5 જુલાઈ રાશિફળ : રવિવારે છે ચંદ્ર ગ્રહણ, આ 6 રાશિઓનો દિવસ છે તણાવપૂર્ણ, રહો સાવધાન.

મેષ રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેવાનો છે. ભાગ્યના તારા બુલંદ રહેશે, જેથી કામોમાં સફળતા મળશે. નોકરીમાં કરેલા પ્રયત્ન સાર્થક થશે. ઘરથી થોડે દૂર રહી શકો છો, પણ કામમાં મન લાગશે અને બધા કામ સારી રીતે પુરા કરશો. દામ્પત્ય જીવનમાં પ્રેમ વધશે અને જે લોકો પ્રેમ જીવનમાં છે, તેમને પણ પોતાની વાત પોતાના પ્રિય વ્યક્તિને કહેવામાં સરળતા રહેશે. આ કરીને સંબંધ મજબૂત થશે. વ્યાપારના સંબંધમાં દિવસ સામાન્ય રહેશે.

વૃષભ રાશિ :

તમારા માટે આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. અચાનક થતા ખર્ચ તમને પરેશાન કરશે. કારણ વગરની યાત્રાને લીધે ધનનું નુકશાન થશે. માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહેશે. દાંપત્ય જીવનમાં તણાવ વધવાની સ્થિતિ બનશે. જે લોકો પ્રેમ જીવનમાં છે, તેમણે પણ સતર્ક રહેવું પડશે. એક બીજા સાથે ગેરસમજણ થઈ શકે છે. ભાગ્યના તારા બુલંદ રહેશે, આથી થોડા કામ જરૂર પુરા થશે અને નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ :

તમારા માટે આજનો દિવસ સારો રહેશે. કામના સંબંધમાં કરવામાં આવેલા પ્રયત્ન સફળ થશે અને તમને આશા અનુસાર નફો થશે. દામ્પત્ય જીવનમાં તણાવ રહેવા છતાં જીવનસાથી સાથ આપશે અને તેનાથી તમને ખુશી મળશે. પરિવારનું વાતાવરણ સારું નહિ રહે. કામના સંબંધમાં તમે મજબૂત થશો અને તમને પ્રશંસા મળશે. પ્રેમ જીવન માટે દિવસ સારો રહેશે અને પ્રેમમાં વધારો થશે.

કર્ક રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. ખર્ચમાં અચાનક થતો વધારો તમને પરેશાન કરી દેશે. માનસિક તણાવ પણ વધશે અને સ્વાસ્થ્ય બગડી શકે છે. ઉધાર લેવાના યોગ બની રહ્યા છે, થોડી સાવચેતી રાખો. સંતાન માટે દિવસ સારો રહેશે અને દામ્પત્ય જીવનની દૃષ્ટિએ દિવસ સારો છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે, તેમણે આજે તણાવનો સામનો કરવો પડી શકે છે. નોકરીના સંબંધમાં તમારી મહેનત રંગ લાવશે.

સિંહ રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સામાન્ય રહેશે. કામમાં સફળતા મળશે અને તમારી આવકમાં વધારો થશે. તેનાથી તમારું મન હર્ષિત થશે. પ્રેમ જીવનમાં પણ સફળતા મળશે, પણ કોઈ અન્ય કારણે સંબંધમાં તણાવ વધી શકે છે. પોતાના વિરોધીઓ પર ભારે પડશો. કોર્ટ કચેરીમાં સફળતા મળશે. દામ્પત્ય જીવન જીવતા લોકોને આજે સારા પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ બનશે. વ્યાપારમાં સફળતા અપાવનારો દિવસ રહેશે. સ્વાસ્થય થોડું નબળું રહેશે.

કન્યા રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. તમે પોતાના પરિવાર પર ધ્યાન આપશો. પરિવારની જરૂરિયાતને સમજશો. ઘરેલુ ખર્ચ વધશે. કોઈ સંપત્તિ મળી શકે છે. દામ્પત્ય જીવનની દૃષ્ટિએ દિવસ નબળો છે. એક બીજા સાથે ઝગડો થવાથી સંભાવના વધશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ નબળો રહેશે. નોકરીના સંબંધમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારી સાખ વધશે. વ્યાપાર માટે દિવસ થોડો નબળો છે અને તમારું સ્વાસ્થ્ય પણ આજે નબળું રહેશે.

તુલા રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય રૂપથી ફળદાયક રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે. જીવનસાથીની સમજદારી વધશે. જે લોકો પ્રેમ જીવનમાં છે, તેમને આજે ઘણી ખુશી મળશે. પરસ્પર વાતો કરીને મન હલકું કરશો. પરિવારમાં તણાવ વધશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. કામના સંબંધમાં તમારે વધારે મહેનત કરવી પડશે. યાત્રા માટે દિવસ સારો નથી.

વૃશ્ચિક રાશિ :

તમારા માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આવકમાં થોડો વધારો થવાથી મન હલકું રહેશે. પરિવારમાં તણાવ વધશે. કોઈ વાતને લઈને ઊંડી ચર્ચા-વિચારણા થશે. છતાં પણ તમે પરિવારનો સાથ આપશો. દામ્પત્ય જીવનમાં તણાવ જોવા મળશે. જીવનસાથીને કારણે ખર્ચ કરવો પડશે. પ્રેમ જીવનના સંબંધમાં દિવસ નબળો છે. નોકરીની સ્થિતિ નબળી થઈ શકે છે અને તમે નોકરી બદલવા વિષે વિચાર કરશો. આજે વ્યાપાર પણ થોડો નબળો રહેશે.

ધનુ રાશિ :

તમારા માટે આજનો દિવસ સામાન્ય ફળદાયક રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. તમે બીમાર પડી શકો છો. મનમાં ઘણા બધા કામ એક સાથે ચાલશે જેથી કામોમાં સફળતા મળવામાં વિલંબ થશે. પરિવારમાં વાતાવરણ ગરમ રહેશે જેના પર ધ્યાન આપવું જરૂરી રહેશે. પ્રેમ જીવનની દૃષ્ટિએ દિવસ સારો છે, પ્રેમ વધશે પણ દામ્પત્ય જીવનની દૃષ્ટિએ દિવસ થોડો નબળો રહી શકે છે. કોઈ પ્રકારનો ઝગડો થઈ શકે છે. કામના સંબંધમાં તમારે બીજાને સાથે રાખીને આગળ વધવું પડશે, ત્યારે જ સફળ પરિણામ મળશે. પરિવારના કોઈ વૃદ્ધની તબિયત બગડી શકે છે.

મકર રાશિ :

તમારા માટે આજનો દિવસ થોડો સામાન્ય ફળદાયક રહેશે. ખર્ચમાં ઘણો વધારો થશે જેના પર નિયંત્રણ રાખવું તમારા વશની બહાર હશે, આથી પરેશાન થઈ શકો છો. આવકમાં ઘટાડો રહેશે. પરિવારના લોકો તમારો સાથ આપશે. પરિવારમાં પ્રેમ વધશે જેથી તમારું આત્મબળ વધશે. નોકરીના સંબંધમાં તમને સારા પરિણામ મળશે. તમે પોતાના કામને સારી રીતે પુરા કરી શકશો. પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય રહેશે. દામ્પત્ય જીવનમાં થોડો ઘણો તણાવ થઈ શકે છે, પણ તમે પોતાના વિરોધીઓથી સાવધાન રહો.

કુંભ રાશિ :

તમારા માટે આજનો દિવસ ઘણો સારો રહેશે. ઘણી જગ્યા પરથી આવક થશે. તમારા પ્રેમ જીવનમાં ઉતારચઢાવની સ્થિતિ રહેશે અને તમારા પ્રિય વ્યક્તિ ક્યારેક ગુસ્સે થશે તો ક્યારેક માની જશે, જેથી દિવસ સામાન્ય રહેશે. દામ્પત્ય જીવનમાં આજનો દિવસ સારો રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય નબળું થવાથી બીમાર પાડવાના યોગ બનશે. યાત્રા શાંતિ પૂર્ણ રહેશે. કામના સંબંધમાં સારા પરિણામ મળશે. વ્યાપાર પણ પૈસા અપાવશે.

મીન રાશિ :

તમારા માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે પણ પરિવાર તરફથી તમને કોઈ મોટી ચિંતા થઈ શકે છે. પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. આવકમાં ધીરે ધીરે વધારો થશે. કામના સંબંધમાં તમારા પ્રયત્ન સાર્થક થશે. અમુક લોકોનો સાથ મેળવીને તમે પોતાના કામને ગતિ આપશો. વ્યાપાર માટે દિવસ થોડો નબળો છે. ખર્ચ પણ વધશે. પ્રેમ જીવન માટે દિવસ નબળો છે, પણ પરિણીત લોકો દામ્પત્ય જીવનમાં અમુક સારા પરિણામની આશા રાખી શકો છો.