શુક્રવારનો સૂરજ તમારા માટે લઈને આવી રહ્યો છે નવું અજવાળું વાંચો.

મેષ રાશિ : આજે શિક્ષણના ક્ષેત્રમાં તમારી પ્રગતિ થશે. આ રાશિના વિદ્યાર્થીઓ જો કોઈ નવા કોર્સમાં એડમિશન લેવા ઈચ્છી રહ્યા છે, તો આજનો દિવસ શુભ છે. તમને કારોબારમાં ધનલાભ થશે. સોસાઈટીમાં તમારું માન-સમ્માન વધશે. બીજાની જરૂરિયાતને પુરી કરવાનો પ્રયત્ન કરશો. બોસ તમારા પ્રદર્શનથી ખુશ થઈને તમને કોઈ સારું એવું ગિફ્ટ આપશે. સૂર્યદેવને નમસ્કાર કરો, તમારો દિવસ ઉત્તમ રહેશે.

વૃષભ રાશિ : આજે દૈનિક આવક મધ્યમ રહેશે. પેટમાં દુઃખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. વ્યક્તિગત ખર્ચ વધારે રહેવાનો છે. વાદ-વિવાદથી બચવાનો પ્રયત્ન કરો. જીવનસાથી અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેવાની છે.

મિથુન રાશિ : પારિવારિક મુદ્દાને પરિવારમાં જ ઉકેલી લેવાનો પ્રયત્ન કરો. કોઈ પ્રોપર્ટીની ખરીદીને લઈને મૂંઝવણ અનુભવી શકો છો. ભણતરમાં આપવામાં આવેલ કોઈ અસાઈન્મેન્ટ સરળતાથી પૂરું કરી લેશો. મજાકમાં કહેવામાં આવેલી કોઈ વાતથી તમારા સાથી નારાજ થઈ શકે છે.

કર્ક રાશિ : આજે સાંજે તમે ઘરે પાર્ટીનો પ્લાન બનાવશો. કોઈ કામમાં ભાગદોડને કારણે તમને થોડો થાક અનુભવાશે. સંતાન સાથે વિવાદ થવાથી શક્યતા બની રહી છે, પણ જીવનસાથી સાથે તમારા સંબંધ ઠીક રહેશે. ચકલીને દાણા ખવડાવો, તમારી બધી મુશ્કેલીનું નિવારણ થશે.

સિંહ રાશિ : આજે તમે પોતાના વ્યવહારથી બીજાને પ્રસન્ન રાખવાના છો. આર્થિક દૃષ્ટિએ જીવન સારું રહેશે. કોઈ કારણસર યાત્રા પર જઈ શકો છો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આજે નકારાત્મક વિચારથી દૂર રહેવું તમારા માટે લાભદાયક સાબિત થશે.

કન્યા રાશિ : કાર્યક્ષેત્ર પર કોઈ કામને પૂરું કરી સંતોષ અનુભવશો. પરિવારમાં કોઈ સમસ્યા ઉભી થઈ શકે છે. લોનથી પ્રોપર્ટી ખરીદવી મુશ્કેલી ભર્યું હોઈ શકે છે. ભણવામાં વધારે મહેનતની જરૂર છે. એક બીજા પ્રત્યેના પ્રેમથી સંબંધ મજબૂત થશે.

તુલા રાશિ : મિત્રો સાથે સંબંધોમાં સુધારો આવશે. ભૌતિક સુખ સાધનોમાં વધારો થશે. તળેલી-શેકેલી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. ભવિષ્યને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન સફળ થઈ શકે છે. બહારના કોઈ વ્યક્તિને તમારી વાત ખરાબ લાગી શકે છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો, તમારી સાથે બધું સારું થશે.

વૃશ્ચિક રાશિ : આજે તમારું પારિવારિક જીવન સુખદ રહેશે. વ્યાપારમાં આર્થિક લાભના યોગ છે. જેના લગ્ન થયા નથી તેમના માટે લગ્નના યોગ બની રહ્યા છે. સંતાનથી લાભ થઈ શકે છે. મિત્રો સાથે કોઈ રોમાન્ટિક જગ્યા પર ફરવા જઈ શકો છો.

ધનુ રાશિ : કાર્યક્ષેત્ર પર લોકો સાથે તાલમેલ બેસાડીને ચાલવું સારું રહેશે. પરિવારમાં પ્રેમ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે. વિદેશ જવામાં કોઈ સમસ્યા થઈ શકે છે. પૈતૃક સંપત્તિની વહેંચણીને લઈને સંતુષ્ટ રહેશો. રોમાંસ માટે દિવસ સારો છે.

મકર રાશિ : આજે તમે પોતાનો સમય મનોરંજન તથા મિલન-મુલાકાતમાં પસાર કરશો. મિત્રો સાથે ફરવા જશો. વિપરીત લિંગીય મિત્રો સાથે સારો સમય પસાર થશે. ધન લાભના પ્રબળ યોગ છે. તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે. ભાગીદારીથી લાભ થશે. સાર્વજનિક જીવનમાં માન-સમ્માન વધશે. કાર્યોમાં સફળતા સાથે સ્વાસ્થ્ય પણ બની રહેશે.

કુંભ રાશિ : દિવસની શરૂઆત સામાન્ય રહેશે. સૂર્ય ચડવાની સાથે જ કામની વ્યસ્તતા પણ વધશે. કાર્યક્ષેત્રમાં જવાબદારી વધી શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકો છો. ધન લાભના અવસર મળશે. અચાનક મળેલી કોઈ શુભ સૂચનાથી મન પ્રસન્ન થશે.

મીન રાશિ : કારોબારમાં ફાયદા માટે બહાર જવું પડી શકે છે. વ્યાપારિક ક્ષેત્રમાં માન-સમ્માનની પ્રાપ્તિ થશે. સંતાનની પ્રગતિથી માનસિક પ્રસન્નતા થશે. કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે.