રાતોરાત સ્ટાર બન્યા આ સામાન્ય લોકો, એક તો 6 સેકેંડના વિડીયોથી દુનિયાભરમાં છવાઈ

ઘણા લોકો નામ અને પૈસા કમાવા માટે આખું જીવન મહેનત કરે છે. અને ઘણા લોકો એવા પણ છે જે એક વિડીયો વાયરલ થવાથી રાતોરાત પ્રસિદ્ધ થઇ જાય છે. આ આખા વર્ષમાં તમે ઘણા એવા લોકો જોયા હશે જેનો વિડીયો વાયરલ થયા પછી તે સેલીબ્રીટી બની ગયા. હાલમાં તેના ઘણા બધા ફેંસ છે અને તે સારા પૈસા પણ કમાઈ રહ્યા છે. આવો વર્ષના અંતમાં એક નજર નાખીએ આ સોશિયલ મીડિયા સેનસેશન બનવાવાળા લોકો ઉપર.

રેલ્વે સ્ટેશન ઉપર બેસીને લતા મંગેશકર જેવું ગીત ગાવા વાળી રાનું મંડલ જોત જોતામાં પોપ્યુલર થઇ ગઈ. સ્ટેશન માંથી તેનો એક વિડીયો સામે આવ્યો, જે વાયરલ થઇ ગયો. તેમાં તે ‘એક પ્યાર કાં નગ્મા હે’ ગીત ગાતા જોવા મળી રહી હતી. ફેંસે તેનો આ વિડીયો ઘણો પસંદ કર્યો. ત્યારપછી તેના ઘણા વિડીયો પણ સામે આવ્યા. રાનુંનો વિડીયો બોલીવુડ સેલીબ્રીટીઝ સુધી પહોચ્યો. તેને હિમેશ રેશમિયાએ રીયાલીટી શો ‘સુપરસ્ટાર સિંગર’માં  બોલાવવામાં આવી. ત્યાં હિમેશે તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી.

સોશિયલ મીડિયા ઉપર પેરાગ્લાઈડીંગ કરીને એક છોકરાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો હતો. વિપિન સાહુ નામના એક છોકરાએ હાથમાં સેલ્ફી સ્ટીક પકડી હતી અને પોતાનો વિડીયો બનાવી રહ્યો હતો. તે ઉપર જઈને ગભરાઈ જાય છે અને વારંવાર ગાઈડને એક વાત કહે છે ભાઈ તું લેન્ડ કરાવી દે, જોઈએ તો ૧૦૦-૨૦૦ રૂપિયા વધુ લઈને પરંતુ લેન્ડ કરાવી દે. આ વિડીયો વિપિન ભાઈએ ફેસબુક ઉપર પોસ્ટ કર્યો હતો. ત્યાર પછી એ વાયરલ થઇ ગયો.

આ વર્ષે એક ઘણા ક્યુટ બાળકે સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી. ગોળ મટોળ એવા આ બાળકનો વિડીયો પળભરમાં વાયરલ થઇ જાય છે અને લાખો લોકો તેને પસંદ કરે છે. ખાસ કરીને આ બાળક પાકિસ્તાની છે અને તેનું નામ અહમદ શાહ છે. ભારતમાં આ બાળક પાકિસ્તાની તૈમુરના નામથી પણ ફેમસ થઇ ગયો છે. તૈમુરની ઉંમર ૨ વર્ષ છે અને અહમદ ૪ વર્ષનો છે. આ ઉંમરમાં જ અહમદના ૩૦-૪૦ સેકન્ડના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા છે. પાકિસ્તાનમાં તો અહમદ શાહ સ્ટાર બની ગયો છે. અને ભારતમાં પણ અહમદની ફેન ફોલોઈંગ ઓછી નથી.

આ બધા ઉપરાંત એક ૬ સેકન્ડના વિડીયોએ પણ એક છોકરીને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ મિસ્ટ્રી ગર્લનું નામ દીપિકા ઘોષ છે. ૫ મે ૨૦૧૯ના રોજ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં રમાઈ ગયેલી આ મેચમાં દરેક વ્યક્તિની નજર એક છોકરી ઉપર આવીને અટકી ગઈ. લાલ રંગનું ટોપ અને જીન્સ પહેરીને આવેલી આ ફેનને કેમેરામેનનું ઘ્યાન તેની તરફ એવું ખેંચ્યું કે મેચ પૂરી થયા સુધી છોકરીના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા.

લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર પીળી સાડી વાળી ઓફિસર રીના દ્વિવેદીની તસ્વીર ઘણી વાયરલ થઇ હતી. સોશિયલ મીડિયા ઉપર આ મહિલાની તસ્વીર છવાઈ ગઈ અને જોત જોતામાં આ મહિલા સામાન્ય માંથી ખાસ થઇ ગઈ. લોકસભાના ૨ મહિના પછી એક વખત ફરીથી આ મહિલા લાઈમલાઈટમાં આવી. તેમાં તે સ્કર્ટ પહેરીને જોવા મળી હતી. રીનાને ઘણી બધી ફિલ્મોમાં ઓફર પણ આવી. રીનાનો ડાંસ કરતો વિડીયો પણ વાયરલ થયો હતો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.