રવીનાએ અક્ષય કુમારનો કર્યો મોટો ખુલાસો, જણાવ્યું : હું રાત્રે 3 વાગ્યે દુઃખાવાથી તડપતી જોઈ રહી, પછી.

રવિના ટંડનનું નામ બોલીવુડની સુંદર અને પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં જોડાયેલું હોય છે. રવિનાનું નામ એકથી એક સુપરહિટ ફિલ્મોમાં નોંધાયેલું છે. ૯૦ ના દશકમાં રવિનાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી. તે સમયમાં માત્ર બે હિરોઈનોનો દબદબો રહેતો હતો. જેમાં પહેલું નામ રવિના ટંડન અને બીજું નામ કરિશ્મા કપૂરનું આવતું હતું.

ફિલ્મ ‘મોહરા’ ના ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ થી રવિના એ યુવાનોના દિલમાં આગ લગાવી દીધી હતી. તે આ ગીતમાં પીળી સાડી પહેરીને એટલી હોટ અને સેક્સી દેખાઈ રહી હતી. જેનો કોઈ જવાબ ન હતો. તેમણે ‘તું ચીજ બડી હે મસ્ત મસ્ત’ અને ‘અખિયા સે ગોલી મારે’ જેવા ગીતોથી પણ લોકોને પોતાની અદાઓના દીવાના બનાવ્યા. રવિના આજે પણ એટલી જ સુંદર દેખાય છે. તે આજે પણ ઘણા લોકોના દિલો ઉપર રાજ કરે છે.

અક્ષય કુમાર સાથે અફેયર :- વર્ષ ૧૯૯૪ માં અક્ષય અને રવિનાની ફિલ્મ ‘મોહરા’ સુપરહીટ સાબિત થઇ હતી. આ ફિલ્મના ગીત ‘તું ચીજ બડી હે મસ્ત મસ્ત’થી રવિના બોલીવુડમાં મસ્ત મસ્ત ગર્લ તરીકે છવાઈ ગઈ. પરંતુ બોલીવુડમાં એક સમય એવો પણ હતો જયારે ચારે તરફ અક્ષય કુમાર અને રવિના ટંડનના અફેયરની ચર્ચાઓ હતી. તે અક્ષય કુમારના પ્રેમ સાથે ખરાબ રીતે જોડાયેલી હતી.

પરંતુ થોડા સમય પછી બન્નેના બ્રેકઅપના સમાચારો સામે આવ્યા. બ્રેકઅપ પછી રવિના ડીપ્રેશનમાં આવી ગઈ અને પછી તેની જે હાલત થઇ તે કોઈ નથી છુપી નથી. રવિના માટે આ કોઈ મોટા અકસ્માતથી ઓછું ન હતું.

ઝુપડીની મહિલાઓને બદલ્યું જીવવાનો અંદાજ :- એક ઈન્ટરવ્યુંમાં રવિના ટંડને જણાવ્યું હતું કે, તે દિવસોમાં ઘરમાં મારું બિલકુલ મન લાગતું ન હતું. એટલા માટે હું હંમેશા ઘર માંથી બહાર રહેતી હતી. તે માથાકૂટમાં એક રાત્રે ૩ વાગ્યાની આસપાસ હું મુંબઈના રોડ ઉપર ફરી રહી હતી. તે દરમિયાન મારી નજર એક ઝુપડામાં રહેવા વાળી મહિલા ઉપર પડી. જેનો પતિ તેની સાથે ઝગડી રહ્યો હતો અને તેની સાથે મારકૂટ કરી રહ્યો હતો.

તે મહિલા તડપતી રહી હતી, ત્યારે એના ત્રણ બાળકો વચ્ચે આવી ગયા અને મહિલા થોડા સમય પછી પોતાના બાળકો સાથે રોડ ઉપર રમવા લાગ્યા. બાળકો સાથે રમતા મહિલાને જોઈને જરાપણ અહેસાસ નહોતો થઇ રહ્યો હતો કે હમણાં થોડા સમય પહેલા સુધી તે દુ:ખી હતી. બસ તે બાબત એ મારો જીવવાનો અંદાઝ બદલી નાખ્યો.

પરિવાર સાથે પસાર કરી રહી છે આનંદમય જીવન :- રવિના આગળ કહ્યું, તે મહિલાને જોઈને મારા આત્માએ મને કહ્યું, એક માણસના જતા રહેવાથી હું એટલું દુ:ખ કેમ વ્યક્ત કરી રહી છું. પોતાના બાળકો સાથે રમતી મહિલા પાસે ન ઘર છે અને ન કોઈ સુખ દુવિધા તેમ છતાં પણ તે કેટલી બહાદુરી સાથે બધું સહન કરતા પોતાને સાંભળી રહી છે. તે મારી પાસે બધું જ છે. કરોડોનું ઘર છે, મોંઘી ગાડી ઓ છે, નોકર-ચાકર બધું છે, તેમ છતાં પણ હું દુ:ખી છું.

બસ તે દિવસ પછી મારા નવા જીવનની શરુઆત થઇ અને મેં ક્યારે પાછા વળીને ન જોયું, રવિનાએ કહ્યું કે તે પળ તેમણે નિર્ણય લીધો કે હવે તે ગયેલા સમયની તમામ કડવી યાદોને ભૂલી જશે અને જીવનમાં આગળ વધશે. એક તે દિવસ છે. આજના દિવસે રવિના પોતાની ફેમીલી સાથે ઘણી ખુશ છે અને તેના માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.