રાત્રે વધેલી દાળમાંથી બનાવો આ ત્રણ ટેસ્ટી વાનગી, જાણી લો રેસિપી.

વધેલી દાળને બેકાર સમજીને ફેંકવાની જગ્યાએ તેમાંથી બનાવો ખુબ સ્વાદિષ્ટ વાનગીઓ.

રાત્રે વધેલી દાળ માંથી બનાવો ત્રણ ટેસ્ટી ડીશ : વધેલી દાળને નકામી સમજીને ફેંકવાને બદલે તમે તેને ઘણી જ સ્વાદિષ્ટ અને સરળ ડીશ બનાવી શકો છો. આવો જાણીએ તેની રેસીપી. જયારે પણ મહિલાઓ ખાવાનું બનાવે છે વધુ ઓછા પ્રમાણમાં બની જાય છે અને વધુ બનવાને કારણે તે ખાવાનું શું કરવું તે સમજવું થોડું મુશ્કેલ બની જાય છે. મહિલાઓ માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ હોય છે કે રાત્રે વધેલી દાળનું શું કરવામાં આવે અને કાંઈ ન સમજાય તો તે દળને ફેંકી દેવામાં આવે છે. જયારે આ વધેલી દાળ માંથી ઘણા પ્રકારની ટેસ્ટી ડીશ ઘણી જ સરળતાથી બનાવી શકાય છે. દાળ માંથી બનતી આ ડીશને માસ્ટરશેફ પંકજ ભદોરીયાએ તેની ફેસબુક ઉપર શેર કર્યું છે અને આપણેને જણાવી રહ્યા છે વધેલી દાળ માંથી બનતી થોડી ટેસ્ટી ડીશની સરળ રેસીપી વિષે.

વધેલી ચણા દાળના કબાબ

સામગ્રી

રાત્રે વધેલી ચણા દાળ – 1 વાટકી,

ઝીણી કાપેલી ડુંગળી 1,

કપ લીલા મરચા ઝીણા કાપેલા 1-2,

ચમચી ધાણા પાવડર 1-2,

ચમચી કાપેલું આદુ 2 ચમચી,

મીઠું સ્વાદ મુજબ.

બનાવવાની રીત : બધી સામગ્રીને દાળમાં સારી રીતે ભેળવીને તેને કબાબનો આકાર આપો, તેને તવા ઉપર થોડું તેલ નાખીને મૂકી દો.

જો તમને લાગે છે કે તમારી દાળ થોડી પાતળી છે અને તેમાંથી કબાબનો આકાર નથી બની શકતો તો, તેમાં થોડા બ્રેડ ક્રમ્સ ભેળવી લો અને કબાબનો આકાર આપો.

બ્રેક ક્રમ્સ માટે બ્રેડને મિક્સીમાં હલાવીને તેમાંથી પાવડર બનાવી લો અને દાળમાં ભેળવી દો.

તવામાં રાખેલા કબાબને કિનારી માંથી થોડું તેલ નાખો અને કબાબ શેકાવા દો. જયારે કબાબ સારી રીતે શેકાય જાય અને ગોલ્ડન દેખાવા લાગે તો તેને ઉલટીને પકાવી લો.

સારી રીતે પાકી ગયા પછી તેને તવાથી અલગ કરીને ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

વધેલી અડદ દાળના પરોઠા :

સામગ્રી

વધેલી અડદની દાળ,

1 વાટકી ઘઉંનો લોટ,

100 ગ્રામ કે જરૂર મુજબ ઝીણી કાપેલી ડુંગળી,

2-3 ઝીણી કાપેલી કોથમીર,

1 વાટકી કાપેલા લીલા મરચા 1-2,

લાલ મરચા પાવડર 1-2 ચમચી,

કુકિંગ તેલ 2-3 ચમચી,

મીઠું સ્વાદ મુજબ.

બનાવવાની રીત : બધી સામગ્રીને એક સાથે લોટમાં મિક્સ કરી લો. તેને સારી રીતે ગુંદીને તેનો લોટ તૈયાર કરી લો.
આ લોટની લુઈઓ તૈયાર કરી લો અને તેમાંથી પરોઠા બનાવો.

પરોઠાને થોડી વાર માટે તવા ઉપર ક્રિસ્પી થવા દો.

ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તવા ઉપરથી ઉતારીને દહીં કે ચટણી સાથે ગરમા ગરમ પીરસો.

વધેલી અડદ દાળનો સંભાર

સામગ્રી
વધેલી અડદ દાળ – 1 વાટકી,

બીન્સ, 8-10,

ટમેટા ઝીણા કાપેલા-2,

ગાજર લાંબા કાપેલા -1,

સાંભર પાવડર 2 ચમચી,

મીઠો લીમડાના પાંદડા 8-10,

પલાળેલી આંબલીનો રસ 1 કપ,

સરસિયાના દાણા 1 ચમચી,

કુકિંગ તેલ 2 ચમચી,

મીઠું સ્વાદમુજબ.

બનાવવાની રીત : એક કડાઈમાં બધા શાકભાજીને સારી રીતે ફ્રાઈ કરીને પકાવી લો. શાકભાજી પાકી ગયા પછી તેમાં વધેલી અડદ દાળ ભેળવી દો. દાળ અને શાકભાજીને સારી રીતે મિક્સ કરી લો.

તેમાં થોડો સંભાર પાવડર ભેળવો અને સારી રીતે મિક્સ કરો. ઉપરથી તેમાં આંબલીનો રસ ભેળવો અને સ્વાદ મુજબ મીઠું ભેળવો.

ઉપરથી આ સાંભરમાં સરસીયાના દાણા અને મીઠા લીમડાના પાંદડાનો વઘાર કરો.  ટેસ્ટી સાંભર તૈયાર છે. તેને ગરમા ગરમ ઈડલી અને ઢોંસા સાથે પીરસો.

આ રીતે તમે વધેલી દાળ માંથી ટેસ્ટી ડીશ તો બનાવી જ શકો છો, સાથે જ ખાવામાં સ્વાદનો ટેસ્ટ પણ લગાવી શકે છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.