દરેક વ્યક્તિની ખાવાથી જોડાયેલી પોતાની જુદી જુદી ટેવો હોય છે. એટલા માટે અમુક લોકો સાંજના સમયે વહેલા ખાવાનું ખાઈ લે છે, જયારે અમુક લોકો મોડે થી ખાય છે. શરીર પર આ ટેવોની અસર તો પડે જ છે, પરતું તમે જાણો છો કે તમે રાત્રે જે ભોજન કર્યું છે, તેની સીધી અસર તમારી ઉઘ ઉપર પડે છે. જી હા રાત્રે સુતા પહેલા તમે જે ભોજન ખાધું છે તે બરાબર ના હોય તો તમને વહેલા ગાઢ નિંદર નહી આવે.
આયુર્વેદમાં માનવામાં આવે છે કે હમેશા સુતા પહેલા બે કલાક કે તેના પહેલા ખાવાથી શરીર માટે વધુ સારું છે. ખાધા પછી તરત જ સુવાથી મોટાપો વધે છે. સાથે જા આપણા પાચનતંત્ર ને પણ અસર થાય છે. આમતો સુતા પહેલા થોડી વાર પહેલા કઈ ખાવું હોય તો તે ચીજ એવી હોવી જોઈએ જે સરળતા થી પચી જાય.
સુતા પહેલા હાઈ કેલેરી વાળો ખોરાક લેવાથી હાર્ટબર્ન જેવી તકલીફ પણ થઇ શકે છે. તે સિવાય અમુક વસ્તુ એવી હોય છે, જેના સેવનથી સુતા પહેલા લેવામાં આવતા શરીરને ખુબ નુકશાન પહોચાડી શકે છે.
૧. પાસ્તા : આ એક ઝડપ થી તૈયાર કરવામાં આવતું વ્યંજન છે. એટલા માટે ઘણી વખત લોકો મોડી રાત્રે પાસ્તા ખાઈને સુઈ જાય છે, જયારે પાસ્તામાં ખુબ જ વધુ કર્બોહાઈડ્રેટ અને અન્ય ઘણા એવા પદાર્થ હોય છે જેને શરીર જલ્દી થી પચાવી શકતું નથી.મોડી રાત્રે તેના સેવનથી કબજિયાત અને હાઇપર એસીડીટી જેવી તકલીફ થઇ શકે છે.
૨. વધુ મસાલાદાર : વધુ મસાલાદાર ખાવાનું કે મરચા વાળું ખાવું પણ રાતના સમયે શરીરમાં પિત્ત વધારવાનું કામ કરે છે. જયારે મરચા ને બીજી વસ્તુ સાથે મેળવીને ખાઈએ તો તે ખુબ જ સ્વાસ્થ્યપ્રદ અને ફાયદાકારક હોય છે, પરંતુ વધારે પ્રમાણમાં મરચું મસાલા વાળું ભોજન ખુબ જ હાનીકારક હોય છે.
૩. મીઠાઈ – મોડી રાત્રે મીઠાઈ ખાવી પણ આરોગ્ય માટે સારું નથી ગણવામાં આવતું. મીઠાઈ ખાવાથી દાત ખરાબ થઇ શકે છે. મોટાપો વધે છે. સાથે જ, શરીર ઉપર પણ નકારાત્મક પ્રભાવ પડે છે.
૪. નુડલ્સ : તેમાં ખુબ જ હાઈ કેલેરી હોય છે. એટલા માટે તેનું સેવન સુતા પહેલા ન કરવું જોઈએ. જયારે તમને ભૂખ લાગે છે તો આ એકમાત્ર એવો પદાર્થ છે ,જે ૩ મિનિટથી પણ ઓછા સમયમાં તૈયાર થી જાય છે. પરંતુ તે ધ્યાન રાખો કે નુંડલ્સમાં કારબોહાઈડ્રેટ ખુબ જ વધુ પ્રમાણમાં હોય છે જે વસા(ખરાબ કોલેસ્ટ્રોલ ) માં બદલાઈ જાય છે.
સુતા પહેલા નુડલ્સ ખાવાથી પેટ સાથે જોડાયેલી અનેક તકલીફો થઇ શકે છે. એટલા માટે સુતા પહેલા ઉચ્ચ વસા ઉક્ત પદાર્થ થી દુર રહેવું જોઈએ.
૫. વધુ ફાઈબર વાળા શાકભાજી : વધુ ફાઈબર વાળા શકભાજી કે ખાદ્ય પદાર્થ જવા કે બ્રોકોલી, ડુંગળી, કોબી વગેરે નું સેવન રાતના સુતા પહેલા ન કરવું જોઈએ. આમ તો તેમાં જલ્દી ન પચવા વાળા ફાઈબર (રેશા) નું પ્રમાણ ખુબ વધુ હોય છે, તેના થી તમે ખુબ વધારે સમય સુધી પેટ ભરેલ હોય તેવું લાગશે. રાત્રે તે ખાવાથી પાચનતંત્ર માં ફાઈબર ની ગતી ખુબ ઓછી થાય છે. તેના લીધે પેટ ફૂલવા જેવી તકલીફ થઈ શકે છે.
૬. બર્ગર : ચીઝ બર્ગર માં વધુ પ્રમાણમાં વસા હોય છે. તેના લીધે રાતના સમયે તે ખાવાથી તે સારી રીતે પચી શકતું નથી. તેનાથી પેટ સાથે જોડાયેલી કેટલાય પ્રકારની બીમારીઓ થઇ શકે છે.
૭. ચિપ્સ : સ્નેક્સ, ચિપ્સ વગેરે નું સેવન પણ સુતા પહેલા કરવાથી શરીરને નુકશાન થાય છે. કેમ કે તેમે ખુબ જ વધુ પ્રમાણમાં મોનોસોડીયમ ગ્લુટામેટ હોય છે. તેના કારણે ઊંઘ સાથે જોડાયેલ વિભિન્ન પ્રકારની તકલીફો સામે આવી શકે છે.
૮. ચોકલેટ સુતા પહેલા ક્યારેય ડાર્ક ચોકલેટ પણ ન ખાવી જોઈએ. ડાર્ક ચોકલેટમાં કેફીન અને અન્ય ઘણા એવા પદાર્થો હોય છે. જે હદય ની કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે. જેના કારણે ગાઢ નીંદર આવતી નથી અને મગજમાં પણ શાંતી નથી રહી શકતી.
૯. પીઝા : રાત્રે ખાવામાં શરીર માટે પીઝાને પચાવવામાં ખુબ જ મીશ્કેલી પડે છે, કેમ કે પાચન તંત્ર ને દિવસે પણ પચાવવામાં મીશ્કેલી પડે છે તો કલ્પના કરો કે જયારે તમે સાંજના સમયે પીઝા ખાવ છો તો તમારા પાચનતંત્ર ને કેટલી મહેનત કરવી પડતી હશે. જો કે આ પાચન તંત્ર નો આરામનો સમય હોય છે.
પીઝા માં ચિકણાપણું ખુબ જ વધારે હોય છે. તેમાં જે ધટક હોય છે તેમાં ખુબ વધુ પ્રમાણમાં એસીડ હોય છે, જેના લીધે હાર્ટબર્ન નો ભય વધી જાય છે.