પોતાની દાદીની ખુબ જ નજીક હતા રતન ટાટા, આજે પણ તેમની આપેલી શીખનું કરે છે પાલન

ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું નામ દુનિયાના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં આવે છે. ટાટા ગ્રુપ આજે જે ઊંચાઈ ઉપર છે તેની પાછળ રતન ટાટાનો જ હાથ છે. રતન ટાટા પોતાની સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાની દાદીને આપે છે. રતન ટાટાના જણાવ્યા મુજબ તેમની દાદીને કારણે જ આજે તે આ સ્થાન ઉપર પહોચી શક્યા છે. રતન ટાટાનું બાળપણ સામાન્ય બાળકોની જેમ ન હતું. માતા પિતાના છૂટાછેડા પછી રતન ટાટાને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અને આ મુશ્કેલીઓનો સામનો કરવા માટે રતન ટાટાને તેમના દાદીએ હિંમત આપી હતી.

૮૨ વર્ષના રતન ટાટાના જણાવ્યા મુજબ જયારે તેમની માં એ બીજા લગ્ન કર્યા હતા, તો તે સમયે સ્કુલના બીજા છોકરા તેને ઘણું બધું સંભળાવતા હતા. પરંતુ તેમણે ક્યારે પણ સ્કુલના બાળકોની વાતો ઉપર ધ્યાન ન આપ્યું. રતન ટાટા પોતાની દાદીની ઘણા નજીક હતા. રતન ટાટાના જણાવ્યા મુજબ તેમની દાદીએ તેમને એક શિખામણ આપી હતી. જેનું અનુસરણ તે આજે પણ કરે છે. તેમની દાદીએ તેમને કહ્યું હતું કે, દરેક હાલતમાં પોતાની મર્યાદા જાળવી રાખે અને હાલમાં પણ રતન ટાટા પોતાની દાદીની જણાવેલી આ વાતનું અનુસરણ કરે છે.

સોશિયલ મીડિયા આધારિત હ્યુમન ઓફ બોમ્બેએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં રતન ટાટા સાથે જોડાયેલી આ તમામ વાતો લખી છે. હ્યુમન ઓફ બોમ્બેના જણાવ્યા મુજબ બીજા વિશ્વ યુ ધપછી રતન ટાટાની દાદી તેમને અને તેમના ભાઈને ઉનાળાની રજાઓ પસાર કરવા માટે લંડન લઈને ગયા હતા.

લંડનમાં તેમની દાદીએ તેમને અને તેમના ભાઈને એક શિખામણ આપી હતી અને કહ્યું હતું કે, પોતાની મર્યાદા જાળવી રાખવા માટે શાંત રહેવું જોઈએ. દાદીની જણાવેલી આ વાત આજે પણ રતન ટાટાને યાદ છે, અને આજે પણ દાદીની આ શિખામણ ઉપર ચાલવાનો પ્રયાસ કરે છે.

પિતા સાથે હતા મતભેદ :

રતન ટાટાએ પોતાના પિતા નવલ ટાટા સાથે જોડાયેલી યાદો શેયર કરતા જણાવ્યું કે, તેમના પિતા સાથે તેમના સંબંધ એક સમયે ઘણા તકલીફો ભરેલા હતા, અને તેમની વિચારસરણી પોતાના પિતાથી ઘણી જ અલગ હતી. રતન ટાટાના જણાવ્યા મુજબ એ કહેવું અઘરું છે કે, અમારા બંનેમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું? અમારા લોકોની વિચારસરણી ઘણી જ અલગ હતી.

હું વાયોલીન વગાડતા શીખવા માંગતો હતો, પરંતુ મારા પિતા પિયાનો ઉપર ભાર આપતા હતા. હું એક અમેરિકી કોલેજમાં જવા માંગતો હતો પરંતુ મારા પિતાએ બ્રિટીશ કોલેજ ઉપર ભાર આપ્યો. આવી રીતે મારું સપનું આર્કીટેક્ચર બનવાનું હતું, પરંતુ પિતા ઇચ્છતા હતા કે હું એન્જીનીયરનો અભ્યાસ કરું.

થતા થતા રહી ગયા લગ્ન :

રતન ટાટાના જણાવ્યા મુજબ, જયારે તે અમેરિકામાં હતા ત્યારે એક દિવસ તેમની દાદીનો ફોન આવ્યો અને તેમની દાદીએ તેમને ભારત આવવાનું કહ્યું. ખાસ કરીને તેમની દાદી તેમના લગ્ન કરાવવા માંગતા હતા. પરંતુ તે સમયે ભારત અને ચીનનું યુ ધચાલી રહ્યું હતું, જેના કારણે જ તે ભારત ન આવી શક્યા અને તે છોકરીના લગ્ન થઇ ગયા.

મજૂરો સાથે કર્યું કામ :

પોતાના પિતાનો વેપાર સંભાળતા પહેલા રતન ટાટાએ પોતાની કંપનીના મજૂરો સાથે કામ કર્યું હતું, જેથી તે એ સમજી શકે કે કંપની ઉભી કરવામાં કેટલી મહેનત પડે છે.

કમાણીનો ૬૫ ટકા ભાગ આપે છે દાન :

૨૮ ડીસેમ્બરના રોજ જન્મેલા રતન ટાટા પોતાની કંપનીની કમાણીના ૬૫ ટકા ભાગ દાન કરે છે અને ગરીબ લોકોની મદદ કરે છે. જેના કારણે જ તે દુનિયાના સૌથી પ્રસિદ્ધ વેપારીઓમાં ગણવામાં આવે છે.