વર્ષ 2022 માં રાહુની દશા બગાડશે આ લોકોના ખેલ, મચાવશે જીવનમાં ઉથલ પાથલ.

રાહુને કારણે આ રાશિવાળાએ 2022 માં કરવો પડશે ખરાબ સમયનો સામનો, જાણો તમારી રાશિ તો આમાં નથી ને.

2021 જલ્દી જ પૂરું થવાનું છે અને નવું વર્ષ શરુ થવાનું છે. દરેક વ્યક્તિ નવા વર્ષના ઉત્સવની તૈયારીમાં જોડાયેલા છે. આ બધા વચ્ચે લોકો આવનારા સમય વિષે જાણવાનું ભૂલી જાય છે. અને રાહુ એક એવો ગ્રહ છે જે લોકોના જીવન પર ઘણી અસર કરે છે. તેના ખરાબ પ્રભાવની અસરથી વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલા માટે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, આવનારા વર્ષમાં રાહુની કઈ રાશિ ઉપર કેવી અસર રહેશે.

મેષ રાશિ : એપ્રિલ 2022 માં રાહુ મેષ રાશિની લગ્ન રાશિના બીજા ગૃહમાં ગોચર કરશે. તેથી આ રાશિના લોકોના જીવનમાં ઉથલ પાથલ જળવાઈ રહેશે. આ સમય દરમિયાન મેષ રાશિવાળા કોઈ પણ પ્રકારના રોકાણ સમજી વિચારીને જ કરે. ખાસ કરીને ખાનગી સંપત્તિમાં રોકાણ કરવાથી તો દુર જ રહો.

વૃષભ રાશિ : વૃષભ રાશિ વાળા માટે રાહુ લગ્ન રાશિમાં રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી ચેતો, કેમ કે રાહુ માનસિક રીતે કન્ફયુઝ કરી દે છે. તેથી શું સાચું છે અને શું ખોટું, તેનો નિર્ણય લઇ શકવામાં મુશ્કેલી આવી જાય છે. આ દરમિયાન લોકો ઉપર વધુ વિશ્વાસ પણ ન દેખાડશો. એપ્રિલ માસમાં રાહુ બારમાં ગૃહમાં ગોચર કરવાનો છે, તેનાથી તમારા ખર્ચમાં ઘણો વધારો થઇ શકે છે.

કર્ક રાશિ : કર્ક રાશિ વાળા માટે વર્ષ 2022 માં રાહુ તમારા દસમાં ગૃહમાં પ્રવેશ કરવાનો છે. તેથી તે તમારી નોકરી પર અસર કરી શકે છે. આ દરમિયાન કોઈની સાથે પણ વિવાદ કરવાથી બચો. જો તમે તમારી નોકરી બદલવા વિષે વિચારી રહ્યા છો, તો ઘણું સમજી વિચારીને નિર્ણય લો. સરકારી નોકરી વાળાને ટ્રાંસફર મળવાની સંભાવના છે.

કન્યા રાશિ : રાહુ વર્ષ 2022 ની શરુઆતમાં જ કન્યા રાશિના નવમાં ગૃહમાં ગોચર કરવાનો છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોના મનમાં દરેક વખતે શંકાની સ્થિતિ જળવાઈ રહેશે. માનસિક રીતે પરેશાન થવાને કારણે વાદ વિવાદની સ્થિતિ ઉભી થઇ શકે છે. તેના થોડા સમય પછી રાહુ આઠમાં ગૃહમાં ભ્રમણ કરી જશે. આ સમય દરમિયાન તમારે તમારા આરોગ્ય સાથે જોડાયેલી તકલીફોનો સામનો કરવો પડશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના લોકો માટે 2022 ની શરુઆતમાં રાહુ સાતમાં ગૃહમાં રહેવાના છે. તેથી તમારે તમારા જીવનસાથી સાથે મતભેદ થઇ શકે છે. તમારા મગજમાં શંકા ઉભી થઇ શકે છે. તેથી કોઈ પણ પ્રકારના નિર્ણય લેતા પહેલા વડીલ સાથે ચર્ચા જરૂર કરી લો. આ સમય દરમિયાન તમારા જીવનસાથી લગ્નના સંબંધમાંથી બહાર જઈ શકે છે, કે પછી કોઈ ત્રીજા વ્યક્તિ તરફ આકર્ષિત થઇ શકે છે.

ધનુ રાશિ : નવા વર્ષની શરુઆત સાથે જ રાહુ ધનુ રાશિના છઠ્ઠા ગૃહમાં ગોચર કરવાનો છે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં થોડા કાયદાકીય મુદ્દા આવી શકે છે. અને જે વ્યક્તિ ભૂતકાળમાં આ મુદ્દાઓનો સામનો કરી રહ્યા હતા, તેમને તેમાંથી રાહત મળી શકે છે, કારણ કે આ સમયગાળામાં નિર્ણય તેમના પક્ષમાં આવી શકે છે અને સમસ્યાનો ઉકેલ થઇ શકે છે. તેવામાં તમારે ખુબ જ સાવચેત રહેવાની જરૂર છે. એપ્રિલમાં રાહુ પાંચમા ગૃહમાં ગોચર કરશે. તેથી માનસિક રીતે ઘણા પ્રકારની સમસ્યાઓ વેઠવી પડશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.