આજે છે ભૌમવતી અમાસ, આ 9 રાશિઓ પર પ્રસન્ન થશે પિતૃ અને મળશે પિતૃ દોષથી મુક્તિ

મેષ રાશિ :

આજે તમે પરિવારના લોકોને બધી સુખ સુવિધા આપશો. તણાવ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. પરિવારના કોઈ મોટાની સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે. કોઈ ધાર્મિક સ્થાનની યાત્રા તમારા જીવનમાં મોટું પરિવર્તન અને સકારાત્મક વિચાર લાવશે. શૈક્ષણિક કામોમાં માન-સમ્માનમાં વધારો થશે. મિત્રોનો સહયોગ મળશે. તમે નવા વિચારોથી પરિપૂર્ણ રહેશો અને તમે જે કામોને કરવાનું પસંદ કરશો તે તમને આશા કરતા વધારે ફાયદો આપશે.

વૃષભ રાશિ :

રોકાણ કરવા અને અનુમાનના આધાર પર પૈસા લગાવવાના હિસાબે દિવસ સારો નથી. ખર્ચ વધારે રહેશે, પણ આવક સીમિત રહેશે. માનસિક તણાવોને પોતાના પર હાવી ન થવા દો. સ્વાભિમાનને ઈજા પહોંચી શકે છે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રાખો. લેખન વગેરે બૌદ્ધિક કામોમાં માન-સમ્માન વઘશે. બૌદ્ધિક કામો માટે યાત્રા પર પણ જવું પડી શકે છે. પોતાના પરિવારને પૂરતો સમય આપો. અમાસના દિવસે તમે ‘ॐ पितृभ्य: नम:’ મંત્રનો જાપ કરો.

મિથુન રાશિ :

આજે ભાઈ-બહેનો સાથે વિવાદની સ્થિતિ બની શકે છે. તમે પોતાને ઉર્જાથી ભરપૂર અનુભવશો અને પોતાના બધા મહત્વપૂર્ણ કામ પુરા કરવા પ્રયત્ન કરશો. પરિવારનો સંપૂર્ણ સાથ મળશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અવિચારી નિર્ણયથી ગેરસમજણ ન થાય એનું ધ્યાન રાખવું. પિતૃનું ધ્યાન કરતા પીપળાના ઝાડ પર ગંગાજળ, કાળા તલ, પાણી તથા પુષ્પ અર્પણ કરો.

કર્ક રાશિ :

કર્ક રાશિવાળા લોકો માટે આજનો દિવસ કષ્ટ પૂર્ણ રહેવાની સંભાવના છે. અનેક ચિંતાઓ સતાવશે, વિવાદ અને વિરોધથી બચો. આર્થિક સફળતાનાં સારા યોગ બન્યા છે. સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રોમાં કામ કરવા વાળા લોકો માટે આ સમય અનુકૂળ છે. કામકાજમાં થોડી મુશ્કેલી પછી તમને દિવસમાં કાંઈક સારું જોવા મળી શકે છે. પત્ની અને પુત્ર તરફથી લાભકારક સમાચાર મળશે. આજના દિવસે ગરીબ લોકોને ભોજન ખવડાવો. એવું કરવાથી તમારા પિતૃ શાંત થશે.

સિંહ રાશિ :

આજે તમારી બધી પરશાની ખતમ થઈ જશે. તમને તમારા પારિવારિક જીવનમાં સોનેરી પળ મળશે. તમારામાં ઉર્જાનો સંચાર રહેશે, પણ તમારે એનો સાચી દિશામાં ઉપયોગ કરવો પડશે. તમારા પરિવારમાં ખુશીઓ આવશે. આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો. છતાં પણ અતિ ઉત્સાહી થવાથી બચો. લાંબા અંતરના રોકાણથી બચો, અને પોતાના મિત્રો સાથે બહાર કોઈ ખુશીના પણ પસાર કરો. ‘ॐ पितृभ्य: नम:’ મંત્રનો 108 વાર જાપ કરો, પિતૃ પ્રસન્ન થશે.

કન્યા રાશિ :

ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક ફાયદાકારક દિવસ તરફ લઈ જશે. તમને ઘણા સમયથી ચાલી રહેલી બીમારીથી છુટકારો મળી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને એવી ભાષાનો પ્રયોગ કરવાથી બચો જેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે. આર્થીક પ્રગતિની સાથે માનસિક અને ભૌતિક ઉત્થાન થશે. પોતાના પ્રેમ પ્રસંગ વિષે આમતેમ વધારે વાતો ન કરો. બાળકો પર હાથ ન ઉઠાવો અને એમને ખિજાવું નહિ. ઘરમાં મહેમાનોનું આગમન થશે.

તુલા રાશિ :

આજે ફાલતુ વિવાદમાં પડવાથી તમારા પૈસા અને સમય બરબાદ થઈ શકે છે. જો કોઈ પરીક્ષા અથવા પ્રતિયોગિતાના માધ્યમથી નોકરીની શોધ કરી રહ્યા છો, તો પ્રયત્ન શરૂ રાખો, સફળતા તમારી હશે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતા સમયે પોતાના શબ્દોને ધ્યાનથી પસંદ કરો. આવકના નવા સ્ત્રોત મળી શકે છે. મિત્રોનો સાથ પ્રાપ્ત થશે. પરેશાન લોકોને પણ રાહત મળી શકે છે. દક્ષિણાભિમુખ થઈને પિતૃઓ માટે પિતૃ તર્પણ કરો.

વૃશ્ચિક રાશિ :

આજના દિવસે તમને રાહતનો અનુભવ થઈ શકે છે. કોઈ અણધારેલી પણ સુખદ ઘટના તમારા જીવનમાં બની શકે છે. તમારા મનમાં કોઈ નવી યોજના આવશે, જેને સફળ કરવામાં તમે સફળ રહેશો. મન થોડું વિચલિત રહી શકે છે. આજે મોટા ભાઈ અને પિતા સાથે વૈચારિક મતભેદ તથા અમુક કષ્ટ મળી શકે છે. જીવનસાથી સાથે તમે ક્યાંક ફરવાનો પ્લાન બનાવશો. એનાથી તમારા સંબંધ સારા બની રહેશે. કોઈ યાત્રાથી લાભ થશે.

ધનુ રાશિ :

આજે આળસ તમને ઘેરી શકે છે. ખર્ચ વધેલો રહી શકે છે. ચાલી રહેલા કામોમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચ અધિકારીઓ અથવા સમાજના ઉચ્ચ વર્ગના લોકો સાથે સંપર્ક વધશે. સ્નેહીજનો સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો સોનેરી અવસર છે. તમે પિતૃસૂક્ત તથા પિતૃસ્ત્રોતનો પાઠ કરો.

મકર રાશિ :

આજે તમારી નોકરીની શોધ પુરી થઈ શકે છે. તમને કોઈ સારી નોકરી મળી શકે છે. સકારાત્મક વલણ અપનાવવું તમારા માટે ફાયદાકારક રહેશે. માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે તમારા માટે ધ્યાનનો વિકલ્પ ઉત્તમ રહેશે. અચાનક મોટી માત્રામાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. આજે તમારી પોતાની વાણી પણ થોડી કઠોર થઈ શકે છે. યાત્રાઓ નિરર્થક અને થકાવી દે તેવી હશે. હિતશત્રુઓ પ્રત્યે સાવધાન રહો. જો કે મિત્રો, તરફથી ભરપૂર સહયોગ મળશે.

કુંભ રાશિ :

આજે એકલા લોકોને કોઈનો સાથ મળવાના સંકેત છે. આજે અચાનક ગુસ્સો આવશે પણ જલ્દી જ શાંત પણ થઈ જશે. ધનમાં વૃદ્ધિ માટે તમારામાંથી અમુક લોકો નવો વ્યવસાય શરૂ કરી શકે છે. કારોબાર અર્થે તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પિયર તરફથી લાભ થઈ શકે છે, અને સારા સમાચાર મળી શકે છે. ભરપૂર રચનાત્મકતા અને ઉત્સાહ તમને ફાયદાકારક દિવસ તરફ લઈ જશે.

મીન રાશિ :

આજે તમે કોઈ પણ પ્રકારનું ટેંશનના લો. સંપત્તિ સંબંધિત બાબતો તમારે સાવધાનીથી પુરા કરવાની જરૂર છે, અને આ સંબંધમાં તમારે મજબૂત પગલાં ભરવા જોઈએ. આજે મન મસ્તિષ્કને નિયંત્રિત રાખો. તમારા બધા બગડેલા કામ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી બની જશે. તમારા પર ઉચ્ચ અધિકારીની કૃપા દ્રષ્ટિ થશે અને તમારા વર્ચસ્વમાં વધારો થશે. આજે હનુમાન મંદિરમાં જઈને પૂજા કરો અને એક તેલનો દીવો પ્રગટાવો. એનાથી પિતૃ દોષ દૂર થશે.