રવિવારે, બુધવારે અને ગુરુવારે કરો આ ઉપાય, મળી જશે ભૈરવનાથજીનો આશીર્વાદ, ખુલી જશે નશીબના દ્વાર.

આ ઉપાયો કરવાથી ખુશ થઇ જાય છે ભૈરવનાથ, કરે છે જીવનભર રક્ષણ.

રવિવાર, બુધવાર અને ગુરૂવારના દિવસે ભગવાન ભૈરવનાથ સાથે જોડાયેલા છે અને અઠવાડિયાના આ દિવસોમાં જો તમે નીચે જણાવેલા ઉપાયો કરો છો, તો ભગવાન ભૈરવનાથની કૃપા તમારા ઉપર જળવાયેલી રહે છે. ભગવાન ભૈરવનાથની પૂજા કરવાથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિ દૂર રહે છે અને તમને સુખ અને સમૃદ્ધિ મળે છે.

ભૈરવનાથને ઘણા લોકો દ્વારા કાલ ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે અને તેમને ખુશ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા ઘણા જ સરળ છે. માત્ર થોડા ઉપાયો કરી કોઈ પણ માણસ ભૈરવનાથજીને ખુશ કરી શકે છે.

આ ઉપાયો કરવાથી મળી જશે ભૈરવનાથનું આશીર્વાદ.

કૂતરાને રોટલી ખવરાવો :-

રવિવાર, બુધવાર અને ગુરુવારે તમે એક રોટલી બનાવી અને તેને તેલમાં નાખી દો અને પછી તેને તેલ માંથી બહાર કાઢી લો. હવે તમે આ રોટલી લઈ જઈને કાળા કુતરા અથવા તો બે રંગવાળા કૂતરાઓની સામે મૂકો દો. જો કુતરો તમારા દ્વારા નાખવામાં આવેલી રોટલી ખાઈ લે છે. તો તેનો અર્થ છે કે ભૈરવનાથના આશીર્વાદ તમને મળી જાય છે.

જો તે કૂતરો રોટલી નથી ખાતો તો તમે આ ઉપાયને ત્યાં સુધી ચાલુ રાખો, જ્યાં સુધી કૂતરો તમારી રોટલીને ખાઈ ન લે. જો કે તમે એ યાદ રાખો કે તમે આ તુટકો માત્ર રવિવાર, બુધવાર કે પછી ગુરુવારે જ કરો.

કાળા તલ ચડાવો :-

સવારે સો ગ્રામના પ્રમાણમાં કાળા તલ, અડદ અને 11 રૂપિયાને એક કાળા કપડામાં બાંધી લો અને પછી એ કપડાને તમે કોઈ પણ ભૈરવનાથના મંદિરમાં જઈને મૂકી આવો. બુધવારએ આ તુટકું કરવાથી ભૈરવ નાથ ભગવાનની કૃપા તમારી ઉપર જળવાયેલી રહેશે. આ ટોટકા સિવાય તમે તે દિવસે ભૈરવનાથ મંદિરમાં સવા કિલો જલેબી પણ ચડાવી શકો છો.

ગરીબને ભોજન વહેચો :-

શનિવારના દિવસે ગરીબોમાં ભોજન વહેંચવું ખૂબ જ સારું માનવામાં આવે છે. તમે આ દિવસે કોઈ પણ તળેલું ખાવાનું ગરીબોને ખવરાવી દો. તલ ખાવા, વહેચવા ઉપરાંત તમે શનિવારએ કાળા રંગનાં બુટ અથવા ચપ્પલ પણ ગરીબને દાન કરી ભૈરવનાથ ભગવાનને ખુશ કરી શકો છો.

પૂજા દરમિયાન ચડાવો આ વસ્તુઓ :-

ભૈરવનાથજીની પૂજા કરતી વખતે તમે તેને સિંદુર, નારિયેળ, અગરબતી, ફૂલ અને જલેબી જરૂર અર્પણ કરો. આ બધી વસ્તુ એક સાથે ભૈરવનાથને ચડાવવાથી તે જલદી પ્રસન્ન થઇ જાય છે અને તમારી રક્ષા કરે છે. આ બધી વસ્તુઓ સાથે તમે રવિવારના દિવસે પૂજા કરીને ભૈરવથજીની મૂર્તિની સામે 33 દીવડા પણ જરૂર પ્રગટાવો. તમે આ દીવડાને પ્રગટાવતા ભૈરવનાથનું નામ જપો.

ચડાવો લીંબુ :-

ગુરૂવારના દિવસે ભૈરવનાથજીને લીંબુ ચડાવવું ખૂબ સારું માનવામાં આવે છે. તેથી પાંચ ગુરુવાર મંદિરમાં જઇને ભૈરવનાથજીને પાંચ લીંબુ ચડાવો. યાદ રાખો કે તમે સતત પાંચ ગુરુવાર મંદિર જઈને આ કામ કરો. તે ઉપરાંત તમે ગુરુવારના દિવસે જો કૂતરાઓને ગોળ ખવરાવો છો, તો તેનાથી પણ તમને લાભ થાય છે અને ભૈરવનનાથ ખુશ થઇ જાય છે.

કુતરાઓને ખવરાવો ભજીયા :-

શનિવારની રાત્રે તમે સરસીયાના તેલમાં અડદની દાળના ભજીયા તળી લો અને પછી બીજા દિવસે એટલે કે રવિવારની સવારે કોઈ કુતરાઓને આ ભજીયા ખવરાવી દો. એક વાર કુતરાઓની સામે આ ભજીયા નાખીને પછી તમે પાછળ વળીને ન જોશો અને સીધા તમારા ઘરે જતા રહો. ઘરે ગયા પછી તમે સ્નાન કરી લો. યાદ રાખો કે તમે રવિવારના દિવસે જ આ ઉપાય કરો.

ઉપર જણાવેલા ઉપાયો સિવાય, જો ભૈરવનાથજી સાથે શિવજી અને હનુમાનજીની પૂજા કરવામાં આવે તો આ તમારી મનોકામના ત્રણે ભગવાન વહેલી તકે પૂરી કરી દે છે. ઘણા બધા એવા મંદિરો છે. જ્યાં તમને સરળતાથી આ ત્રણે ભગવાનની મૂર્તિ એક સાથે જોવા મળી શકશે.