શું તમે જાણો છો. બળાત્કારી હતો રાવણનો ભાઈ જાણો આખી પુરાતન સ્ટોરી

રેપ અને છેડતી જેવી ઘટનાઓ આજે જ નહિ પરંતુ ભગવાન રામના જમાનાથી ચાલતી આવે છે. આજે અમે તમને એક એવી જ નવીન વાતથી માહિતગાર કરવાના છીએ. શિવ પુરાણમાં એક કથા કહેવામાં આવી છે. જેમાં કર્કટ રાક્ષસ અને પુષ્કસી રાક્ષસી વિષે જણાવવામાં આવે છે, તેને એક દીકરી પણ હતી જેનું નામ કર્કટી હતું. રાક્ષસ માતા પિતાએ તેના લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે કરાવ્યા હતા. પરંતુ વનવાસ દરમિયાન જયારે રામ અને લક્ષ્મણ ડંકક વન માંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વિરાધે તેમની સાથે યુદ્ધ કર્યુ અને તેનું મૃત્યુ થઇ ગયું.

ત્યાર પછી કર્કટી પોતાના માતા પિતા સાથે રહેવા લાગી. એક દિવસ કર્કટીના માતા પિતાએ સુદીક્ષણ નામના તપસ્વીને ખાવાનો પ્રયત્ન કર્યો. એ ઋષિ ઉપરથી શાંત દેખાઈ રહ્યા હતા, પરંતુ અંદરથી ઘણા શક્તિશાળી હતા. તે બન્ને રાક્ષસ ઉપર ઋષિએ એવો મંત્ર ફૂક્યો કે બન્ને મરી ગયા. કર્કટી હવે આખા સંસારમાં એકલી થઇ ગઈ, બિચારી ‘સહ્ય’ નામના પર્વત ઉપર રહેવા લાગી. પરંતુ એક દિવસ તે પહાડ ઉપર રાવણના ભાઈ કુંભકર્ણ આવી પહોચ્યા અને આ એકલી છોકરી જોઈને તેણે એનો બળાત્કાર કરી દીધો.

પરિણામ એ આવ્યું કે મોટો શક્તિશાળી રાક્ષસ જન્મ્યો અને તેનું નામ રાખ્યું ભીમ. નામથી અકળાશો નહિ, મહાભારત વાળા ભીમ સાથે અહીયા કોઈ લેવા દેવા નથી.

પછી કુંભકર્ણ પણ રામ લક્ષ્મણ સાથેના યુદ્ધમાં માર્યો ગયો. ત્યાં માં દીકરો ‘સહ્ય’ પર્વત ઉપર એકલા રહતા હતા. પરંતુ એક દિવસ દીકરાએ કર્કટીને પૂછી જ લીધું કે માં મારા પિતા કોણ છે. માં એ કુંભકર્ણનું નામ લીધું અને પછી આખી વાત જણાવી કે કેવી રીતે તેને રામ અને લક્ષ્મણે મારી નાખ્યા.

ભીમએ બાપને મારવાની વાત સાંભળી તો તે ગુસ્સે થઇ ગયો. અને બાપનો બદલો લેવાનો નિર્ણય કર્યો. પછી ભીમએ બ્રહ્માની ઘણી તપસ્યા કરી અને બ્રહ્માએ એની ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપી ભીમને ઘણો શક્તિશાળી બનાવી દીધો. એટલો શક્તિશાળી કે ભગવાન શંકરે ધરતી પર આવીને તેને મારવો પડ્યો. શિવ પુરાણમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આની પરથી જાણી શકાય છે કે રાવણનો ભાઈ કુંભકર્ણ પણ ખરાબ વ્યક્તિત્વ ધરાવતો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.