આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

આજે છે અધિક માસનો ખાસ દિવસ, આજે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગના દુર્લભ સંયોગ પર આ ઉપાયો કરવાથી થશે લાભ. આજે એટલે કે 11 ઓક્ટોબરે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિધ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ બની રહ્યો છે. જો કોઈ વ્યક્તિ આ શુભ સંયોગમાં કોઈ શુભ કાર્ય કરે છે, તો તે અટલ અને કાયમી થશે. હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક તિથિઓ ખૂબ જ વિશેષ અને શુભ હોય છે. જો આ તિથિઓમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે, તો તે ચોક્કસપણે સફળ થાય છે. ચાલો આપણે જ્યોતિષાચાર્ય પં. દયાનંદ શાસ્ત્રી પાસેથી આ તિથિઓ અને પુષ્ય નક્ષત્ર વિશે જાણીએ.

આ વખતે પુષ્ય નક્ષત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આવી રહ્યું છે. આ વખતે પુષ્ય નક્ષત્ર 10 ઓક્ટોબરે રાત્રે 8.54 વાગ્યાથી 11 ઓક્ટોબરની રાત્રે 8.58 વાગ્યા સુધી રહેશે. એટલા માટે 10 ઓક્ટોબરે રવિ પુષ્ય નક્ષત્ર અને 11 ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર રહેશે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. રવિ પુષ્ય નક્ષત્ર યોગ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

રવિ પુષ્ય યોગ રવિવારે આખો દિવસ રહેશે. એવી સ્થિતિમાં આખા દિવસ દરમ્યાન કોઈપણ સમયે ખરીદી કરી શકાય છે. આ યોગમાં કરવામાં આવેલી ખરીદી માત્ર શુભ જ નથી હોતી, પરંતુ આ મુહૂર્તામાં ખરીદેલી વસ્તુ ખરીદનાર માટે સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવે છે. આ દિવસે તમે કેટલાક વિશેષ પ્રયોગ કરીને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર કરી શકો છો.

રવિ પુષ્ય નક્ષત્રના મુહૂર્ત : આ દિવસે આ યોગ સૂર્યોદયથી શરૂ થઇને રાત્રે 01 વાગીને 17 મિનિટ સુધી રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં દરેક 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને સૌથી વધારે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

રવિ પુષ્ય યોગના દિવસે આ ઉપાયોથી થશે લાભ :

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો કેસર યુક્ત દૂધથી અભિષેક કરો. તેનાથી ધન લાભ થાય છે.

11 નાના નારિયેળની પૂજા કરો અને તેમને લાલ કપડામાં બાંધીને પૈસા મુકવાના સ્થાન પર રાખો. તેનાથી સંપત્તિ ભંડોળમાં વધારો થાય છે.

શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં રાખો. અને તે ડબ્બીને ઘરની તિજોરીમાં રાખો. તેનાથી ધનની અછત થતી નથી.

મોતી શંખમાં પાણી ભરો અને તેને લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ચિત્ર સાથે મૂકો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

મોતી શંખને ઘરમાં સ્થાપિત કરો. ત્યારબાદ દરરોજ 11 વાર શ્રી મહાલક્ષ્મૈ નમ: મંત્રનો જાપ કરો. મંત્રનો જાપ કરતી વખતે શંખમાં એક એક ચોખાના દાણા ભરતા રહો. 11 દિવસ સુધી આ કરો. તેનાથી આર્થિક સંકટ સમાપ્ત થાય છે.

રવિ પુષ્ય નક્ષત્ર પર ચાંદી અથવા સોનાના આભૂષણ ખરીદવા ખૂબ જ શુભ હોય છે. તેનાથી સુખ અને સમૃદ્ધિમાં સતત વધારો થાય છે.

સૂર્યદેવની પૂજાથી માન – સમ્માન, પદ – પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યની વિધિ પૂર્વક પૂજા કરો. સૂર્યોદયના સમયે જળનું અધર્ય આપો. સાથે જ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

કોઈ યોગ્ય જ્યોતિષની સલાહ લો અને સોના અથવા તાંબાની વીંટીમાં માણેક રત્ન મઢાવીને તેને અનામિકા આંગળીમાં ધારણ કરો. તેનાથી સૂર્ય શુભ પ્રભાવ આપે છે.

જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ છે, તો રવિ પુષ્ય નક્ષત્રમાં કોઈ બ્રાહ્મણને ઘઉં, ગોળ અને તાંબુ દાન કરો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.