આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

મેષ રાશિ : ઘણા દિવસોથી કાર્યમાં આવી રહેલી અડચણો દુર થશે. નોકરીમાં પ્રમોશન અને માન-સમ્માનમાં વૃદ્ધિના પણ યોગ બનશે. વિદ્યાર્થીઓ અથવા પ્રતિયોગિતામાં બેસવા વાળા માટે પણ ગુરુનું માર્ગી થવું શુભ સંકેત આપે છે. વ્યવસાયના ક્ષેત્રમાં તમને લાભ, માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની ચિંતા કરીને નકામો તણાવ ના લો. આજે તમારો શુભ અંક 3 છે. શુભ રંગ લાલ છે.

વૃષભ રાશિ : આજનો દિવસ સારો રહેશે. તમે તમારી આવક વધારી શકો છો. આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેશો. ધન ભાવ પર ગુરુની દ્રષ્ટિના શુભ પ્રભાવ સ્વરૂપ કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરશો. પોતાના સંબંધોને પણ થોડો સમય આપો અને આ દરમિયાન પોતાની ઉર્જાનો પ્રયોગ પોતાના ભલા માટે કરો. વધારે કામના બોજથી થાક અને કંટાળો અનુભવાશે.

મિથુન રાશિ : લગ્ન સંબંધિત વાતચીત પણ સફળ રહેશે. પોતાના કરિયરમાં જે કાંઈ ઈચ્છો છો, તે બધું તમને મળશે. કેંદ્ર અથવા રાજ્ય સરકારની મોટી સંસ્થાઓમાં નોકરી માટે અરજી કરવી ઉત્તમ રહેશે. તમારી આંખોમાં દુઃખાવાની સમસ્યા થઈ શકે છે, એટલા માટે આંખોને સારી રીતે ધુવો અને વધુ સમય માટે ઊંઘવાનો પ્રયત્ન કરો. આવકના સાધન પણ વધશે. ચૂંટણી સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેવા ઈચ્છી રહ્યા છો, તો પરિણામ સુખદ રહેશે. ઈશ્વરની આરાધના, જાપ અને આધ્યાત્મિકતા તમને શાંતિનો અનુભવ કરાવશે.

કર્ક રાશિ : દરેક સમયે સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતિત રહેવું પડશે. લેવડ-દેવડની બાબતમાં સાવચેત રહો. તમે પોતાના પાર્ટનર સાથે બેસીને તે બધા મુદ્દા ઉકેલી લો જે છેલ્લા થોડા સમયથી બંનેને પરેશાન કરતા આવી રહ્યા છે. ધનની પ્રાપ્તિ થઈ શકે છે, પણ ખર્ચ કરવાથી બચો. ઉચ્ચઅધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખો. વિદેશ યાત્રા અથવા વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરવી પણ સફળ રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમની અનુભૂતિ થશે. ભાગીદારીમાં લાભ થશે.

સિંહ રાશિ : શિક્ષણના ક્ષેત્રમાં અણધારી સફળતા મળશે. પગારમાં વધારો થશે. કોઈ પણ પ્રકારની પ્રતિયોગિતામાં બેસવું હોય અથવા નોકરીમાં નવા કરાર પર હસ્તાક્ષર કરવા હોય, તો તે દ્રષ્ટિએ સમય વધારે અનુકૂળ છે. દૈનિક કામોમાં થોડો અવરોધ આવશે. નવા દંપતી માટે સંતાન પ્રાપ્તિ અને વિકાસના પણ યોગ છે.

કન્યા રાશિ : મિત્રો તથા સંબંધીઓ સાથે પણ મધુર સંબંધ બનશે. ઘણા દિવસોથી અટકેલું કામ પૂરું થશે. વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે સમય સારો છે. પેટ સંબંધી બીમારીઓની ફરિયાદ રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી આવશે, આકસ્મિક ધન ખર્ચ આવી શકે છે. રાજ્ય સરકાર સાથે જોડાયેલા કામ પુરા થશે. જે લોકો તમને નીચા દેખાડવાના પ્રયત્નમાં લાગેલા હતા તે તમારી મદદ માટે આગળ આવશે.

તુલા રાશિ : તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામની પ્રશંસા થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ધર્મ સંબંધી કામોમાં તમારી રુચિ વધશે. વિદેશી નાગરિકતા માટે અરજી કરવી પણ સફળ રહેશે. આજે તમે પોતાના કામોને ઝડપથી પુરા કરવામાં ઘણા વધારે સક્ષમ છો. યાત્રા માટે વર્તમાન સમય અનુકૂળ નથી. કૌટુંબિક અને જમીન-મિલ્કત સાથે સંબંધિત ચર્ચાઓમાં સાવચેતી રાખવાની જરૂર છે.

વૃશ્ચિક રાશિ : આર્થિક પક્ષ મજબૂત થશે. કોઈ મોંઘી વસ્તુની ખરીદી કરશો. વાહન વગેરેની ખરીદી કરવા ઈચ્છી રહ્યા છો તો અવસર અનુકૂળ છે. ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને સારો પ્રસ્તાવ મળી શકે છે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓ તરફથી મળી રહેલા સુખદ સમાચારોથી મન પ્રસન્ન રહેશે. નાની યાત્રા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

ધનુ રાશિ : ઘણા દિવસોથી કોઈ માનસિક તણાવ રહ્યો છે તો તે આજે દૂર થશે. શત્રુ પરાજિત થશે અને કોર્ટ કચેરીની બાબતમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત છે. પોતાની આવક અને ખર્ચ વચ્ચે એક સંતુલન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો. તમે પોતાની આવક વધારવા માટે એક બીજી નોકરીની શોધ શરૂ કરી શકો છો. દૂર રહેતા મિત્ર અથવા સ્નેહીજનોના સમાચાર અથવા સંદેશ તમારા માટે લાભદાયક સાબિત થશે.

મકર રાશિ : તમારો ખર્ચ વધી જશે. વાહન સાવચેતીથી ચલાવો અને દુર્ઘટનાથી બચો, તેમજ નકામા વિવાદથી દૂર રહો. ધર્મ કર્મની બાબતમાં વધારે ખર્ચ કરશો. જરૂરિયાત મંદ લોકોની મદદ માટે હંમેશા આગળ રહેશો, જેના ફળ સ્વરૂપ સમાજમાં માન-સમ્માન વધશે. મિત્રો અને સ્નેહીજનો સાથે મુલાકાત થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. વૈવાહિક જીવનમાં સુખ-સંતોષનો અનુભવ થશે.

કુંભ રાશિ : કામ અને વ્યાપારમાં પ્રગતિ થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે મધુર સંબંધ બનાવી રાખો. વિદ્યાર્થીઓ અને પ્રતિયોગિતામાં બેસવાવાળા માટે સમય વધારે અનુકૂળ રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. એવું ન થાય કે કોઈનું ભલું કરવામાં તમારી મુશ્કેલી વધી જાય. તમે પોતાના પાર્ટનર સાથે એક શાંત સમયનો આનંદ લઇ શકશો.

મીન રાશિ : કાર્ય-વ્યાપારમાં આજનો દિવસ પ્રગતિના સંકેત આપી રહ્યો છે. કોઈ પણ પ્રકારનું નવું સરકારી ટેંડર પ્રાપ્ત કરવું હોય તો અવસર વધારે અનુકૂળ રહેશે. મિત્રો તથા સંબંધીઓના સહયોગના યોગ છે. માંગલિક અવસરોમાં જવાનું થશે. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો.