30 વર્ષ પછી શનિનો મૌની અમાસ પર મકર રાશિમાં પ્રવેશ, લવ લાઈફથી લઈને કરિયર સુધી આવો રહેશે દિવસ

મેષ રાશિ :

આજે તમને આર્થિક સ્થિતિ સુધારવાની તક મળશે. તમે પહેલા કોઈ વાત સમજી લો પછી વાયદો કરો. જે મહત્વપૂર્ણ અવસરની રાહ જોઈ રહ્યા છો, તે તમને મળશે. આજે તમે પરિવારના સભ્યો સાથે વધારે સમય પસાર કરવા પ્રયત્ન કરો. તમે તમારો સમય ભણવામાં લગાવશો. તમને સફળતા મળશે. તમને વ્યવસાય સાથે જોડાયેલા સોનેરી અવસર પ્રાપ્ત થશે. પીપળાની પૂજા કરો, મૌની અમાસ પર આવું કરવું શુભ માનવામાં આવે છે.

વૃષભ રાશિ :

આજે ન ઇચ્છવા છતાં ઓન તમારા પૈસા ખર્ચ થઈ શકે છે. મુશ્કેલ કામ સમય રહેતા પસાર થઈ જશે. કોઈ સાથે બોલાચાલી થઈ શકે છે. સામાજિક રૂપથી તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો અને ઘણા નવા મિત્રતાના સંબંધ બનાવશો. પરિવારના લોકો તમને કોઈ મુશ્કેલ સ્થિતિમાં મૂકી શકે છે. મિત્રો સાથે ફિલ્મ જોવાનો પ્લાન બનાવશો. લવમેટ માટે આજનો દિવસ સારો છે. કોર્ટ કચેરીના રોકાયેલા કામ મનો અનુકૂળ રહેશે.

મિથુન રાશિ :

યોજનાઓ ફળીભુત થવાથી તમારું મન પ્રસન્ન થશે. તમારા કેટલાક વરિષ્ઠ લોકો ખુલ્લેઆમ અનૈતિક થઈ શકે છે અને તેમની સંભાવનાઓને અવરોધિત કરવાનો પ્રયાસ કરી શકે છે. પાર્ટનરની કોઈ વાત પર મૂડ ખરાબ થઈ શકે છે. મોસમી બીમારીથી બચો. નજીકના સંબંધોમાં મધુર સંવાદથી પોતાની સુંદર છબી બનાવો. પૈસા સાથે જોડાયેલી ઉથલ પાથલ રહેશે. આજે તમે બોલવામાં ધ્યાન રાખો. તમને કોઈ જૂનું ઉધાર ટેંશન આપી શકે છે.

કર્ક રાશિ :

આજે તમારા માન સમ્માનમાં વૃદ્ધિ થવાથી તમે ઘણા પ્રસન્ન રહેશો. પ્રેમ વિષયોમાં ભાવુક થઈને નિર્ણય લેવા તમારા માટે ઉચિત નહિ હોય. નવા સંબંધ બનાવવાથી પણ બચો. જીવનસાથી સાથે કોઈ મનમોટપ ચાલી રહી છે, તો વૈચારિક મતભેદ દૂર થશે. સાસરી પક્ષ સાથે તમારા સંબંધોમાં તણાવ થઈ શકે છે. કામકાજમાં ગેરસમજ પણ થઈ શકે છે. પોતાના પ્લાનિંગને મહેનતથી પુરા કરશો અને તેનો ફાયદો પણ તમને મળી શકે છે.

સિંહ રાશિ :

પરિવારમાં આનંદ અને ખુશીનો માહોલ રહેશે. તમે કોઈ રચનાત્મક કામ પણ કરી શકો છો. નવા કામમાં દિલ અને મગજ લગાવી જોડાઈ જાવ અને નવરા બેસી રહેવાથી બચો. તમે બધા લક્ષ્યોને સારી રીતે પુરા કરી શકશો. પરિવાર સાથે સમય પસાર થશે. નવી શરૂઆતનો પ્રયત્ન થશે. કોઈ કામમાં કરેલી મહેનત જરૂર સફળ થશે. નવા વેપાર માટે યાત્રા આજે ગાયદાકારક રહેશે. ધર્મ અને આધ્યાત્મના ક્ષેત્રમાં રોકાયેલા કામ પુરા થઈ શકે છે.

કન્યા રાશિ :

જો તમે કોઈ પણ કલાકાર છો તો તમને મોટી સફળતા મળશે. ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓની પુરી થશે. તમને વાહનની પ્રાપ્તિ પણ થઈ શકે છે. તણાવ દુર કરવા માટે પરિવાર વાળાની મદદ લો. બાળકો અને નજીકના લોકો સાથે મુશ્કેલ સ્થિતિઓ બની શકે છે. આજે તમારે તળેલી-શેકેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. મૌની અમાસના દિવસે સવારે જલ્દી ઉઠી જાવ સૂર્યોદય પછી પણ ઊંઘી રહેવું અશુભ માનવામાં આવે છે.

તુલા રાશિ :

સ્ત્રી મિત્ર તમારા માટે સહાયક સાબિત થશે. તમને નવા કૌશલ્ય વિકસિત કરવાના અવસર મળશે જે તમારી નવી જવાબદારીઓને સમજવામાં કામ આવશે. તમે તમારા મિત્રો સાથે પસાર કરેલ સોનેરી ક્ષણ યાદ કરીને ખુશ થશો. તમારા વધારે પડતા ગુસ્સાથી કોઈ બનેલા કામ બગડી પણ શકે છે, એટલા માટે પોતાના ગુસ્સા પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. સંતાન તરફથી પણ સહયોગ મળશે. ઓફિસમાં કોઈ સાથીનું કામ તમારે કરવું પડશે.

વૃશ્ચિક રાશિ :

કરિયર માટે આજે દિવસ શુભ રહેશે, તમને સફળતા જરૂર મળશે. નવા સોદા લાભદાયક રહેશે અને મદદગાર લોકો તમને કોઈ પણ મુશ્કેલ સ્થિતિને દૂર કરવામાં મદદ કરશે. નાણાકીય સ્તર પર થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. અમુક બાબતો અટવાઈ પણ શકે છે. ઊંઘ પુરી થવાને કારણે તમે શારીરિક રૂપથી સારો અનુભવ કરશો. માતા-પિતાના સહયોગથી જીવનમાં આગળ વધશો.

ધનુ રાશિ :

આજે તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર ભરોસો કરવાથી બચવું જોઈએ. પૈસાની લેવડદેવડનો લઈને સાવધાન રહેવાની જરૂર છે. નવો ઉદ્યોગ શરૂ કરવા માટે અથવા વિવેકપૂર્ણ રોકાણ કરવા માટે આ ઘણો સારો સમય છે. જો તમે કોઈ પણ કારોબાર કરી રહ્યા છો, તો અચાનક સહયોગ મળશે. તમે જે પ્લાંનિંગ કર્યું છે તેને વારંવાર બદલવું નહિ. ગૌ-માતાની સેવા કરો, તમને ધનલાભ થશે. આજે પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો અને સ્નાન પહેલા મૌન રહો.

મકર રાશિ :

મૌની અમાસના દિવસે કોઈ વ્યક્તિનું અપમાન ન કરો અને બોલીમાં મીઠાસ લાવો. વધારે પડતા વિચાર મનમાં મૂંઝવણ પેદા કરી શકે છે. તમારો સારો વ્યવહાર તમને બીજાને પ્રભાવિત કરવામાં મદદ કરશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા દિલની જગ્યાએ મગજનું સાંભળો તો તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા પૈસા અચાનક અટકી પણ શકે છે. તમારી લાગણીઓ અને વિચાર વચ્ચે અથડામણ થઈ શકે છે.

કુંભ રાશિ :

તમારી જવાબદારી વધશે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. જે લોકો સાથે તમારા અણબનાવ થયા છે તેમની સાથે તમારા સંબંધ સારા થઈ જશે. તમને તમારા સિનિયરનો સારો સહયોગ મળશે. તમારી સામે અમુક વાતો અથવા એવી સ્થિતિઓ બની શકે છે જે તમારી અપેક્ષા કરતા અલગ હોઈ શકે છે. આજે તમને કરિયરમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. મૌની અમાસના દિવસે ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખો. લડાઈ ઝગડામાં પડવાથી બચો.

મીન રાશિ :

આજે તમારી અંદર વધારે આત્મવિશ્વાસ રહેશે. આર્થિક સ્થિતિમાં તમને આશા કરતા વધારે સફળતા મળવાની સંભાવના છે. તમે તમારા સમર્પણ અને સખત મહેનતથી બીજાથી આગળ રહેશો. જો તમે પાર્ટી કરવાનું વિચારી રહ્યા છો, તો પોતાના સારા મિત્રોને બોલાવો. જલ્દી આગળ વધવાના ચક્કરમાં શોર્ટકટ લેવાથી બચો. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરશો તો ધનહાનિ થઈ શકે છે. તમારું સકારાત્મક વલણ આસપાસની દરેક વસ્તુને ઉત્તમ બનાવશે.