આજે છે ઉત્પત્તિ એકાદશી, ભગવાન વિષ્ણુ આ 7 રાશિઓને આપવા જઈ રહ્યા છે મોક્ષનો આશીર્વાદ

મેષ રાશિ :

આજે તમે ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપીને દિવસની શરૂઆત કરો. પોતાના પ્રિય વ્યક્તિ સાથે જરૂરી સમય પસાર કરવાની સંભાવના છે. પારિવારિક ગતિવિધિઓ ઝડપી થશે. યાત્રા તમારા માટે લાભકારી હશે. તમને તમારા મિત્રોનો સહયોગ સમય સમય પર મળતો રહેશે. પ્રયત્નોથી સમસ્યા ઉકેલી લેશો. તમારી આવકમાં વૃદ્ધિની સાથે નોકરી વ્યવસાય પણ અનુકૂળ રહેશે. તમારી અમુક લોકો મુલાકાત થઈ શકે છે, જેનાથી તમને પૈસા કમાવાના નવા વિચાર મળી શકે છે.

વૃષભ રાશિ :

આજે યાત્રા કરવી તમારા માટે આનંદદાયક રહેશે. સામાજિક રૂપથી તમારી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા વધી શકે છે. મનમાં ઉત્સાહનો સંચાર થશે, જેથી આખો દિવસ સમય આનંદ પૂર્વક પસાર થશે. યાત્રા કરતા સમયે વાહન સાવધાની પૂર્વક ચલાવો. ઘર પરિવારના બધા સભ્યોની ખુશીઓ વધશે. તમારું કોઈ ખાસ કામ સમય પર પૂરું થઈ જશે. ઉત્પત્તિ એકદશીના દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ કરીને શુદ્ધ જળથી સ્નાન કરો. ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળશે.

મિથુન રાશિ :

જીવનસાથી સાથે તમારા સંબંધ વધારે મધુર થશે. તમારું ધ્યાન પોતાના લક્ષ્ય પર બની રહેશે. નવા પરિચિત અથવા નવીન સોદા ચિંતાનું કારણ બની શકે છે. કોઈ તમારા માટે આર્થિક રૂપથી સમસ્યા ઉભી કરી શકે છે. આસપાસ અને સાથી લોકોમાં તમારી સારી છબી બનશે. કોઈ ખાસ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે તમે તત્પર રહેશો. વાહન, મશીનરી અને અગ્નિ વગેરેના પ્રયોગમાં બેદરકારી ન કરો. સવારના સમયે પતિ પત્ની સંયુક્ત રૂપથી શ્રીકૃષ્ણની ઉપાસના કરો.

કર્ક રાશિ :

આજે વિષ્ણુજીને ધૂપ અને દીવો પ્રગટાવીને કંકુ અને ચોખા ચડાવો. પરિવાર અને મિત્રોના સહયોગને કારણે મનમાં પ્રસન્નતા રહેશે. તમારા માટે કોઈ પ્રિયજનની સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. તમને તમારા જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. પાછળના દિવસોમાં ચાલી રહેલી કોઈ મોટી ડીલ નક્કી થઈ જવાથી ખુશી થશે. તમારો કોઈ મિત્ર પોતાના પરિવાર સાથે તમારા ઘરે આવી શકે છે. પૈસા ખર્ચ કરવામાં તમે ઘણી ચતુરાઈથી કામ લેશો.

સિંહ રાશિ :

આજે સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. સ્વાસ્થ્યને લઈને બેદરકારી ન કરો. આજનો દિવસ તમારા માંથી ઘણા લોકો માટે વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે. તણાવથી બચવા માટે મધુર સંગીતનો સહારો લો. આજે તમે સમય અને તકનો ફાયદો ઉઠાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશો અને જુના નુકશાનને ફાયદામાં બદલવાનો પ્રયત્ન પણ કરશો. કોર્ટ કચેરી અને સરકારી કાર્યાલયોમાં લંબાયેલા કામ અનુકૂળ થશે. આજે ગરીબ અને જરૂરિયાતમંદોને યથાશક્તિ દાન આપો, ભગવાન વિષ્ણુ તમને આશીર્વાદ આપશે.

કન્યા રાશિ :

આજે તમને કોઈ જરૂરી કામમાં સફળતા મળી શકે છે. એનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. શત્રુ, ચિંતાનો ભાર, પ્રબળથી પ્રબળ વિરોધીઓના હોવા છતાં અંતમાં દરેક જગ્યાએ વિજય વિભૂતિ સફળતા પ્રાપ્ત થશે. આર્થિક રૂપથી દિવસ તમારા માટે લાભકારી રહેવાનો છે. આજે તમારી મહેનતનો લાભ તમને જરૂર મળશે. ડૂબેલી રકમ તમને મળી શકે છે, વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. કુંવારા લોકો માટે નવા પ્રેમ સંબંધ બની શકે છે.

તુલા રાશિ :

વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે. શાસન સત્તાથી કષ્ટ મળી શકે છે. કોઈ એવું આચરણ ન કરી જેનાથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય. આર્થિક સમસ્યાઓએ તમારી રચનાત્મક વિચારવાની ક્ષમતાને બેકાર કરી દીધી છે. પોતાના રહસ્ય કોઈ સાથે શેયર ન કરો. આજે તમારે ફાલતુ વિવાદોથી દૂર રહેવા પ્રત્યન કરવા પડશે. વ્યસ્તતાને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ધૈર્ય રાખો. તમને નિયમિત કામકાજથી અમુક સમય માટે છુટકારો મળી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આજે કારોબારમાં વૃદ્ધિ થશે અને લાભમાં વધારો થશે. દુષ્ટજનોથી સાવધાન રહો, તેઓ નુકશાન પહોંચાડી શકે છે. કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા કોઈ મોટા વ્યક્તિ સાથે વાત થઈ શકે છે અથવા મુલાકાત થવાના પણ યોગ બની રહ્યા છે. કોઈ રોમાન્ટિક જગ્યા પર જતા પહેલા પોતાના જીવનસાથીની સલાહ લેવી તમારા માટે સારું રહેશે. કૂતરાને રોટલી ખવડાવો, તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે. કામમાં જરા પણ બેદરકારી મોંઘી સાબિત થશે.તમારું ધ્યાન કોઈ દૂરના સ્થાન પર વધારે રહેશે.

ધનુ રાશિ :

આજે ઘરે મહેમાનોનું આવવું દિવસને ઉત્તમ અને ખુશનુમા બનાવી દેશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. તમારી સામાજિક છબીમાં વિકાસ થશે. નવું કામ શરુ કરવા માટે સમય તમારા માટે અનુકૂળ છે. કોઈ કાર્ય પૂરું થવાથી તમારા પ્રભાવમાં વધારો થશે. તમે તમારી ભાવનાઓને લઈને કોઈ વિચાર કરી શકો છો. ચલ અથવા અચલ સંપત્તિમાં વૃદ્ધિ થશે. જો પોતે કોઈ પ્રતિયોગિતામાં શામેલ થઈ રહ્યા છો, તો સારો સમય છે. સફળતા મળવાના સારા સંકેત છે.

મકર રાશિ :

આજે આર્થિક બાબતોમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા એના પર વિચાર જરૂર કરો. બીજા પર વધારે ભરોસો તમને મુશ્કેલીમાં નાખી શકે છે. શત્રુઓ સાથે તમારી મિત્રતા થશે. મિત્રો અને પરિવાર સાથે મજેદાર સમય પસાર થશે. આ રાશિના કારોબારીઓને મોટો ફાયદો થઈ શકે છે. આજે જે કોઈ નિર્જળ સંકલ્પ લઈને ઉત્પત્તિ એકાદશીનું વ્રત રાખે છે એને મોક્ષ અને ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ થશે.

કુંભ રાશિ :

કામકાજમાં અડચણ આવવાથી આજે તમારો મૂડ ખરાબ થઈ શકે છે. શરીર અને મનથી આજે તમે તાજગી અનુભવશો. માતાની સંપત્તિના પક્ષમાં કાનૂની મુદ્દા થોડી ગતિ પ્રાપ્ત કરી શકે છે. વ્યાપારમાં સ્થિતિ સામાન્ય રહેશે. બદલાતી ઋતુથી પોતાને બચાવવા જરૂરી રહેશે. ગૃહ કાર્યોમાં વ્યસ્ત થઈ શકો છો. રાજનૈતિક મહત્વકાંક્ષાની પૂર્તિ થશે, પણ વાહન ચલાવતા સમયે સાવધાની રાખો. કોઈ ધનહાનિ થઈ શકે છે, સાવધાની રાખો. રોજગાર પ્રાપ્તિના ભરપૂર પ્રયત્ન કરો.

મીન રાશિ :

આજે તમારો શત્રુ નબળો રહેશે. કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાથી બચો. વ્યવસાયિક પ્રગતિ માટે આજનો દિવસ સારો છે. નોકરી કરતા લોકો પ્રમોશન મેળવી શકે છે. ખોટી સંગત અને સ્વાર્થી લોકોથી દૂર રહો એમાં તમારી ભલાઈ છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. નવો કોન્ટ્રાકટ તમારા માટે હિતકારી હશે. શિક્ષણના ક્ષેત્રમાં ચાલી રહેલ પ્રત્યન ફળ આપશે. આજે તમે તમારી જીવનશૈલીમાં પરિવર્તન કરવા વિષે વિચારી શકો છો. બીમારીઓથી પીડિત લોકોને રાહત મળશે.