રસ્તા પર દેખાયો ‘બાહુબલીનો ભલ્લાલદેવ’, આખલાને સેકેંડમાં ચટાવી દીધી ધૂળ.

તમે ચર્ચિત અને લોકપ્રિય ફિલ્મ બાહુબલી તો જરૂર જોઈ હશે અને તમને તે સીન પણ યાદ હશે, જેમાં બાહુબલીનો શક્તિશાળી ભાઈ ભલ્લાલદેવ એક ગુસ્સામાં આવેલ આખલા સાથે લડતા તેને ઉઠાવીને ફેંકી દે છે. હવે આ હકીકતમાં પણ થયું છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક માણસ ફક્ત શિંગળા પકડીને એક આખલાને ધૂળ ચટાવી નાખે છે.

તમે વિડીયો કે ફોટોમાં સાફ જોઈ શકો છો કે કેવી રીતે સામાન્ય કદકાઠી વાળો એક માણસ આખલાના શિંગળા પકડીને તેની સાથે લડી રહ્યો છે અને ખુબ જ શક્તિશાળી આખલા તેની સાથે લાચાર છે.

તે વ્યક્તિ આખલાના શિંગળા પકડીને તેને પાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ આખલો પણ પોતાની પુરી શક્તિથી તે માણસને પાઠ ભણાવવા માંગતો હતો પરંતુ તે વ્યક્તિના મજબૂત પકડથી તે છૂટી શક્યો નહિ.

થોડી વાર જોર લગાવ્યા પછી તે વ્યક્તિ છેવટે આખલાને જમીન પર પટકી નાખે છે. હવે આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેના પછી લોકો તે વ્યક્તિને લઈને અલગ અલગ પ્રકારના કમેન્ટ કરી રહ્યા છે. મોટાભાગના લોકો તેને ‘ભલ્લાલદેવ’ જણાવી રહ્યા છે.

પણ આ વિડીયો ક્યા શહેરનો છે અને આખલાને હરાવવા વાળો આ માણસ કોણ છે તે હજુ ખબર પડી નહિ પરંતુ આ વિડીયો લોકોને ખુબ મનોરંજન કરી રહ્યો છે તમે પણ જુઓ આ વિડીયો :

सड़क पर दिखा 'बाहुबली का भल्लालदेव', सांड को सेकेंड में चटा दी धूल

Posted by Bollywood Ka Khabari on Friday, November 15, 2019