની પાસે ન આવવા દો, કારણ કે તે તમને નુકશાન પહોંચાડી શકે છે.

મિથુન રાશિ :

આજે તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. કાર્ય સ્થળ પર તકરારથી બચવા પ્રયત્ન કરવો જોઈએ. વધારે ખર્ચની ચિંતાથી તમારું મન અસ્વસ્થ રહી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. શાસન-સત્તા અને રાજકીય ક્ષેત્રના લોકોની ક્રિયાશીલતા વધશે. અમુક નવી જવાબદારીઓ પણ તમને મળી શકે છે. તમારી કોઈ ખાસ ઈચ્છા જરૂર પુરી થશે. આજે ઉંચી સુખ-સુવિધાઓ અને વિલાસિતાનો અનુભવ કરશો.

કર્ક રાશિ :

આજે સામે આવતા અવસરો પર નજર રાખો. કોઈ પણ વ્યક્તિને આજે પૈસા ઉધાર ન આપો. તમે પોતાની યોગ્યતાને સાબિત કરવા માટે સારા અવસરોનો સુચારુ રૂપથી લાભ ઉઠાવશો. વારંવાર સતત કરવામાં આવતા પ્રયત્ન તમારા માટે આનંદ દાયક રહેશે. મધુરવાણીથી સંબંધોને પ્રગાઢ બનાવશો. જીવનસાથીને ખુશ કરવા માટે ક્યાંક બહાર ફરવા લઇ જાવ. પૈસાના કામથી નાની યાત્રા પણ તમારે કરવી પડી શકે છે.

સિંહ રાશિ :

સિંહ રાશિ વાળા આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવાથી બચો. તમારી લોકપ્રિયતામાં વૃદ્ધિ થઈ શકે છે. વ્યવસાયિક રૂપથી વસ્તુઓ સુચારુ રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે. સમયસર ભોજન અને પૂરતી ઊંઘ ન આવવાને કારણે શરીરમાં અસ્વસ્થતાનો અનુભવ કરી શકો છો. વરિષ્ઠ લોકોને ખુશ કરવા મુશ્કેલ હોઈ શકે છે. બીજાની જરૂરિયાતો પુરી કરવા પર તમારે ધ્યાન આપવું પડશે. તમે પોતાના બાળકો પર ગર્વ અનુભવ કરશો કારણ કે તે તમને ખુશ થવાનું કારણ આપશે.

કન્યા રાશિ :

આજે પૂરતો લાભ કમાશો જે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત કરશે. કોઈ પ્રિયજનનો વિશેષ સહયોગ મળી શકે છે. સુનિશ્ચિત કરો કે કોઈ તમારો વિરોધ ન કરી શકે નહીં તો મુશ્કેલ નિર્ણય તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી શકે છે. આ વાતમાં પણ સાવધાની રાખવી કે તમે કોની સાથે આર્થિક લેવડદેવડ કરી રહ્યા છો. આખો દિવસ આધ્યાત્મિક અને પારિવારિક કામોમાં પસાર થશે. કામ અને મહેનત બંને વધારે રહેશે, પણ તમને સફળતા મળી શકે છે.

તુલા રાશિ :

આજે વિદ્યાર્થીઓનું ભણતર પ્રત્યે ધ્યાન વધશે. પિતા અથવા ધર્મ ગુરુની મદદ મળશે. પોતાના આચરણને લઈને સતર્ક રહેવાની જરૂર છે. વ્યવસાયિક સફળતા મળશે. તમે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો ત્યારે જ તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે. સામાજિક કાર્યક્રમમાં ભાગ લેશો. પ્રેમની બાબતોમાં સફળતા મળી શકે છે. પરિશ્રમ પછી અમુક સમય પોતાના માટે પણ કાઢો. પોતાને સાબિત કરવા સખત મહેનત કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આજે તમારી આર્થિક યોજનાને બળ મળશે પણ વિરોધી સક્રિય રહેશે. શિક્ષણ પ્રતિયોગિતાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્ન ફળીભૂત થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે, તથા આવકમાં વૃદ્ધિ પણ સંભવ છે. બીજાની ગાડી અને કપડાનો ઉપયોગ આજે ન કરો. જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ મળશે. અમુક મિત્રો ગુપ્ત રૂપથી તમારી મદદ કરી શકે છે. સારો સમય ચાલી રહ્યો છે. બિનજરૂરી સંઘર્ષ અને લોકો દ્વારા ઉઠાવેલા મુદ્દા પર ધ્યાન ન આપો.

ધનુ રાશિ :

ધનુ રાશિ વાળા મીઠી બોલી બોલીને પોતાના કામ પુરા કરાવી લેશે. કોઈ એવી ઘટના થઈ શકે છે, જેનાથી પારિવારિક પ્રતિષ્ઠા વધશે. તમારી સમક્ષ જે ખર્ચા આવશે તેને તમે રોકવામાં સફળ રહેશો. તમને સફળતાનાં નવા માર્ગ પ્રાપ્ત થશે. કોઈ પણ પ્રકારના લાંબા ગાળાના રોકાણ ન કારો. તમારું બધું ધ્યાન પોતાના કરિયરમાં આગળ વધવા પર હશે. સારા આચાર-વિચાર સાથે સંબંધોમાં લોકપ્રિય બનશો. તમારો જીવનસાથી શરત વગર તમારું સમર્થન કરશે.

મકર રાશિ :

આજે તમને કોઈ ખાસ કામને પૂરું કરવામાં સમયની અછત અનુભવાશે. માંગલિક અથવા અન્ય ઉત્સવમાં ભાગીદારી રહેશે. વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે. મોજ-મસ્તી અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં તમારી વિશેષ રુચિ રહેશે. બિઝનેસ પાર્ટનર અને સહકર્મીઓનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. આજે એવી યાત્રા થઈ શકે છે, જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. વિદ્યાર્થીઓને પોતાના ભણતરમાં અનુકૂળ પરિણામ મળશે.

કુંભ રાશિ :

કુંભ રાશિ વાળા આજે કાંઈ નવું શીખવા પ્રયત્ન કરશે. ભૌતિક સુખ સાધનોની લાલચ વધશે. સરકારી સ્તર પર રૂપિયાની લેવડદેવડ સતર્કતા પૂર્વક કરો. સાસરી પક્ષનો સહયોગ મળશે. કાર્યક્ષેત્ર માટે આજે ઘણો સારો સમય રહેવાનો છે. તમે પોતાની પસંદ અથવા મરજીથી કામો માટે ઉત્સુક થશો. લોકો સાથે ખરાબ વર્તન ન કરો. પરિવાર જાણોની નાની-નાની વાતોનું ખોટું ન લગાવો. તમે મનથી બોલો અથવા તમને પ્રતિષ્ઠા હાનિ થઈ શકે છે.

મીન રાશિ :

આજે ખુબ ઉર્જાવાન રહેશો. આ સમય પોતાના સપનાને સાચા કરવાનો છે. આર્થિક પક્ષ મજબૂત થશે. સામાજિક કાર્ય સમ્માન અને પ્રતિસ્થામાં વધારો કરશે. બીજાની મદદ લેવામાં સફળતા મળશે. ઘણા સમયથી અટકેલું ઘન પાછું મળશે. આજે પોતાની વાતોને ખુબ પ્રભાવશાળી રીતે રાખવામાં સફળ થશો. મોટાભાગની બાબતોમાં તમે નુકશાનથી બચી જશો. તમારા સહયોગી દરેક વસ્તુ માટે તમારી મદદ કરશે.