રવા દૂધીના મુઠીયા અને મેંગો પન્ના કોટાની રેસિપી જાણી લો અને બનાવીને ઘરના સભ્યોને ખુશ કરી દો.

રવા દૂધી મુઠીયા – ફ્રુટ સલાડ :

જનરલી હુ મીક્ષ લોટ ના જ મુઠીયા બનાવુ. મારી પાડોશણ ઓન્લી કણકી કોરમા ના.

આ વાત પર ચર્ચા પણ… હુ ઢોકળા, હાંડવો જનરલી દાળો પલાળી ને જ બનાવુ. સો કણકી કોરમુ ઓછુ કે જરુર નથી પડતી. તેની અવેજી મા રવો કે કરકરા લોટ.

રવા મુઠીયા ખૂબજ મસ્ત બન્યા હતા. સેમ કણકી કોરમા જેમ.

3 કપ રવામાં 1/2 કપ દરેક.. ધઉ, ચણા, ચોખા લોટ એડ કરી 500 ગ્રામ દૂધી છીણ, 1/4 કપ ખાટુ દહી, 4 ચમચા તેલ, 3 ચમચા લસણ આદુ મરચા પેસ્ટ, 1 ચમચી અજમો તલ, 2 ચમચી ધાણા જીરુ પાવડર, હળદર, 1 ચમચી મરચુ પાવડર, ભરપૂર કોથમીર, પીંચ સોડા નાખી બધુ મસ્ત મીક્ષ કરી મુઠીયા વાળી 15 થી 20 મિનિટ સ્ટીમ કરી ઠંડા પાડી પછી જ કટ કરો.

રાઇ, જીરા, તલ, હીંગ, કઢીપતા ના વઘારમાં સોનેરી ક્રીસપી શેલો ફ્રાય કરી તૈયાર કરો.

– સૌજન્ય મેઘના સાદેકર.

મેંગો પન્ના કોટા :

આમતો કહે છે કે આ પન્ના કોટા એ ઇટાલિયન ડિઝર્ટ છે. અને તેને કોઇપણ ફ્રુટપલ્પ સાથે બનાવી શકાય છે. બ્રિટિશર એને ભારતમાં લાવ્યા હતા. અને મેંગો પલ્પ સાથે મિક્સ કરીને મેંગો પન્ના કોટા બનાવ્યુ હતુ.

પન્ના કોટા એટલે કુક્ડ ક્રિમ જે જાડુ, સ્મુધ, અને આઇસક્રીમ જેવુ લચકાદાર હોય છે. જેમાં ખાસ કરીને ગળ્યા ફળોનો માવો-રસ ઉમેરીને ખવાય છે.

એક લિટર જેટલો કેરીનો રસ લઇ, તેમાં બોન્ડિંગ- થિકનેસ એજન્ટ તરીકે જીલેટીનનો વેજીટેબલ ઓપ્શન “ચાઇના ગ્રાસ” કે “અગર અગર” નો પાવડર (હું તો બધુય રાખુ છું) બે ટેબલસ્પૂન જેટલો લઇ તેનાથી ડબલ (ચાર ટેબલસ્પૂન) હુંફાળા કરતા સહેજ ગરમ પાણી માં ઓગાળીને પછી રસમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

તેને જે ગ્લાસમાં સર્વ કરવાનો હોય તેમાંજ અડધા ગ્લાસ સુધી ભરીને બે કલાક માટે ફ્રોઝન કરી દો.

ટિપ્સ : ગ્લાસ ને ત્રાંસો રાખીને પણ રસ ફ્રોઝન કરી શકાય કે પછી રસ અને ક્રિમી મિલ્કના વારાફરતી લેયર કરીને પણ ફ્રોઝન કરી શકાય, પણ તેને માટે રસ અને દુધના લેયર બનાવવા વારાફરતી ફ્રોઝન કરવા માટે સમય વધારે જોઈએ.

હવે 750 મિલીલિટર દુધ લઇને તેને ઉકળે નહી તેમ સામાન્ય ગરમ કરો. તેમાં દુધની થિકનેસ લાવવા મુજબ જો દુધ ફુલ ફેટનુ હોય તો 250 ગ્રામ જેટલી મલાઇ અને દુધ પાતળુ હોય તો મલાઇનુ પ્રમાણ વધારે રાખીને તેમાં ધીમા તાપે જ બરાબર મિક્ષ કરો. અહીં મેં “Half and Half” કેટેગરીનુ દુધ કે જે સામાન્ય દુધ કરતા વધારે જાડુ હોય છે તે અને તેમાં ગોપિ બ્રાન્ડની મલાઇ ઉમેરી છે.

તેમાંજ ખાંડ 50 થી 75 ગ્રામ જેટલી કે પછી જોઇતા ગળપણ જેટલી (રસનુ ગળપણ પણ ધ્યાને રાખીને) ઉમેરો. જો ખાંડનો પાવડર કરીને ઉમેરો તો ઓગળતા વાર નહીં લાગે અને દુધને બહુ ગરમ પણ નહી કરવુ પડે. આ સાથે જ સ્વાદ-સુગંધ માટે ઓપ્શનલ વેનિલા એક્ઝટ્રેટ ના પાંચેક ટિપા ઉમેરો, ગમે તો રોઝ વોટર પણ ઉમેરી શકાય. મેં બંને ઉમેર્યા છે એટલે વેનિલાનો સ્વાદ અને રોઝની સ્મેલ ઠંડકમાં આહલાદક લાગે!!

આ બધુ દુધમાં બરાબર મિક્ષ કરી તેમાં પણ પહેલા તૈયાર કર્યા મુજબના માપ પ્રમાણે જ અગર અગર ઉમેરો અને ફરી બરાબર મિક્ષ કરો. દુધને સહેજ ઠરવા દો અને પછી આ ક્રિમી મિલ્કને ફ્રોઝન થયેલા રસ ના ગ્લાસ માં ભરો. ફરી એક કલાક માટે ફ્રોઝન થવા દો. મેં ગ્લાસમાં દુધ ભરીને પછી તેમાં રોઝ સિરપ એક એક ટેબલસ્પૂન દરેક ગ્લાસ માં હલાવ્યા સિવાય ઉમેરી છે.જેથી તે ફ્રોઝન થાય ત્યારે રોઝ કલરના વેવ દેખાય અને દેખાવ અને સ્વાદમાં વધારો કરે.

આ દુધ પણ ફ્રોઝન થઇ જાય પછી સર્વ કરતા પહેલા તેના પર પાકી કેરીના ટુકડા, રાસ્પબેરી, ફુદિનો જેવુ ટોપિંગ્સ કરો.

આ ફ્રોઝન થયેલ આઇટમ આઇસક્રીમ ની જેમ ખાઇ શકાય છે. ગરમીના દિવસોમાં તો ખુબ ઠંડક આપતી વાનગી છે.

– સૌજન્ય મુકેશ રાવલ.