ગુરુવારે આ 4 રાશિઓવાળા રહે સાવધાન, આમના ગ્રહ – નક્ષત્ર છે પ્રતિકૂળ.

મેષ રાશિ :

ખર્ચ પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉતાવળમાં આવીને કોઈ ખોટું પગલું ન ભરો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. મહેનત પર વિશ્વાસ રાખો. ઘરમાં સુખ શાંતિ રહેશે. સંબંધોને સાચવવાનો પ્રયત્ન કરો.

વૃષભ રાશિ :

આજનો દિવસ પોતાના કામ પર સંપૂર્ણ ધ્યાન રહેશે. કામની સાથે સાથે પોતાના પરિવારને પણ સમજશો. વૃદ્ધો સાથે બેસીને સમય પસાર કરશો. માનસિક રૂપથી મજબૂત દેખાશો. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ જીવનમાં સુખદ પરિણામ મળશે અને ગૃહસ્થ જીવનમાં તણાવ વધી શકે છે.

મિથુન રાશિ :

ભાગ્યના સહારે બેસવાની આદતથી બહાર નીકળો અને હવે પોતાના પર વિશ્વાસ રાખીને કામ પર લાગી જાવ. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રોને મળવાનો અવસર મળશે. આવકમાં વધારો થશે. સંબંધોમાં થોડી મુશ્કેલી આવશે. પારિવારિક જીવનથી સંતોષ મળશે.

કર્ક રાશિ :

બપોર સુધી માનસિક તણાવ હાવી રહેશે. ત્યારબાદ દિલ ખુશ થઈ જશે. કામના સંબંધમાં ઘણા સારા પરિણામ મળશે. તમારી પકડ મજબૂત થશે અને કોઈ સારા સમાચાર સાંભળવાથી ખુશી વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના સંબંધોને સાચવીને પોતાના ખાસ લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. આજનો દિવસ આવક માટે સારો રહેશે.

સિંહ રાશિ :

બપોર સુધી સ્થિતિઓ ઘણી સારી રહેશે. આજે દિલથી ખુશ થશો અને દરેક કામમાં આગળ વધીને યોગદાન આપશો, પણ બપોર પછી કોઈ વાતને લઈને ચિંતા વધી શકે છે. પૈસાનો નકામો ઉપયોગ થશે, જેનાથી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આવક ઠીક-ઠાક રહેશે. વિરોધીઓ પર ભારે પડશો.

કન્યા રાશિ :

માનસિક તણાવમાંથી બહાર આવવા માટે બપોર સુધીનો સમય લાગી જશે. ત્યારબાદ પોતાના વ્યાપારને આગળ વધારશો. કંઈક નવું કરવાનું વિચારશો. કામના સંબંધમાં દિવસ ઘણો તેજ ગતિએ ચાલશે અને કઠિન સમસ્યાઓને પણ ઉકેલી લેશો. સંબંધોમાં પ્રેમ વધશે અને પરિવારનો સહયોગ મળશે.

તુલા રાશિ :

સંતાન સાથે જોડાણ અનુભવશો. બપોર પછી થોડા ખર્ચ થશે. નોકરી પર ધ્યાન આપશો જેમાં કામમાં સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળશે. આવકમાં વધારો થશે. સંબંધોમાં પ્રેમ વધશે. પારિવારિક જીવનમાં થોડી નિરાશા આવી શકે છે.

વૃશ્ચિક રાશિ :

અંદરથી ખુશ રહેશો. પરિવારનો સાથ મળશે. ઘરવાળા સાથે મળીને કંઈક નવું કરવાનું વિચારશો. બપોર પછી સંતાન સાથે ઘણા ભાવુક થઈને વાત કરશો અને પોતાના મનની વાત તેમને જણાવશો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો આજે ઘણા રોમાન્ટિક અને ક્રિએટિવ રહેશે. કામના સંબંધમાં આજનો દિવસ તમારા હાથમાં છે, તેનો સદુપયોગ કરો.

ધનુ રાશિ :

સ્વાસ્થ્ય મજબૂત રહેશે, જેથી કામોમાં હાથ અજમાવશો અને સફળતા મેળવશો. મન મજબૂત રહેશે. બુદ્ધિનો સાથ મળશે. કામોમાં સફળતા મળતી જશે. ભાગ્ય પ્રબળ થશે. આવક ઓછી રહેશે. અમુક નકામા રોકાણથી પૈસાનો વ્યય થઈ શકે છે, એટલા માટે સાવચેત રહો. સંબંધોમાં તણાવ વધી શકે છે, સાવધાની રાખો.

મકર રાશિ :

માનસિક રૂપથી ખુશ રહેશો. ગૃહસ્થ જીવનમાં પ્રેમ વધશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાને ભાગ્યશાળી સમજશે અને પોતાના પ્રિય વ્યક્તિની દિલની વાત કહેશે. કાયદાકીય બાબતમાં ફસાવાથી બચવાનો પ્રયત્ન કરો. કામના સંબંધમાં દિવસ સારો રહેશે.

કુંભ રાશિ :

આજના દિવસે પોતાના પર વિશ્વાસ વધશે. આવકમાં વધારો થશે જેથી આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. સંબંધોમાં પ્રેમ વધશે. જીવનસાથી પોતાનો હક જમાવશે. કામના સંબંધમાં દિવસ સારો રહેશે. મહેનતના સારા પરિણામ મળશે. ખર્ચ થવાના યોગ બનશે. વિરોધીઓ સાવધાન રહે.

મીન રાશિ :

ખર્ચમાં તેજી થવાથી તણાવ વધશે, પણ કામ માટે મગજ અને વિચાર બંને તમારા પક્ષમાં રહેશે. આવક પણ ઠીક-ઠાક રહેશે. સંબંધોમાં પ્રેમ વધશે. જીવનસાથી તરફથી મોટા કામની વાત સાંભળવા મળશે. વ્યાપાર માટે દિવસ પ્રગતિશીલ છે. સ્વાસ્થ્ય સારું રહેશે.