એ વાત તો બધા જાણીએ છીએ કે દેવતાઓને પરાજીત કરવા વાળા રાવણ મહાપંડિત અને મહાજ્ઞાની હતા, પરંતુ રાવણની સૌથી મોટી નબળાઈ તેનો અહંકાર હતું. જેના બળ ઉપર તે પોતાને ભગવાન માનવા લાગ્યો હતો અને ઈશ્વરના બનાવેલા નિયમમાં પણ ફેરફાર લાવવા માંગતો હતો. એટલા માટે તે પોતાને સૌથી ઉત્તમ અને અલગ માનતા હતા.
જો રાવણએ સીતા માતાનું હરણ ન કર્યુ હોત અને ભગવાન રામના હાથે માર્યો ન ગયો હોત, તો તે પોતાના જીવવા દરમિયાન આ ૭ કામ જરૂર પુરા કરત. મરવા સાથે જ અધૂરા રહી ગયા હતા રાવણના આ ૭ કામ, આ કામોને તમે જાણો અને જુવો કે જો તે બધા કામ કરી શક્યો હોત તો આજે ધરતીનો નકશો જ અલગ હોત.
મૃત્યુ સાથે જ અધૂરા રહી ગયા હતા રાવણના આ ૭ કામ :
૧. રાવણ પોતાના સમયમાં સ્વર્ગમાં જવા માટે એક સીડી બનાવવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ સ્વર્ગમાં જાય એટલા માટે જ તે ધરતીથી લઇને સ્વર્ગ સુધી સીડીઓનું કામ શરુ કરાવી ચુક્યા હતા. પરંતુ જ્યાં સુધી તે સીડીઓ બનીને તૈયાર થાય તેનો વધ થઇ ચુક્યો હતો.
૨. રાવણ દરિયાના પાણીને મીઠું કરવા માંગતો હતો. રાવણ જાણતો હતો કે આવનારા સમયમાં ધરતી ઉપર પાણીની સમસ્યા વધશે અને જો દરિયાના પાણીને પીવા લાયક બનાવવામાં આવે તો પાણીની સમસ્યા ક્યારેય આવશે જ નહિ.
૩. રાવણ સોનામાં સુગંધ લાવવા માંગતો હતો. રાવણને સોના સાથે ઘણો પ્રેમ હતો તેથી તેણે પોતાની લંકા પણ સોનાની જ બનાવી હતી, અને તે ઈચ્છતો હતો કે ક્યાય પણ સુગંધથી જાણી શકાય કે અહિયાં સોનાની ખાણ છે.
૪. રાવણ પોતે કાળો હતો પરંતુ તે રંગભેદને દુર કરવા માંગતો હતો, એટલા માટે તે દરેકને ગોરા જોવા માંગતો હતો જેથી કોઈ વ્યક્તિ કાળા રંગના કારણે મજાકનું પાત્ર ન બને.
૫. રાવણ લોહીનો રંગ લાલ માંથી સફેદ કરવા માંગતો હતો. એવું એટલા માટે જેથી જો કોઈની હત્યા કરે તો કોઈને શંકા ન જાય.
૬. રાવણ ઈચ્છતો હતો કે મદિરા ગંઘહીન બની જાય જેથી કોઈપણ તેનો સ્વાદ ચાખી શકે. આમ તો તમને જણાવી આપીએ કે રાવણને મદિરાથી ઘણો પ્રેમ હતો, પરંતુ તેની ગંધ તેને ગમતી ન હતી.
૭. રાવણ ઈચ્છતો હતો કે સંસારમાં તમામ ભગવાનની પૂજા બંધ કરી દેવી જોઈએ. આખી દુનિયા માત્ર તેની પૂજા કરે તેનું તે સપનું તેના વધ સાથે જ તૂટી ગયું હતું.
(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)