મેષ રાશિ :
આજે તમારા આત્મબળથી બધા કામ સંપન્ન થશે. બધી પારિવારિક સમસ્યાઓનો પણ અંત આવી જશે. તમે કયાંક રોકાણ કરવા જઈ રહ્યાં છો, તો તમારા માટે આ યોગ્ય સમય નથી. તમારે તમારા વરિષ્ઠોની અપેક્ષાનો સામનો કરવો પડશે અને તમારા સહયોગી તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવા અને રમત બગાડવાનું કામ કરશે. બિઝનેસમાં ફાયદાની આશા વધારે નથી. કામના બોજથી પરેશાની થોડી વધી શકે છે. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધ સારા થશે.
વૃષભ રાશિ :
આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. અવસર તમારા રસ્તામાં આવશે અને તમે વિવેકપૂર્ણ રીતે તેનો સમય પર ઉપયોગ કરશો. સામાજિક રૂપથી તમે વધારે લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા મેળવશો. પોતાની સ્થિતિ બધાની સામે સ્પષ્ટ કરવાથી બચો તો તમારા માટે સારું રહેશે. યાદ રહે જીવનમાં દરેક વસ્તુનું સંતુલન હોવું જરૂરી છે. પોતાની ભાવનાઓને વશમાં રાખો. આજે તમારે બીજાના નકારાત્મક વિચારોથી બચવું જોઈએ.
મિથુન રાશિ :
આજે તમારા પ્રયત્ન સફળ થશે. કાર્યનું ક્ષેત્ર વધી શકે છે. કુંવારા લોકો માટે જલ્દી જ લગ્નના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્ર સાથે સંબંધિત ભાગદોડ થઈ શકે છે. પોતાની ધન સંબંધી બાબતો પર ધ્યાન આપો, નહિ તો કોઈ લાભ નુકશાનમાં પરિવર્તિત થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. તમે પોતાના કરિયરને સારું બનાવવાના પ્રયત્નમાં રહેશો. પરિવાર પર કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનું સમાધાન થશે.
કર્ક રાશિ :
આજે મિત્રો સાથે ભેટ થઈ શકે છે. તમને વ્યાયામ કરવાની જરૂર છે. એનાથી તમે ફ્રેશ ફીલ કરશો. ઘન લાભના યોગ છે. જો તમે તમારો દૃષ્ટિકોણ બદલી શકો છો અને ઇમાનદારથી કામ કરી શકો છો, તો તમારો રેંક, પારિશ્રમિક અને લોકપ્રિયતા વધી જશે. બીજા લોકો તમારી દયાળુતાનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે. તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. તમને કોઈને કોઈ પ્રકારનો ડર પણ પરેશાન કરી શકે છે.
સિંહ રાશિ :
આજે તમે તમારા નિર્ણયો પર વધારે ધ્યાન આપો. ધન પ્રાપ્તિ સીધા માર્ગથી ન થઈને અન્ય માર્ગે થશે અને અટકી અટકીને ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ રોકાણ કરવા માંગો છો, તો કોઈ વિશેષજ્ઞ પાસેથી માર્ગદર્શન લેવું સારું રહેશે. તમે તમારા મિત્રોની મદદથી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. ભાગ-દોડ રહેશે અને તણાવ પણ થઈ શકે છે. કોઈ બાબતને લઈને અજાણ્યો દર રહેશે. માતા-પિતાનો આશીર્વાદ લો, મિત્રો સાથે સંબંધ સારા થશે.
કન્યા રાશિ :
સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે. પારિવારિક સંદર્ભમાં કોઈ સામાજિક સમારોહનું આયોજન થઈ શકે છે. પરિવારમાં કોઈ વૃદ્ધનું સ્વાસ્થ્ય ક્ષણિક મુશ્કેલીનું કારણ બની શકે છે. કોઈ વાતને લઈને પાર્ટનર સાથે ઝગડો થઈ શકે છે. પણ સાંજ સુધી બધું સારું થઈ જશે. કાર્યક્ષેત્રમાં કોઈ નવું ડિસિઝન ન લો. પોતાની ગુપ્ત વાતો દજાહેર ન થવા દો. શિક્ષક માટે દિવસ સારો રહેવાનો છે.
તુલા રાશિ :
પ્રેમીને કરેલો વાયદો પૂરો કરવામાં સફળ સાબિત થશો. તમને ઇજા પણ થઈ શકે છે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે, અને એમને ચિકિત્સકીય દેખ-રેખની જરૂર થઈ શકે છે. પોતાને સીમિત રાખો. કલા અને સંગીત પ્રત્યે રુચિ વધશે. પોતાના માટે ફાલતુ ઝંઝટ ઉભી ન કરો તો જ સારું રહેશે. અમુક કામોમાં અડચણો આવી શકે છે. તમને કોઈ કામમાં સફળતા મળશે. પણ સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ બની રહેશે.
વૃશ્ચિક રાશિ :
વાહન સુખમાં વધારો થશે. એક નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા વિવેકપૂર્ણ રોકાણ કરવા માટે આ એક સારો સમય છે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાયને ભાગશો, તો તે તમારો પીછો દરેક સંભવ રીતે કરશે. જરૂરી દસ્તાવેજ સાથે રાખો. સામાજિક સંબંધોમાં સુધારો થવાના યોગ છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારે તળેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. તમે ચકલીને દાણા ખવડાવો રોકાયેલા કામ સંપન્ન થશે.
ધનુ રાશિ :
આજે ધાર્મિક કામોમાં તમારી રુચિ વધીશ શકે છે. કાર્યક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ રહેશે. તમારું પારિવારિક જીવન ખુશીઓથી ઉજ્જવળ રહેશે. આજે તમને તમારા પ્રયત્નોનું ફળ તરત કદાચ જ મળી શકે. તમે ઓફિસમાં ગુપ્ત રૂપથી ચાલતી ગતિવિધિઓમાં સક્રિય થઈ શકો છો. સ્વાસ્થ્ય સારું થવાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જીવનસાથીનો સહયોગ મળવાથી તમારું મન ઉત્સાહિત રહેશે.
મકર રાશિ :
આજે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. દૂરની યાત્રા ફળદાયી સાબિત થઈ શકે છે. તમે તમારા જીવનમાં નવી સફળતાઓ પ્રાપ્ત કરતા બમણી પ્રગતિ કરતા આગળ વધશો. માતાનું સાનિધ્ય અને સહયોગ મળશે. પોતાના બનાવેલા પ્લાનમાં કોઈને કોઈ કમી તમને જોવા મળી શકે છે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને આરામદાયક રહેશે અને બધા સભ્ય એક બીજા સાથે સારો વ્યવહાર રાખશે.
કુંભ રાશિ :
ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. પરિવારવાળા સાથે સંબંધની વાત કરી શકો છો. તમારી આવક વધશે, જો કે તમારા ખર્ચ ઘટશે. બચત તમારા આત્મવિશ્વાસના સ્તરને વધારો આપશે. નોકરી અને બિઝનેસમાં તારાનો સાથ પણ તમને મળશે. લેવડ-દેવડ અને રોકાણમાં તમને નસીબનો સાથ મળશે. મોટાનો આદર કરવામાં અગ્રણી રહેશો. કામકાજમાં શુભ ફળોની પ્રાપ્તિ થશે. સામાજિક સ્તર પર તમારી લોકપ્રિયતા વધશે.
મીન રાશિ :
આજે તમારે ધૈર્ય રાખવાની જરૂર છે. તમારા કામ પુરા તો થશે પણ એમાં મોડું થઈ શકે છે. દૈનિક કામોમાં તમે પોતાના પરિવારના સભ્યોની ભાગીદારી અને પ્રદર્શનથી પ્રસન્ન થશો. જરૂરી કામ સમય પર પુરા થઈ જશે. કોઈ ટેંશન પણ ખતમ થઈ શકે છે. જીવનસાથી સાથે સંપ સ્થાપિત થશે. કોઈ મિત્ર સાથે મુવી જોવાનું પ્લાનિંગ કરશો. શિક્ષણના ક્ષેત્રમાં મોટું કામ કરશો. તમારી યોજના પૂર્ણ થશે.