બ્રહ્માજી હતા રાવણના પરદાદા, જાણો કોણ હતા લંકેશના માતા-પિતા.

બ્રહ્માજી હતા રાવણના પરદાદા, જાણો રાવણ વિષે એવી વાતો કે તમે ક્યારેય વાંચી ન હોય.

રાવણનો ઘણા બીજા ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે, અને અલગ અલગ ગ્રંથોમાં રાવણના ચરિત્રના ઘણા પાસાઓ બહાર આવે છે. પદ્મપુરાણ, શ્રીમદ્ભાગવત પુરાણ, મહાભારત, કુર્મપુરાણ, આનંદ રામાયણ કે પછી દશાવતાર ચરિત બધામાં રાવણનું વર્ણન જરૂર કરવામાં આવ્યું છે. જેની ઉપરથી જાણી શકાય છે કે રાવણનું બાળપણ કેવું પસાર થયું હતું, કેવી રીતે તે આટલા ઉગ્ર અને અભિમાની બન્યા અને તે અભિમાન તેના વિનાશનું કારણ બન્યું.

જાણો કેવું પસાર થયું હતું લંકાપતિ રાવણનું બાળપણ? લંકાપતિ નરેશ. રાવણ જેનું વર્ણન વાલ્મીકી રચિત રામાયણમાં વિશેષ છે. પરંતુ તે ઉપરાંત પણ રાવણનું ઘણા ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે, અને અલગ અલગ ગ્રંથોમાં રાવણના ચરિત્રના ઘણા પાસાઓ બહાર આવે છે. પદ્મપુરાણ, શ્રીમદ્ભાગવત પુરાણ, મહાભારત, કુર્મપુરાણ, આનંદ રામાયણ કે પછી દશાવતાર ચરિત બધામાં રાવણનું વર્ણન જરૂર કરવામાં આવ્યું છે.

તેમાંથી અમુક ગ્રંથોમાં રાવણના માતા-પિતા, બાળપણ અને તેનો ઉછેર વિષે પણ ઉલ્લેખ મળે છે, જેની ઉપરથી જાણી શકાય છે કે રાવણનું બાળપણ કેવું પસાર થયું. કેવી રીતે તે ઉગ્ર અને અભિમાની બન્યા અને તે અભિમાન તેમના વિનાશનું કારણ બન્યું. આવો જાણીએ રાવણના જન્મ સાથે જોડાયેલી થોડી વિશેષ વાતો.

બ્રહ્માજી હતા રાવણના પરદાદા : રાવણના પરદાદા બ્રહ્માજી હતા. આમ તો તેમના પુત્ર થયા પુલસ્ત્ય ઋષિ અને તેમના પુત્ર હતા વિશ્વવા. કહેવામાં આવે છે કે વિશ્વવાના પહેલા લગ્ન ભારદ્વાજની પુત્રી દેવાંગના સાથે થયા જેના દીકરાનું નામ કુબેર હતું. તે વિશ્વવાના બીજા લગ્ન દૈત્યરાજ સુમાલીની દીકરી કૈકસી સાથે પણ થયા હતા અને રાવણ, કુંભકર્ણ, વિભીષણ અને સૃપણખા તેમના સંતાન હતા.

રાવણ રૂપમાં જ જન્મ્યા હતા હીરણ્યાન્ક્ષ : હીરણ્યાન્ક્ષએ જ ત્રેતા યુગમાં રાવણના રૂપમાં જન્મ લીધો હતો. પદ્મપુરાણ, શ્રીમદ્ભાગવત પુરાણમાં એ વાતનું વર્ણન છે. જે મુજબ હીરણ્યાન્ક્ષએ રાવણ અને હિરણ્યકશિપુએ કુંભકર્ણના રૂપમાં જન્મ લીધો હતો. કહેવામાં આવે છે કે કૈકસીએ અશુભ સમયમાં ગર્ભ ધારણ કર્યો હતો. જેના કારણે જ રાવણનો સ્વભાવ આટલો ક્રૂર અને રાક્ષસી હતો.

સાથે જ કહેવામાં આવે છે કે કૈકસીએ પોતાના પતિ પાસે વરદાન માગ્યું હતું કે તેને એ દેવતાઓથી પણ વધુ શક્તિશાળી પુત્ર થાય જેના કારણે જ કૈકસીને દસ માથા અને વિશ હાથ વાળો રાવણ પેદા થયો. જયારે કૈકસીને એ સંબંધ વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે આમ તો તેણે અદ્દભુત બાળક માગ્યું હતું એટલા માટે તેનાથી અદ્દભુત બીજું કોઈ નથી.

આવી રીતે થયો રાવણનો ઉછેર : રાવણ એક અતીજ્ઞાની બ્રાહ્મણ હતો તેમાં કોઈ બે મત નથી. પરંતુ ચારે વેદોનું જ્ઞાન તેને બાળપણથી જ થઇ ગયું હતું. એટલું જ નહિ આર્યુવેદ, જ્યોતિષ અને તંત્ર વિદ્યામાં ઓઅન તેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આમ તો તેને ખબર હતી કે તે બ્રહ્માજીનો વંશજ છે એટલા માટે તેમણે તેની ઘોર તપશ્ચર્યા કરી હતી અને તેમની પાસેથી વરદાનમાં ઘણા પ્રકારની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. પાછળથી તે શિવના પણ ઉપાસક બન્યા. અને શિવને પ્રસન્ન કરવા માટે રાવણે કઠોર તપ કર્યું હતું.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા.)