આજે છે 2020 નો પહેલો દિવસ, આ 6 રાશિવાળાના તારા રહેશે બુલંદ, જાણો તમારી રાશિ વિષે

મેષ રાશિ :

મેષ રાશિ વાળા આજે સકારાત્મકતા રાખે. કાનૂન સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં હશે. આજે નાની વાત પણ કોઈ મોટું રૂપ ન લે એટલા માટે બેદરકારી ન રાખો. જે વ્યક્તિ કલા અને લેખન સાથે જોડાયેલા છે, એમના માટે વર્ષનો પહેલો દિવસ ઘણો લાભકારી સિદ્ધ થશે. પૈસાની દરેક બાબત પર તમે ઝીણવટપૂર્વક વિચાર કરી લો. જરૂરી નિર્ણય સમજી વિચારીને કરો. તમારે નવા વર્ષની શરૂઆત ભગવાન શિવની પૂજા સાથે કરવી જોઈએ.

વૃષભ રાશિ :

આજે તમે પોતાના પરિવારની આર્થિક સ્થિતિમાં મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશો. આજે તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેશો. જીવનસાથી સાથે નિકટતાનો અનુભવ કરશો. કાર્યક્ષેત્રમાં તમને નવા કામ કરવાના અવસર પ્રાપ્ત થશે. સામાજિક કામોમાં તમને સફળતા મળી શકે છે. ખાસ લોકો સાથે સારા સંબંધ બનશે. નવા વર્ષની શરૂઆત માં લક્ષ્મીની પૂજા કરીને કરશો તો તમારી બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ જશે.

મિથુન રાશિ :

આજે એકાગ્રતામાં કમી અનુભવી શકો છો. સુંદર વસ્ત્રઆભુષણ અને ભોજનનો અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે. જો તમે નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો, તો તમારા માટે આ સમય સૌથી સારો રહેશે. તમારે ઘણા મામલામાં જવાબદારી સંભાળવી પડી શકે છે, અને એની ચિંતા પણ કરવી પડશે. જમીન-મકાનની સમસ્યાઓનું સમાધાન થશે. સ્વતંત્ર નિર્ણય લેવામાં સુવિધા થશે.લગ્ન ઈચ્છુક વ્યક્તિઓને જીવનસાથી મળવાના યોગ છે.

કર્ક રાશિ :

આજે તમારો તણાવ ઓછો થશે. તમારા મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો. વિચારેલા કામ પુરા કરી લો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈ પણ પ્રકારની બેદરકારી કરવી સારું નહિ રહે. બીજાના કામમાં હસ્તક્ષેપથી બચો. ભાગ્યનો સાથ મળશે અને ભારે ભાવનાત્મક શાંતિ-સંતુષ્ટિ પણ મળશે. આજે તમારે કામકાજમાં ઘણી હદ સુધી સફળ થઈ શકો છો. વ્યાપારી ગણ વ્યાપારમાં વૃદ્ધિ કરી શકે છે.

સિંહ રાશિ :

આજે વ્યવસાયિક મામલામાં ધૈર્ય ન ખોવું. દિવસ આખાની મુશ્કેલ પરિસ્થિતિઓ પછી આજે સાંજે થોડો આરામ મળશે. બીજા પર વિશ્વાસ કરતા શીખો. દમ અને લોહીના રોગીઓને થોડી સમસ્યા અનુભવાશે. નોકરી કરવા વાળાને સાથી કર્મચારીઓની મદદ મળશે. ડિસ્ટર્બ થયા વગર કામ કરવાની ક્ષમતાને કારણે તમે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સફળ થઈ શકો છો. સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે પરિશ્રમ કરવું પડશે.

કન્યા રાશિ :

આજે કોઈ પાર્ટી અથવા સમારોહનું આયોજન કરવાના સંકેત છે. એકગ્રતાપૂર્વક કાર્ય કરવાથી કામમાં સફળતા જરૂર મળશે. કોઈ ઉચ્ચ અધિકારી સાથે બૌદ્ધિક ચર્ચા ન કરો. પોતાની ભાવનાઓને પરેશાન ન કરો અને પોતાના સંતુલનને અસ્થિર ન કરો. દરેક તકનો ફાયદો ઉઠાવવા પ્રયત્ન કરો. તમારા બધા કામ સરળતાથી અને સમય પર પુરા થઈ શકે છે. વધારે ઉત્સાહથી નુકશાન ન થાય એનું ધ્યાન રાખજો.

તુલા રાશિ :

કોઈ પ્રિયજન સાથે ભેટ થઈ શકે છે. યાત્રાના યોગ બની રહ્યા છે. મિત્રો પાસેથી સહયોગની આશા રાખો નહિ તો સારું રહેશે. આજે મિત્રો સાથે સંબંધમાં કંઈક કડવાશ ઉત્પન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ આવવાની સંભાવના બની રહી છે. આસપાસ કે સાથેના લોકોને કોઈ ખાસ કામ માટે તમારી જરૂર પડી શકે છે. લાલચથી દૂર રહેવું સારું રહેશે નહીંતર કામમાં અડચણ સંભવ છે. વેપારીઓ ઉપર અધિકારી ખુશ રહેશે.

વૃશ્ચિક રાશિ :

આજે વડીલોની સલાહ માનો અને જોખમ લેવું નહિ. પારિવારિક જીવનમાં ખુશીઓ બની રહેશે. આજે નવા કામ નક્કી કરવા જઈ રહ્યા છો, તો વિચાર્યા વિના નિર્ણય લેવો નહિ. જેને તમે મનમાંને મનમાં પ્રેમ કરો છો તેની સાથે વાત બનવાની સંભાવના છે. નવો પ્રેમ સંબંધ શરુ થઇ શકે છે. તમારા મગજમાં પૈસાને લઈને કોઈ પ્લાનિંગ ચાલશે. ઘર-પરિવારના લોકો તમારી વાતોને ઓછું મહત્વ આપશે. આવકથી વધારે ખર્ચમાં અંકુશ લગાવો.

ધનુ રાશિ :

જમીન-મિલ્કતના કામોમાં ગતિ આવશે. લોકોની મદદ કરવા માટે એક ઉદારતાનો ભાવ બનાવી રાખવો ખુબ જરૂરી છે. આજે સંપત્તિથી જોડાયેલા મામલામાં ઉતાવળ કરતા નહિ. વ્યવસાયિક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. બિઝનેસ વધારવાનો પ્રયાસ કરો, કોઈ જૂનું કામ પણ આજે પૂર્ણ કરી શકશો. તમારા મનથી ચિંતાનો ભાર હલકો થઇ જશે અને તમે માનસિક રૂપથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો.

મકર રાશિ :

આવક પ્રાપ્તિના નવા સ્ત્રોત મળવાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અધૂરા કામ પૂર્ણ કરવા માટે આજનો દિવસ શુભ છે. પરિવારમાં ઉલ્લાસનું વાતાવરણ રહેશે. ઈર્જા, ચોરી અને વિવાદ વગેરેથી નુકશાન સંભવ છે. મુશ્કેલીઓમાં ન પડો. અચાનક કોઈ ખાસ કામ તમારે કરવું પડી શકે છે. આજે એવા જ કામ શરુ કરો જે જલ્દી પુરા થઈ જાય. યોજનાઓને સાર્વજનિક કરતા પહેલા સારી રીતે વિચારી લેવું. ફાલતુ ખર્ચ પર રોક લગાવી શકો છો.

કુંભ રાશિ :

આવકના ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. પોતાના મનની સાંભળશો તો બધું સારું થશે. વેપારનો વિસ્તાર થશે. પિતા સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. તમને અચાનક ભારે ધન લાભ થવાના યોગ દેખાઈ રહ્યા છે. પ્રમોશન થવાની સંભાવના બની રહી છે. જરૂરી કામોને પૂર્ણ કરવામાં જે સમસ્યા આવી રહી હતી તે આજે દૂર થશે. આજે તમે જેને પોતાની ભાવનાઓ જણાવવા માંગો છો, તે પણ તમારી વાતોને સમજે.

મીન રાશિ :

આજે મિત્ર અને પરિવારજનો સાથે દિવસ આનંદની સાથે પસાર થશે. માતા પાસેથી સુખ પ્રાપ્ત થઇ શકે છે. રોજગારની તકો મળશે. આર્થિક હાલત સારી થશે. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. સમસ્યાઓથી મુક્તિ મળશે. અચાનક ફાયદો થઇ શકે છે. કામકાજમાં મન લાગશે. પોતાની વાતોને બીજા પર ન નાખો. વડીલોનું માર્ગ દર્શન લેવું સારું રહેશે.