આજે આ રાશિના લોકો માટે છે ધન પ્રાપ્તિના યોગ, પણ આમનો દિવસ રહેશે પડકાર ભર્યો.

મેષ રાશિ : આજે તમારો દિવસ સારો રહેશે. લોકો તમારાથી ઘણા પ્રભાવિત થશે. અમુક નવા લોકો પાસેથી શુભ કામમાં મદદ મળી શકે છે. ઓફિસમાં તમારા કામની ઘણી પ્રશંસા થશે. બોસ પણ તમારાથી ઘણા ખુશ રહેશે. તમને નવા કામની જવાબદારી મળી શકે છે, જેને પુરી કરવામાં આજથી જ મંડી પડશો. બ્રાહ્મણને પગે પડીને આશીર્વાદ લો, તમારો દિવસ સારો જશે.

વૃષભ રાશિ : ભાગ્યોદયનો સમય છે. પોતાની સંપૂર્ણ મહેનત સાથે પોતાના કામમાં લાગી જાવ, સફળ થશો. કાર્યસ્થળ પર વારંવાર મશીન ખરાબ થવાથી પરેશાન રહેશો. મશીનની જગ્યા બદલી નાખો સમાધાન થઈ જશે. લવ લાઈફમાં નવા વળાંક આવવાના છે. પ્રેમિકા સાથે સારું વર્તન રાખવાથી સંબંધોમાં મધુરતા આવશે.

મિથુન રાશિ : તંદુરસ્ત રહેવા માટે સ્વાસ્થ્યવર્ધક ખોરાક ખાવ. પરિવારમાં બધાને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન કરશો. કોઈ ફ્લેટ અથવા એપાર્ટમેન્ટને બુક કરવા માટે દિવસ સારો છે. આજના દિવસે તમારા બધા પ્લાન સારી રીતે પુરા થશે. પોતાના સાથીની નિર્દોષતાથી પ્રભાવિત થશો. આજે સવારથી જ તમારી અંદર નવી શક્તિ અને ઉર્જાનો સંચાર થશે, સંઘર્ષ સાથે સફળતા અને ધન પ્રાપ્તિના યોગ છે.

કર્ક રાશિ : આજનો દિવસ ઠીક-ઠાક રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ બની રહેશે. તમારા મનમાં નવા નવા વિચાર આવશે, જેથી નવા કામોની યોજના બનાવશો. આ રાશિના વૃદ્ધ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. નિયમિત મોર્નિંગ વોક કરતા રહો, સ્વાસ્થ્ય સારું બની રહેશે. કોઈ કામમાં થોડી વધારે મહેનત થઈ શકે છે. કારોબારમાં સતર્ક રહેવાથી ફાયદાના યોગ છે. ચકલી માટે રોટલીનો ચુરમો નાખો, તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ : સારી સફળતા માટે કાર્યયોજનામાં પરિવર્તન લાવો. પોતાની પદ્ધતિને બદલો. પરિવારમાં બહેનોના લગ્નની ચિંતા રહેશે. કપાસિયા તેલ અને લોખંડના વ્યાપાર સાથે જોડાયેલા લોકોને નુકશાન થઈ શકે છે. ભણતરમાં સફળ થવા માટે પોતાને પ્રોત્સાહિત કરો. પ્રેમ સંબંધો પર ધ્યાન આપવાની જરૂર છે. વાહન ચલાવતા સમયે ગતિનું ધ્યાન રાખો. કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ના કરો.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકોનો દિવસ સામાન્ય રહેશે. ફક્ત પૈસા રોકવામાં જ ન લાગ્યા રહો. જવાબદારી પણ પુરી કરો. સમય ન હોવાને કારણે આજે પણ જરૂરી કામ નહિ થાય. નોકરીમાં ટ્રાન્સફર થશે. દરેક જગ્યા પર અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે. સરકારી કામો વિઘ્ન વગર પુરા થશે. મિત્રોની મદદથી આજે કોઈ અટકેલું કામ બની શકે છે.

તુલા રાશિ : દિવસ સારો છે. સકારાત્મક રહેવાથી લાભ, પ્રતિસ્થા મળશે. આજે કરવામાં આવેલા કામોથી ભવિષ્યમાં લાભ થશે. દાંતોનું ધ્યાન રાખો. ડાયાબિટીસ વાળા લોકો ચિકિત્સકની સલાહ જરૂર માને. પ્રેમિકાને કોઈ રોમાન્ટિક સ્થળની યાત્રા કરાવી શકો છો. લગ્ન જીવનમાં કોઈ નવો નિર્ણય લેવાથી બચો. કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક રાશિ : લવ લાઈફમાં ચાલી રહેલ પરસ્પર વિવાદ પુરા થશે. લગ્ન જીવનમાં સાથી સાથે મધુરતા બની રહેવાની છે. પાર્ટનર નજીક આવવાના છે. પ્રેમી કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. ધર્મ કર્મમાં રુચિ વધશે. આર્થિક પક્ષ મજબૂત થશે. સમ્માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવી ટેક્નોલોજીના પ્રયોગથી લાભ થશે.

ધનુ રાશિ : આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. કલાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે. કોઈ કામમાં મિત્રોની સલાહ લેવી હિતકારી રહેશે. આજે તમારા અંદાજથી અમુક લોકો પ્રભાવિત થશે. પરિવાર સાથે સમય પસાર કરશો, તો તમને ખુશીના અવસર મળશે. આજે કોઈ ઉચ્ચ પદ વાળા વ્યક્તિની મદદ મળી શકે છે. આજના દિવસે ભાઈ-બહેન સાથે મંદિરમાં થોડો સમય પસાર કરો, તમારું મન ખુશીઓથી ભરાયેલું રહેશે.

મકર રાશિ : ગ્રહ નક્ષત્ર કહે છે કે આજે દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે, ઘરથી લઈને કાર્યાલય સુધી, વિદ્યાર્થીઓથી લઈને વ્યાપારીઓ સુધી દરેકને લાભ મળશે. તમને મિત્રોનો સાથ મળશે. આજે સામાજિક કાર્યક્રમની સાથે ભજન-કીર્તનમાં મન લાગશે. લગ્ન જીવન માટે કોઈ નિર્ણય લેવાથી બચો. પરણેલા લોકોને પત્નીની વાતોથી કષ્ટ પહોંચી શકે છે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોનો દિવસ શાનદાર રહેશે. આજે કાર્યક્ષેત્રમાં પોતાની જવાબદારીઓને સમજો. ગુસ્સો કરવાથી કાંઈ પ્રાપ્ત નહિ થાય. મોટાનો અનુભવ તમને લાભ આપશે. કોઈની મજાક ના ઉડાવો. નિંદા ના કરો. આ રાશિના લવમેટ આજે કોઈ સારી જગ્યાએ ફરવાનો પ્લાન બનાવી શકે છે.

મીન રાશિ : આજનો દિવસ સંબંધોને નબળા કરનારો સાબિત થઈ શકે છે. વાહન ધ્યાનથી ચલાવો. ચડતા-ઉતરતા સમયે ધ્યાન રાખવાની જરૂર છે. ૐ રુદ્રાય નમઃ નો જાપ કરતા શિવલિંગનો અભિષેક કરો. પારિવારિક જીવનમાં પરસ્પર સંબંધ મજબૂત થશે. લગ્ન જીવનમાં કોઈ વાતને લઈને પત્ની સાથે મનમોટપ થશે. ઘન બચાવવામાં સફળ થશો. સંતાન સુખની પ્રાપ્તિ થશે.