ધનતેરસના દિવસે બની રહ્યો છે સિદ્ધિ યોગ, માં લક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓની ચમકી જશે કિસ્મત

મેષ રાશિ :

આજે તમે રાજનૈતિક ગતિવિધિઓ પ્રત્યે આકર્ષિત થશો. રચનાત્મક કાર્ય સફળ રહેશે. સંગીત વગેરેમાં રુચિ રહેશે. ઈર્ષ્યાળુ વ્યક્તિઓથી સાવધાન રહેજો. આજના દિવસે પરિવાર તરફથી તમને કોઈ નવી જવાબદારીઓ પણ આપવામાં આવી શકે છે. વ્યવસાયનો વિસ્તાર કરવા માટે આ સમય સારો છે. પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે પ્રેમભરેલી ક્ષણો પસાર કરશો. એક બીજાને ઉપહાર આપવા માટે સમય અનુકૂળ છે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના હેતુથી આ ધનતેરસ પર ચાંદીના વાસણ ખરીદો.

વૃષભ રાશિ :

આજે ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. કાર્ય વ્યાપારમાં સફળતાનાં સંકેત છે. આજે ભાગ્ય તમારો સાથ આપશે. પહેલા તમારી સામે આવવા વાળી મુશ્કેલીઓ હવે ગાયબ થઈ જશે અને રોકાયેલા કામ પણ પ્રગતિ કરશે. નવા લોકો સાથે મિલન મુલાકાતમાં રુચિ રહેશે. બેન્કિંગ તથા મીડિયા ફિલ્ડના લોકો સફળતા પ્રાપ્ત કરશે. આજે ધનનો વ્યય થશે. લવ લાઈફમાં આજે વિવાહનો પ્રસ્તાવ ફાઈનલ થઈ શકે છે. તમારે ટેંશન લેવાથી બચવું જોઈએ.

મિથુન રાશિ :

વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. એમને સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે. આર્થિક રૂપથી તમે સુરક્ષિત થશો અને તમે સંપત્તિ અથવા વાહનમાં પણ રોકાણ કરી શકો છો. વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરો. લાભના અવસર પ્રાપ્ત થશે. દુષ્ટજનોથી અંતર બનાવી રાખજો. ગરીબોમાં ધાબળાનું દાન કરો. લવ લાઈફ સારી રહેશે. આજે અમુક કામોમાં તમને વધારે સમય લાગી શકે છે.

કર્ક રાશિ :

ધનતેરસના દિવસે તમે કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો. જો તમે કોઈ નવો વ્યાપાર શરુ કરવા માંગો છો, તો આ દિવસ તમારા માટે ઘણો ખાસ રહેશે. વ્યાપારમાં પ્રગતિ થશે અને તમને કોઈ નવી ડીલ પણ મળી શકે છે. જો તમારી પાસે કોઈ વિદેશી સંપર્ક છે, તો નિકાસ અને આયાતના ક્ષેત્રમાં તમારો વિકાસ નક્કી છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. જો તમે કોઈ નવું આભૂષણ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ચાંદીનું કે પછી હીરાનું આભૂષણ શુભ રહેશે.

સિંહ રાશિ :

દૈનિક કાર્યોમાં થોડો અવરોધ આવશે. વાહન દુર્ઘટનાથી સાચવીને રહો. ધનના આગમનથી પ્રસન્ન રહેશો. રાજનૈતિક સફળતાની પ્રાપ્તિથી ખુશ રહેશો. આવકના નવા સ્ત્રોત બનશે. લવ લાઈફમાં આજે હર્ષિત રહેશો. ભાગ્યવૃદ્ધિના પ્રયત્નો સફળ રહેશે. કોઈ મનોરંજક યાત્રાનું આયોજન થઈ શકે છે. કોઈ આનંદોત્સવમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. વધારે પરિશ્રમ કર્યા પછી અધીકારીઓ સાથે વાદ-વિવાદમાં ન પડતા.

કન્યા રાશિ :

આજે નવા કામ મળી શકે છે, પ્રત્યન કરો. મિત્રો તથા સંબંધીઓની મદદ કરી શકશો. જો તમે પરિણામની ચિંતા કર્યા વગર મહેનત કરશો તો સફળતા તમારી સાથે હશે. તમે વ્યસ્ત રહેશો અને ગતિશીલ યોજનાઓને જરૂરથી પુરી કરશો. જો કોઈ પરીક્ષા અથવા પ્રતિયોગિતાના માધ્યમથી નોકરીની શોધ કરી રહ્યા છો, તો પ્રયત્ન ચાલુ રાખજો, તમને સફળતા જરૂર મળશે. ધનતેરસ પર જો ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે કાંસાનું વાસણ લેવું સારું રહેશે.

તુલા રાશિ :

આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ખાસ કરીને નોકરી કરતા લોકોને ધનતેરસ પર સારો લાભ મળવાના યોગ બની રહ્યા છે. સહયોગી અને સહકર્મી તમારી વાત સરળતાથી સમજી નહિ શકે. વિદ્યાર્થીઓ શિક્ષણ અને પ્રતિયોગિતામાં પ્રગતિ કરશે. આઇટી અને બેન્કિંગ ફિલ્ડના લોકો આજે સંઘર્ષ પછી જ પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી શકશે. વ્યક્તિગત સંબંધ મજબૂત થશે અને તમે જયારે ઈચ્છો ત્યારે પોતાના સાથીનો સહયોગ પ્રાપ્ત કરી શકશો. તમે પોતાને સાચા સાબિત કરવામાં સફળ રહેશો.

વૃશ્ચિક રાશિ :

આજે સ્વજનો સાથે સારો તાલમેલ બની રહેશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ મળશે. તમારા પ્રયત્નો હવે તમને ફળ આપશે અને કોઈ કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. તમે એક નવી ભાગીદારી અથવા એસોશિએશનમાં પ્રવેશ કરી શકો છો. જોબમાં સફળતા પ્રાપ્ત થશે. આજનો દિવસ શુભ છે. ધનના આગમનની સંભાવના રહેશે. લવ લાઈફ સારી રહેશે. માનસિક પરેશાનીઓમાં કોઈ કમી આવી શકે છે. નવા લોકો સાથે સંપર્ક બનશે. પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે.

ધનુ રાશિ :

આજે તમારા વિલંબમાં પડેલા કાર્ય પુરા થઈ શકે છે. પ્રસ્તાવોને સમર્થન અને સ્વીકૃતિ મળી શકે છે. આજે ધનના વ્યયની સંભાવના રહેશે. રાજનીતિજ્ઞો માટે આજનો દિવસ સારો છે. આઈટી તથા માર્કેટિંગ ફિલ્ડના લોકોને જોબમાં સફળતા મળવાથી મન ખુશ રહેશે. તમારી ખુશ મિજાજ તમારા આત્મવિશ્વાસમાં વધારાની ચાવી સાબિત થશે. કોઈ જૂનો રોગ ઉભરી શકે છે. કોઈ પોતાના વ્યક્તિ સાથે બોલાચાલી થવાની શકયતા છે. સ્વાભિમાનને ઈજા પહોંચી શકે છે.

મકર રાશિ :

આજે માનસિક મૂંઝવણો પરેશાન કરી શકે છે. નવા નવા મિત્રો બનાવવાની આશા છે. વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે અને એમને સારા પરિણામ પણ મળશે. જો તમે પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવા માંગો છો, તો આ સમયનો વધારે લાભ ઉઠાવો અને ઉચિત પગલાં ભરો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન અથવા સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. આંખોમાં દુઃખાવો થવાથી પરેશાની થઈ શકે છે. તમને બિઝનેસના ક્ષેત્રમાં અમુક લોકોની મદદ મળશે.

કુંભ રાશિ :

આજે નકામી યાત્રાથી બચો. ધનની બાબતમાં સતર્ક રહેવું. લાંબા સમયથી જોયેલા સપના હવે જઈને પુરા થઈ શકે છે. તમારા જુના પ્રવાસ હવે ફળ આપશે. આજના દિવસે વ્યવસાયના એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરી શકો છો. પૈસા રોકવા માટે આજનો દિવસ જરાપણ યોગ્ય નથી. તમે અમુક નવા વિચારો સાથે પોતાનું ખાસ કામ શરુ કરી શકો છો. દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે.

મીન રાશિ :

આજે મિત્રો ભરપૂર સાથ આપશે. યુવાઓને નવા રોજગાર મળશે. તમારો નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે તમે પોતાના નાણાકીય કૌશલ્યનું પ્રદર્શન કરશો અને કમિશનના માધ્યમથી થોડી કમાણી પણ કરી શકાય છે. ઘનનો વ્યય થઈ શકે છે. આજે સંઘર્ષ પછી સફળતા મળશે. બેન્કિંગ અને મીડિયા ફિલ્ડના લોકો નવી સર્વિસમાં જવાની યોજના બનાવશે. લોકોનું ધ્યાન તમારી તરફ રહેશે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે સારો દિવસ છે.