રવીના ટંડને પોતાના પૌત્રને આપ્યું આ સ્પેશયલ ગિફ્ટ, કરે છે પોતાના બાળકોથી પણ વધારે પ્રેમ

બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન પોતાના જમાનાની પ્રસિદ્ધ અભિનેત્રી હતી. તેની સુંદરતા આજે પણ જોવા જેવી છે. એટલી ઉંમર થઇ ગયા પછી આજે પણ રવિના ટંડન સંપૂર્ણ રીતે ફીટ જોવા મળે છે. તેની ફિટનેસને કારણે જ તેને આજે પણ લાખો ફેંસને પોતાના દીવાના બનાવી રાખ્યા છે. હાલમાં જ રવિના ટંડન નાની બની છે. તેની નાની દીકરી છાયાએ ગયા વર્ષે એક બેબી બોયને જન્મ આપ્યો છે.

સામે આવી રહ્યા છે ફોટા :-

પોતાના નાતી રુદ્ર સાથે રવિના ટંડનને કેટલો પ્રેમ છે, તે સોશિયલ મીડયામાં પણ જોવા મળી ચુક્યું છે. રુદ્ર સાથે રવિના ટંડન ઘણી વખત પોતાના ફોટા શેર કરી ચુકી છે. આ ફોટામાં રવિના ટંડને પોતાની નાતીને રમાડતા જોવા મળ્યા છે. હાલમાં જ રવિના ટંડને પોતાની નાતીને એક ઘણી જ વિશેષ ગીફ્ટ આપી છે, જેની ચર્ચા ચારે તરફ થઇ રહી છે.

આપી છે ખાસ ગીફ્ટ :-

ભાવના જસરા જે એક કાસ્ટિંગ આર્ટિસ્ટ છે, તેણે રવિના ટંડન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. રવિના ટંડને પોતાની નાતીના હાથ અને પગનો એક કાસ્ટીંગ ઇમ્પ્રેશન ફ્રેમ કરાવી છે. આ ફ્રેમ બનાવરાવીને તેણે તેને પોતાની દીકરીને ગીફ્ટ કરી દીધી છે. રવિના ટંડનમાં હાલમાં જ થોડા ફોટા વાયરલ થયા હતા, જેમાં તેણે પોતાની નાતી સાથે સમય પસાર કરતા જોવા મળી હતી.

આ તસ્વીરોને સોશિયલ મીડિયા ઉપર ઘણી પસંદ કરવામાં આવી હતી અને પ્રશંસકોએ તેને જોરદાર શેર પણ કરી હતી. રવિના ટંડને તે દરમિયાન ઘણા જ સિમ્પલ કપડા પહેર્યા હતા. તેમાં પણ તેની સુંદરતા જોવા જેવી હતી. અને તેની નાતી બ્લુ સુટમાં જોવા મળી રહી હતી અને ખરેખર ઘણો જ પ્રેમ દર્શાવી રહી હતી.

છવાઈ ગયા હતા આ લગ્ન :-

રવિના ટંડને વર્ષ ૧૯૯૫માં પૂજા અને છાયાને દત્તક લઇ લીધી હતી. જે સમયે તેણે આ બંનેને દત્તક લીધી હતી, તે સમયે પૂજાની ઉંમર ૧૧ વર્ષની હતી, અને છાયા તે સમયે માત્ર ૮ વર્ષની જ હતી. આવી રીતે સિંગલ મધર તરીકે તેમણે પોતાની આ બંને દીકરીઓની દેખભાળ કરી. પછી વર્ષ ૨૦૦૪માં તેણે અનીલ થડાની સાથે લગ્ન કરાવી લીધા. તેનાથી તેને બે બાળકો છે, જેના નામ રાશા અને રણવીર છે.

વર્ષ ૨૦૧૬માં ૨૫ જાન્યુઆરીના રોજ છાયાના લગ્ન ગોવામાં થયા હતા. શોન મેડીસે ન માત્ર તેની સાથે હિંદુ રીત રીવાજથી, પરંતુ કેથોલીક રીત રીવાજ સાથે પણ લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્નની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા અને તેને ઘણા પસંદ પણ કરવામાં આવ્યા હતા.

આ મુવીમાં જોવા મળી શકે છે :-

ફિલ્મોની વાત કરીએ તો રવિના ટંડનને હાલમાં જ આવેલી સોનાક્ષી સિન્હાની ફિલ્મ ખાનદાની શફાખાનામાં એક ગીત શહર કી લડકીમાં જોવા મળી હતી. તેવામાં થોડા જ સમય પહેલા રવિના ટંડનને નચ બલીએને હોસ્ટ કરતા જોવા મળી હતી. ફિલ્મો માંથી તે લાંબા સમયથી દુર જોવા મળી રહી છે. ઘણા મીડિયા અહેવાલમાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે તે આવનારી ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ માં જોવા મળવાની છે. પ્રશંસકો તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.