ખુબ ઝડપથી ધનવાન બનાવે છે, રસ્તા પર પડેલા સિક્કાનું મળવું.

ક્યારે ક્યારે ઘણી વખત આપણને અચાનકથી ધન લાભ થઇ જાય છે. તે સમયે આપણા આનંદનો પાર નથી રહેતો. જયારે આપણે વિચાર્યુ ન હોય અને ક્યાંકથી અટકેલા પૈસા અચાનકથી મળી જાય કે, કોઈ ઉધાર આપેલા પૈસા પાછા આપી દે તે પણ એવા માણસ જેની પાસેથી પૈસા પાછા આવવાની આશા જ ન હોય. અને આ બધું આપણા નસીબ સાથે જોડાયેલું હોય છે.

ક્યારેક ક્યારેક આપણું નસીબ આપણી ઉપર એટલું મહેરબાન હોય છે કે, આપણે રસ્તે ચાલતા હોય ત્યારે અચાનકથી થોડા પૈસા મળી જાય છે. આજે આ લેખમાં અમે રસ્તા પર ચાલતા મળેલા પૈસાને લઇને થોડી વાતો જણાવી રહ્યા છીએ. જો ઘનનો અર્થ કાઢવામાં આવે તો કદાચ ધન શક્તિ અને સત્તા સાથે જોડાયેલું માનવામાં આવે છે. આમ તો એવું માનવામાં આવે છે કે જેની પાસે ધન, સત્તા છે તો શક્તિ પણ તેની પાસે હોય છે.

ચીનમાં રસ્તા ઉપર ચાલતા હોવ ત્યારે મળતા ધનને ઉર્જા સાથે જોડવામાં આવે છે. અને રોડ ઉપરથી મળેલા સિક્કાને ચીની લોકો દ્વારા ગુડલકનું પ્રતિક માનવામાં આવે છે. એવી રીતે આપણા દેશમાં ધનનો સંબંધ દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. તેવામાં ક્યારેક રોડ ઉપર સિક્કો પડેલો મળે, તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઇ છે.

ઘણા લોકોનું માનવું છે કે જો રોડ ઉપર પડેલા સિક્કા મળે છે, તો તેનો અર્થ છે કે આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપી રહ્યા છે, કે તે આપણાથી ખુશ છે. પોતાની કૃપા આપણા સુધી પહોંચાડવા માટે તેમણે આપણને આ પ્રતિક આપ્યું છે.

ઘણા લોકો રસ્તામાં મળેલા સિક્કાને પોતાના પર્સનલ ખર્ચ માટે ઉપયોગમાં લઇ લે છે, તો ઘણા લોકો આ પૈસાને ધાર્મિક કામ માટે ઉપયોગમાં લે છે. ઘણા લોકો એ પૈસાથી કોઈ ગરીબને ખાવાનું ખવરાવી દે છે. તેવામાં ઘણા લોકો આ પૈસાને કોઈ કપડામાં બાંધીને સાચવીને રાખે છે. અને આ શુભ સંકેત તમારા સારા સમયનો સૂચક હોય છે. એવું માનવામાં આવે છે કે, તમને આવો સંકેત મળે તો સમજી લેવું કે હવે તમારા ભાગ્ય ખુલવાના છે અને તમે ધનવાન બનવાના છો.

અમારા તરફથી રજુ કરવામાં આવેલો આજનો આ આર્ટીકલ તમને જરૂર પસંદ પડ્યો જ હશે, એવી અમને આશા છે. તો તમે આ આર્ટીકલને તમારા મિત્રો, સગા સંબંધિઓ તથા અન્ય લોકો સાથે જરૂર શેર કરશો. જેથી તેઓ પણ તેના વિષે જાણકારી મેળવી શકે, અને આમાં રજુ કરવામાં આવેલી માહિતીને જરૂર પડ્યે પોતાના જીવનમાં ઉપયોગમાં લઇ શકે. અને આપના તરફથી અમોને આવો જ સહકાર મળતો રહેવાથી, અમે અમારા તરફથી પણ આવા અવનવા આર્ટીકલ તમને આપવા અને એના વિષે માહિતગાર કરવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. નમસ્કાર અને જયહિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.