બોલીવુડમાં થશે સુપરસ્ટાર રવિ કિશનની દીકરીની એન્ટ્રી, સુંદરતામાં સારા અને જાન્હવીથી ઓછી નથી

આજકાલ સ્ટાર કીડસનો જમાનો આવી ગયો છે. કલાકારોને છોડીને મીડિયાનું ધ્યાન તેમના બાળકો ઉપર રહે છે. વાત કરીએ આજકાલના સ્ટાર કિડ્સની તો જાન્હવી કપૂર, અનન્યા પાંડે, સુહાના ખાન, સારા અલી ખાન વગેરેના નામ સૌથી પહેલા જીભ ઉપર આવે છે. પરંતુ થોડા સ્ટાર કિડ્સ એવા પણ છે જે લાઈમલાઈટમાં રહેવાનું પસંદ નથી કરતા. થોડા સમય પહેલા રીલીઝ થયેલી જાન્હાવી કપૂરની ફિલ્મ ‘ધડક’ હીટ સાબિત થઇ હતી. ત્યાર પછી સારા અલી ખાનની એક પછી એક બે ફિલ્મો ‘કેદારનાથ’ અને ‘સીંબા’ પણ સુપર હીટ રહી. તેવામાં એક બીજા સુપરસ્ટારની દીકરી વહેલી તકે જ બોલીવુડમાં ડેબ્યુ કરવાની છે.

અમે જેની વાત કરી રહ્યા છીએ તે ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર છે, અને બોલીવુડમાં પણ ઘણા પ્રસિદ્ધ છે. તેનો જાણીતો ડાયલોગ ‘જિંદગી ઝંડ બા, ફિર ભી ઘમંડ બા’ નાના માં નાના છોકરા જાણે છે. તમે તો સમજી જ ગયા હશો કે અમે ક્યા હીરોની વાત કરી રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હીરો રવી કિશનની. રવી કિશન ભોજપુરી ફિલ્મોની સાથે સાથે બોલીવુડ ફિલ્મોમાં પણ એક્ટીવ છે, અને તેમનું ફેન ફોલોઈંગ પણ વધારે છે. તમે રવી કિશનને તો ઘણી વાર મોટા પડદા ઉપર અભિનય કરતા જોયા હશે. પરંતુ એ સમય દુર નથી જયારે તેની દીકરી પણ મોટા પડદા ઉપર ધમાલ મચાવશે.

ઘણી જ સુંદર છે રવી કિશનની દીકરી :

રવી કિશનની દીકરી રીવા શુક્લા વહેલી તકે જ બોલીવુડમાં ગ્રેંડ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. રીવા દેખાવમાં ઘણી સુંદર અને સ્ટાઇલીસ્ટ છે. સુંદરતાની બાબતમાં તે સારા, જાન્હવી કે આલિયાથી ઓછી નથી. મીડિયા રીપોર્ટસ મુજબ રીવા ફિલ્મ ‘સબ કુશલ મંગલ હે’ થી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તે ફિલ્મમાં તેની સાથે બોલીવુડની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનો દીકરો પ્રિયાંક શર્મા હશે. જયારે રવી કિશનને એમની દીકરીના ડેબ્યુ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, કે રીવાનું નાનપણ મને અભિનય કરતો જોવામાં પસાર થયું છે. તે જન્મજાત કલાકાર છે. એટલે આ ફિલ્ડમાં તેનું ભવિષ્ય ઉજ્વળ છે. અને જયારે રીવાને બોલીવુડમાં ડેબ્યુ વિષે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, કે હું અમેરિકામાં હતી. હવે મને એ વાત સમજાઈ ગઈ. પપ્પાના દોસ્ત મોઈન અંકલનો ફોન આવ્યો અને તેમણે મને એ શુભ સમાચાર આપ્યા.

પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્મા સાથે રીવા શુક્લા બોલીવુડમાં ડેબ્યુ કરશે. તેની ડેબ્યુ ફિલ્મનું નામ ‘સબ કુશલ મંગલ હે’ બતાવવામાં આવી રહ્યું છે. તે ફિલ્મને સાદ અલી, મણીરત્નમ અને શિમિત અમીનના અસિસ્ટંટ રહી ચુકેલા કરણ કશ્યપ ડાયરેક્ટ કરી રહ્યા છે. કરણ કશ્યપની આ પહેલી ફિલ્મ છે. સુત્રોના જણાવ્યા મુજબ તો ફિલ્મનું શુટિંગ આવતા મહીનાથી શરુ થઇ જશે. એ ફિલ્મના નિર્માતા નીતિન મનમોહનની દીકરી પ્રાચી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. તમે જુવો રીવા શુક્લાના થોડા સુંદર ફોટા.