વિભીષણ નહિ પણ મંદોદરીના કારણે થયુ હતું રાવણનું મૃત્યુ, આ હતું સૌથી મોટું રહસ્ય

રામાયણની કથામાં જે રાવણના વધનો વૃતાંત છે એ બધાના મોઢે યાદ છે. બધા જ જાણે છે કે રાવણને મારવું બહુજ મુશ્કેલ હતું, અને ભગવાન શ્રી રામ ઘણા પ્રયત્ન કરતા રહ્યા અને તેઓ જેટલા રાવણના માથા કાપતા હતા, ફરીથી નવું માથું સામે આવી જતું હતું. એ સમયે વિભીષણે ભગવાન શ્રી રામને રહસ્ય કહ્યું કે રાવણનું મૃત્યુ ત્યારે જ થશે જયારે એની નાભિ પર પ્રહાર કરવામાં આવશે. આ પછી રાવણની મૃત્યુ થઈ ગઈ હતી. જોકે આ આખી વાત નથી અધુરી છે. માત્ર નાભિ પર પ્રહાર કરવાથી રાવણની મૃત્યુ થઈ શકે એમ હતું નહીં. રાવણને મારવા પાછળ વિભીષણ નહીં પરંતુ કોઈ બીજાનો હાથ હતો.

બ્રહ્માએ આપ્યું હતું વરદાન :

આ એ વખતની વાત છે જયારે રાવણ અને કુંભકર્ણ બ્રહ્માજીનું કઠોર તપ કરી રહ્યા હતા. રાવણ પ્રચંડ જ્ઞાની અને વિદ્વાન હતો, એણે પોતાના તપથી આ સૃષ્ટિના રચીયિતા બ્રહ્માને પ્રસન્ન કરી લીધા. જયારે બ્રહ્મા સામે પ્રગટ થયા તો રાવણને પૂછ્યું, કે તું શા માટે મને યાદ કરી રહ્યો હતો. રાવણે બ્રહ્મા પાસે અમર રહેવાનું વરદાન માગ્યું. એણે કહ્યુ કે બ્રહ્માજી મને એવું વરદાન આપો કે, જેનાથી હું ક્યારેય મરુ નહિ. બ્રહ્માજી આવું કરી શકતા હતા નહી. એમણે કહયું કે હું આવું કરી શકું નહિ. એના બદલે હું તને એક બાણ આપું છું અને સાથે કહ્યું કે માત્ર આજ બાણથી તારું મૃત્યુ થશે.

રાવણને હવે ખબર હતી કે માત્ર આજ બાણથી એનું મૃત્યુ થઈ શકે છે, એ સિવાય એને કોઈ વાતનો ડર હતો નહીં. એણે એ તીરને પોતાના મહેલના સિંહાસન પાસેની દીવાલમાં દાટી દીધું. એ જ્યારે પણ સિંહાસન પર વિરાજમાન થતો ત્યારે એ જાણતો કે તિર ક્યાં છે. આ રહસ્યની જાણ એના સિવાય માત્ર મંદોદરીને જ ખબર હતી.

માત્ર બાણથી થઈ શકતી હતી મૃત્યુ :

જયારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે શ્રી રામ રાવણને મારવામાં અસમર્થ થયા. ત્યારે વિભીષણે એમને કહ્યું કે રાવણની નાભિમાં એક અમૃત પાન છે અને એને કોઈક રીતે બ્રહ્માએ આપેલા તીરથી જ ભેદી શકાય છે. એને આ રહસ્ય તો ખબર હતી પરંતુ એ બાણ ક્યાં છે એ ખબર હતી નહીં. હવે હનુમાનજીનું કામ હતુ એ બાણ ક્યાં છે એ જાણવાનું અને રાવણનો વધ કરવાનું. હનુમાનજીએ જ્યોતિષનું રૂપ ધારણ કર્યુ અને રાવણના મહેલ પાસે ફરવા લાગ્યા.

મંદોદરી છેવટે એક પત્ની હતા એમને ખબર હતી કે રાવણ કોની સાથે યુદ્ધ કરી રહ્યા છે, એમના મનમાં ડર હતો. એ જ્યોતિષને જોઈને ઉત્સુક થઈ ગયા. તે એમની પાસે ઉપાય પૂછવા લાગી. હનુમાનજીએ વાતો વાતોમાં મંદોદરીના મોઢા માંથી એ વાત બોલાવી દીધી કે રાવણનું મૃત્યુ એક વિશેષ તીરથી જ થઈ શકે છે.

મંદોદરીએ ખોલ્યું રહસ્ય :

હનુમાનજી પોતાના લક્ષ્યથી ખૂબ જ નજીક હતા. એમણે મંદોદરીને કહ્યું કે એ બાણ જ્યાં પણ રાખવામાં આવ્યું છે એ સુરક્ષિત નથી અને એનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. આ સાંભળી મંદોદરી પરેશાન થઈ ગઈ, પરંતુ એને ખબર હતી કે રાવણે બાણ સુરક્ષિત રાખ્યું છે. હનુમાનજીએ બહુ જ હોંશિયારી પૂર્વક એ વાત જાણી લીધી, કે રાવણે બાણ ક્યાં છુપાવ્યું છે. બાણની માહિતી મળતાની સાથે જ હનુમાનજી પોતાના સાચા સ્વરૂપમાં આવી ગયા અને રામજી પાસે તીર પહોંચાડી દીધું અને રામે રાવણનો વધ કર્યો.