શુક્રવારના દિવસે શું કહે છે તમારું ભાગ્ય, વાંચો દૈનિક રાશિફળ.

મેષ રાશિ :

દિવસની શરૂઆત સારી થશે. કામને લઈને આત્મવિશ્વાસથી ભરાયેલા રહેશો. પૂજા પાઠમાં મન લાગશે. કોઈ મંદિરમાં જઈને ઈશ્વરના દર્શન કરશો. ઘરમાં સુખ શાંતિ રહેશે. ખર્ચ વધશે. માનસિક તણાવ વધી શકે છે. વિરોધીઓથી સતર્ક રહો.

વૃષભ રાશિ :

તમારા સપનાઓ પુરા કરવાની ઈચ્છા મનમાં જન્મ લેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી ગરમ મગજથી વાત કરી શકે છે. પરિવારમાં તણાવ વધશે. કામને લઈને તમને સારા પરિણામ મળશે. મનમાં મિત્રોને મળવાની ઈચ્છા જાગશે. પ્રેમ જીવન ખુશનુમા રહેશે.

મિથુન રાશિ :

કામ પર ધ્યાન રહેશે. પરિવારને પણ સમય આપશો. બંને વચ્ચે બેલેન્સ બનાવવામાં સફળતા મળશે. ગૃહસ્થ જીવનમાં તાલમેલ સારો રહેશે. પોતાને સૌથી સારા સમજવાનો પ્રયત્ન ન કરો, પણ બધા સાથે સારું વર્તન કરો. સ્વાસ્થ્ય બગડી શકે છે. ઘરમાં સુખ મળશે.

કર્ક રાશિ :

ભાગ્યના સહારે દિવસની શરૂઆત કરશો. અમુક ખર્ચ સામે આવશે જે અચાનકથી ધ્યાન આકર્ષિત કરશે. કામને લઈને કોઈ ચિંતા નહિ થાય. કામમાં સુધારો આવશે. ગૃહસ્થ જીવન હોય કે પ્રેમ જીવન બંનેમાં આજનો દિવસ સારા પરિણામ લઈને આવશે.

સિંહ રાશિ :

કોઈ વાતને લઈને પોતાના પર તણાવ અનુભવશો. તેની અસર કામ પર પણ પડશે, જેથી કામમાં ગડબડ થવાના યોગ બની શકે છે. પોતાની ઈચ્છાઓને પુરી કરવા માટે ખોટા રસ્તા ના અપનાવો, નહિ તો પાછળથી પસ્તાવું પડી શકે છે. ખર્ચ રહેશે પણ આવક સારી થશે. સંતાનથી સુખ મળશે.

કન્યા રાશિ :

વ્યાપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો. નવા લોકો સાથે વાતચીત આગળ વધશે. ગૃહસ્થ જીવનમાં દિવસ ખુશીથી ભરાયેલો રહેશે. જીવનસાથીની ખુશીઓ માટે કોઈ સારું કામ કરશો. આવક સારી રહેશે. પોતાની બુદ્ધિના ઉપયોગથી કામોમાં સફળતા પ્રાપ્ત કરશો.

તુલા રાશિ :

કામનો બોજ મગજ પર પડશે જેથી માનસિક તણાવ વધશે. કામના સંબંધમાં કોઈ સાથે અન્ય વાત ના કરો. તમે કામથી કામ રાખો. આવક સારી રહેશે. સરકાર તરફથી લાભ મળી શકે છે. વ્યાપાર માટે દિવસ સારો છે. અંગત જીવનમાં થોડો તણાવ રહેશે.

વૃશ્ચિક રાશિ :

આજનો દિવસ બુદ્ધિમાં તાજગી લાવશે. કંઈક નવું વિચારવાનું મન થશે. પ્રેમ જીવન માટે નવી તાજગી ભરેલો દિવસ રહેશે. ઘણી વાતો કરશો. આવક સારી રહેશે દિલ ખુશ રહેશે. અંગત જીવન સારું રહેશે. પરિવારનો સહયોગ મળશે. કામના સંબંધમાં દિવસ તમારા હાથમાં છે.

ધનુ રાશિ :

આજનો દિવસ પરિવારવાળાનું દિલ જીતવાનો છે. તેની સાથે આખો દિવસ પસાર કરવાનું મન થશે. કામ પર પણ ધ્યાન આપશો અને પોતાની યોગ્યતાથી પોતાને સિદ્ધ કરશો. મનમાં વિચાર આવશે. બીજાની મદદ કરવાનું મન કરશે. ભાગ્યનો સાથ મળશે. આવક સારી રહેશે. અંગત જીવનમાં પણ ખુશી ભરેલા સમયનું આગમન થશે.

મકર રાશિ :

મિત્રો સાથે દિવસ પસાર કરવો સારો લાગશે. કોઈ ખાસ કામને લઈને તેમની સલાહ જરૂર લો. પૂજાપાઠ સાથે સંબંધિત કામો પર ખર્ચ થઈ શકે છે. માનસિક સ્થિતિ મજબૂત રહેશે. અંગત જીવનમાં પ્રેમ અને ખુશીનું વાતાવરણ રહેશે. જમીન મિલકતની બાબતોમાં દિવસ સારો રહેશે.

કુંભ રાશિ :

આજના દિવસને ધન પ્રાપ્તિમાં કઈ રીતે લગાવવામાં આવે, તે વાત પર મંથન કરશો. ખર્ચ તો રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે છતાં પણ આવક સારી થશે. મોટા વૃદ્ધોના આશીર્વાદ મળશે જેથી કામોમાં સફળતા મળશે. ગૃહસ્થ જીવન માટે દિવસ તણાવથી ભરેલો રહી શકે છે, પણ પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો દિવસનો આનંદ લેશે.

મીન રાશિ :

પોતાના પર ધ્યાન આપશો. મનમાં ગજબનો આત્મવિશ્વાસ હશે. ચહેરા પર હાસ્ય રહેશે. અંગત જીવનમાં ખુશી ભરેલો દિવસ રહેશે. તમે ભલે પરિણીત હોવ કે કોઈને પ્રેમ કરતા હોવ, આજનો દિવસ તમારા માટે સારો છે. કામના સંબંધમાં થોડી સાવચેતી રાખીને પોતાનું કામ કરો. પોતાની નબળાઈ કોઈને ના જણાવો. આવક સારી હશે.