આજે પોષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ 9 રાશિઓને આપી રહ્યા છે સંતાન સુખનું વરદાન

મેષ રાશિ :

આજે તમે કાર્યાલયમાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત કરી શકો છો. સમજ્યા વિચાર્યા વગર કોઈ વાત પર ભરોષો ન કરો. આજે પોતાની ઉર્જાને યોગ્ય દિશામાં લગાવો, ઘણી સફળતાનાં યોગ બની રહ્યા છે. નવા કામની શરૂઆત આજે કરી શકશો. પ્રગતિના અવસર મળી શકે છે. કોઈ કામ માટે પોતાની તરફથી પહેલ કરવામાં સંકોચ ન કરો. લવ લાઈફમાં લગ્નની વાત મુકવાનો શાનદાર સમય છે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. વાતચીતમાં સંયમ રાખો.

વૃષભ રાશિ :

આજે તમારામાં આત્મવિશ્વાસની કમી સ્પષ્ટ રીતે દેખાશે. નોકરી વાળા લોકો માટે પ્રગતિના અવસર બની શકે છે. ઘરેલુ બાબતોમાં અટકેલી પરિયોજનાઓ ગતિ અને નિકટતાને પુરી કરશે. એવા કોઈ કામ ન કરો જે તમને બોજ લાગે છે. જ્યાં સુધી થઈ શકે તમારો વ્યવહાર સકારાત્મક રાખો. પોતાનાથી મોટા અને અનુભવી લોકોની સલાહ માનો. ગરીબોમાં અન્ન દાન કરો. હનુમાનજીનું ધ્યાન કરતા રહો. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને સમજી વિચારીને કામ કરો.

મિથુન રાશિ :

પરિવારનો ભરપૂર સહયોગ મળશે. ધાર્મિક દાન તમને ધનની બાબતમાં સ્થિર કરવામાં મદદ કરી શકે છે. તમે જ્યાં પણ રોકાણ કરશો તેની થોડી જાણકારી તમને હોવી જોઈએ પછી જ રોકાણ કરો. પોતાના મન પર ભરોષો રાખો. બીજાના કામમાં હસ્તક્ષેપ ન કરો. વાણી પર નિયંત્રણ રાખો. તમને રોમાન્સની તક મળી શકે છે. યાત્રાનો કાર્યક્રમ બની શકે છે. બેન્કિંગ ફિલ્ડના લોકો માટે નવીન અવસર ઉપલબ્ધ રહેશે.

કર્ક રાશિ :

આજે ભાવનાત્મક રૂપથી અથવા નાણાકીય રૂપથી જોખમ ન લો. વ્યાપાર-ભાગીદારી અથવા સહયોગમાં ઉતરવા માટે થવા વ્યાપારના સિલસિલામાં દૂરની યાત્રાઓ કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. બીજા માટે ખરાબ નિયત રાખવી માનસિક તણાવને જન્મ આપી શકે છે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળી શકે છે. દામ્પત્ય સુખમાં વધારો થશે. પાર્ટી અને પિકનિકનો આનંદ મળશે. રચનાત્મક કામ સફળ રહેશે.

સિંહ રાશિ :

આજે તમે ધનનું રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. પ્રતિસ્પર્ધી ગતિવિધિ તમને નુકશાન નહિ પહોંચાડે. જે લોકો કલાના ક્ષેત્રથી અથવા કૃષિના ક્ષેત્રથી સંબંધિત કામ સાથે જોડાયેલા છે એમનું ભાગ્ય સારું રહેશે. ધૈર્યની જરૂર હશે. વિદ્યાર્થીઓને નવીન અવસરની પ્રાપ્તિ થશે. કોઈ મિત્રના આગમનથી ખુશ રહેશો. બિઝનેસ અને નોકરીના જુના મામલાજે જુદા કરી દો અને સમાધાનનો કોઈ રસ્તો કાઢો.

કન્યા રાશિ :

આજે તમને લવ લાઈફમાં સારી સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યના સંબંધમાં તમે શરદી, ખાંસી અથવા આંખોની ફરિયાદથી પીડિત થઈ શકો છો. લોકો સાથે તમારો સંબંધ સારો રહેશે. સત્સંગનો લાભ મળશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. સ્વાસ્થ્યને ધ્યાનબહાર ન કરો. દાંપત્ય જીવન સુખમય બન્યું રહેશે. કોર્ટ કેચેરીની બાબતો ઉકેલાય જશે. સફળતા પણ મળશે. પારિવારિક જીવન આનંદમય રહેશે.

તુલા રાશિ :

આજે તમને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી આવે તો મોટાની મદદ જરૂર લો. નોકરી ઇચ્છતા લોકોએ સફળ થવા માટે વધારે પ્રયત્ન કરવા પડી શકે છે. સંબંધીઓને મળવા માટે આ સારો સમય છે. અમુક વિદ્યાર્થી તણાવમાં રહેશે. તમે આખો દિવસ વ્યસ્ત રહેશો. પિતાના સ્વાસ્થ્યમાં વિકાર આવી શકે છે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે છે. પોતાના માટે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખો. લેવડદેવડમાં ધોકો ખાઈ શકો છો.

વૃશ્ચિક રાશિ :

આજે તમે ધર્મ અથવા સમાજ સાથે જોડાયેલું કોઈ કામ કરી શકો છો. વ્યાપાર-વ્યવસાય સારો ચાલશે. તમે પોતાની ચારેય તરફ ચાલતી ગતિવિધિઓનું ધ્યાન રાખો, કારણ કે તમારા કામનો શ્રેય બીજું કોઈ લઈ શકે છે. અમુક બિનજરૂરી ખર્ચ પણ સામે આવી શકે છે. વિચારેલા કામ સમય પર પુરા થઈ શકે છે. દાંપત્ય જીવનમાં સુખ મળશે. નાની-મોટી યાત્રા થઈ શકે છે. ઘર-બહાર પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

ધનુ રાશિ :

આજે તમારા પગારમાં વધારો સંભવ છે. તમે કળા અને સાહિત્ય તરફ આકર્ષિત થશો અને એ લોકો આ ક્ષેત્રો સાથે જોડાયેલા છે એમને પોતાના કામ માટે પ્રશંસા મળશે. વ્યાપારમાં તમને વધારે નફો થશે. કાર્યક્ષેત્રમાં નસીબનો સાથ મળી શકે છે. આશા નિરાશાના મિશ્રિત ભાવ મનમાં રહેશે. પારિવારિક સુખમાં કમી આવશે. બેરોજગાર લોકો માટે રોજગારના રસ્તા ખુલી શકે છે. ડૂબેલી રકમ પ્રાપ્તિના યોગ છે, પ્રયત્ન ભરપૂર કરો.

મકર રાશિ :

આજે તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. તમારે કાંઈ નવું અને સકારાત્મક વિચારવું જોઈએ. ફાલતુ ખર્ચ પર નિયંત્રણ રાખો. દેવું લેવું પડી શકે છે. લેવડ-દેવડમાં સાવધાની રાખો. રોકાણના સંદર્ભમાં વધારે સતર્ક અને સાવધાન રહો, કારણ કે દિવસ વધારે અનુકૂળ નથી. જો આજે તમે બધાની મદદ કરશો તો ભવિષ્યમાં જરૂર પડવા પર તમને મદદ મળી જશે. દિવસનો મોટા ભાગનો સમય બીજાના કામમાં ખર્ચ થઈ શકે છે.

કુંભ રાશિ :

આજે તમને પોતાના જીવનમાં મોટી સફળતાઓ મળવાના યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક જીવન શુભ રહેશે અને તમે પોતાના જીવનસાથી સાથે આનંદમય સમય પસાર કરશો. નજીકના લોકોને લઈને કોઈ શંકા છે તો દરેક વસ્તુ સામે આવી જશે. રોજગાર પ્રાપ્તિ માટે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદ મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ ગુસ્સામાં પણ વધારો રહેશે. મીડિયા અને આઇટીના લોકો સફળતા પ્રાપ્ત કરશે.

મીન રાશિ :

આજે વિદ્યાર્થીઓને કોઈ મોટી સફળતા મળી શકે છે. આર્થિક બાબતોમાં સમય સતત પ્રતિકૂળ બનેલો છે. પણ વધારે સાવધાની રાખવી, કોઈના કહેવામાં આવીને ખોટા નિર્ણય ન લો. તમને જીવનસાથી તરફથી કોઈ ઉપહાર મળી શકે છે. સાથે રહેતા લોકો તરફથી સમય સમય પર મદદ મળી જશે. તમે પોતાને ઘણા ઉત્સાહી અનુભવ કરી શકો છો. નોકરીમાં ઓફિસરો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.