રાત્રે સુવે છે 19 વર્ષની છોકરી, સવારે બની જાય છે માં, 45 મિનિટમાં થઇ ગયો બાળક.

મેડિકલ જગતમાં અત્યાર સુધી તમે ઘણા પ્રકારના કિસ્સા વિષે સાંભળ્યુ હશે. પણ આજે અમે તમને જે કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, તે ઘણો ચોંકાવનારો છે. ગર્ભાવસ્થા દરમ્યાનના તમે ઘણા કિસ્સા જોયા અને સાંભળ્યા હશે. પણ જે કિસ્સા વિષે અમે જણાવવા જઈ રહ્યા છીએ, એવો આજ પહેલા તમે ક્યારેય જોયો કે સાંભળ્યો નહિ હોય.

અહીંયા એક છોકરી રાત્રે ગર્ભવતી થઇ ગઈ અને બીજા દિવસે સવારે એની ડિલિવરી પણ થઇ ગઈ. તમને આ મજાક લાગી રહ્યું હશે, પણ એ છોકરી સાથે હકીકતમાં એવું થયું છે. એ છોકરીને પોતાને પણ નથી સમજાઈ રહ્યું કે, આખરે આવું કઈ રીતે થયું?

જણાવી દઈએ કે આ કિસ્સો બ્રિટનનો છે. અહીં 19 વર્ષની એક છોકરી જયારે ઉંઘીને ઉઠી તો અચાનક એનું બેબી બંમ્પ નીકળી આવ્યું. અને 45 મિનિટની અંદર જ એના બાળકનો જન્મ પણ થઇ ગયો. એમ્મલુઈસ લેગેટ નામની આ છોકરી એકદમ સામાન્ય હતી, પણ જયારે તે રાત્રે ઉંઘીને બીજા દિવસે ઉઠી તો એનું પેટ નીકળી આવ્યું હતું.

આ જોઈને લેગેટ હેરાન થઇ ગઈ અને એણે એના વિષે પોતાની માં અને દાદીને જણાવ્યું, તો એની દાદીએ એને તપાસીને કહ્યું કે તે ગર્ભવતી છે. લેગેટને એના ઘરવાળા તરત હોસ્પિટલ લઈને ગયા, પણ રસ્તામાં કારમાં જ લેગેટે બાળકને જન્મ આપી દીધો.

આ આખા કિસ્સામાં 45 મિનિટનો સમય પણ નહિ લાગ્યો. આ બધું એટલું જલ્દી થઇ ગયું કે લેગેટને એના પર વિશ્વાસ થઇ શક્યો નહિ. લેગેટ પણ જાણતી ન હતી કે છેવટે એની સાથે અચાનક એવું કઈ રીતે થયું. લેગેટને થોડા મહિનાઓથી પીરિયડ્સ આવી રહ્યા ન હતા. પણ લેગેટે એ બાબતે એવું વિચાર્યુ કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સને કારણે એને પીરિયડ્સ નથી આવી રહ્યા.

અને ચક્તિ કરનારી વાત એ છે કે, લેગેટને પ્રેગ્નેન્સી દરમ્યાન કોઈ પણ એવા લક્ષણ નહિ દેખાયા કે એને લાગે કે તે પ્રગ્નેન્ટ છે. એટલા માટે લેગેટે ક્યારેય પણ પ્રેગ્નેન્સી ટેસ્ટ નહિ કરાવ્યો.

લેગેટનું કહેવું છે કે, ડૉક્ટરો પણ મને સમજાવી શક્યા નહીં કે, મને બમ્પ પહેલા કેમ ન આવ્યો. તેઓએ મને કહ્યું કે, ગર્ભ મારા શરીરના નીચલા ભાગમાં (lower back) હોવો જોઈએ, અને તે ખૂબ જ સામાન્ય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.