રાયપુરની સામાન્ય કુટુંબની દીકરી આજે બનશે ઝારખંડની મુખ્ય પ્રધાનની વહુ. શું છે હકીકત.

ત્રણ બગીઓમાં આવશે જાન, જાણો શું કહે છે પીહુ…

તાબીર હુસૈન રાયપુર. સામાન્ય પરિવારનો સંબંધ જ્યારે ઉંચા ઘર સાથે જોડાઈ જાય તો તેનો સીધો અર્થ થાય છે કે સાસરીયા પક્ષને છોકરી એટલી પસંદ આવી કે તેના જેવી કોઈ જગ્યાએ નથી. જી હા, એવો જ સંયોગ થયો છે રાયપુર કી પીહુ સાથે. તે ઝારખંડના સી.એમ. રઘુવર દાસની વહુ બનવા જઈ રહી છે. 8 માર્ચ શુક્રવારે ત્રણ બગીઓઓ જાન પહોચી રહી છે.

સિટીની પૂર્ણિમા સાહ (પીહુ) માટે આજનો દિવસ કોઈ સપનાથી ઓછો નથી. એક સામાન્ય કુટુંબની દીકરી ઝારખંડના સી.એમ. રાઘુવર દાસની વહુ બનવા જઈ રહી છે. તેને લઇને પીહુ ઘણી એકસાઈટેડ પણ છે. ૮ માર્ચના રોજ જાન આવશે. પીહુ હળદર લાગેલી છે. ગીત-સંગીતનો સમય ચાલી રહ્યો છે. દરેક તેને અભિનંદન આપી રહ્યા છે. પીહુ કહે છે કે લલિત (બીટુ) શુક્રવારના રોજ આવી રહ્યો છે.

પીહુના પપ્પા ભાગીરથી સાહુ વેપારી છે અને મમ્મી કૌશલ્યા સાહુ ટીચર. જાનના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે. સાત ફેરા વીઆઈપી રોડ આવેલી હોટેલમાં હશે. રઘુવર દાસનો સંબંધ રાજનાંદ ગામ સાથે છે. તેથી તેમની લાગણી છતીસગઢ સાથે જોડાયેલી છે.

આવી રીતે જોડાયા રાયપુર સાથે સંબંધ :-

મારી મોટી મમ્મીની દેરાણીની દીકરીના લગ્ન રાંચીમાં થયા છે, જેને હું દીદી કહું છું. મારા સસરા મામા સસરા છે. વાસ્તવમાં, તેમને છત્તીસગઢિની જ વહુ જોઈતી હતી. દીદીએ મને પહેલી વાર ફેસબુક ઉપર જોઈ કારણ કે અમે સંપર્કમાં ન હતા. તેમણે મેસેન્જરમાં મેસેજ કર્યો. સામાન્ય વાત થતી રહી. તેમણે મારા મોટા પિતાને કહ્યું કે પીહુ માટે એક સંબંધ છે.

પીહુના પેરેન્ટ્સને પૂછી લો. જો હા, કહે તો વાત આગળ વધારીએ. જ્યારે મોટા પપ્પાએ મારા પેરન્ટ સાથે વાત કરી ત્યારે તે પહેલા તો અચકાયા, કેમ કે આટલા મોટા ઘર માંથી સંબંધની વાત હતી. સામાન્ય માણસ માટે તે મોટી વાત નથી હોતી. કોઈએ વિચાર્યું ન હતું. આમ પણ દરેક રવિવારે કોઈને કોઈ મને જોવા આવી પણ રહ્યા હતા. તો પપ્પા એ કહ્યું ચાલો તેને પણ દેખાડી દઈએ. તેમણે કહ્યું કે ત્યાં જણાવી દેજો કે અમે મધ્યમવર્ગના પરિવાર માંથી છે.

પ્રથમ વખત વિડિઓ કૉલિંગથી વાત થઇ :-

પીહુએ કહ્યું કે જ્યારે મમ્મી-પપ્પા અને ભાઈ ત્યાં ગયા, તો મેં દીદીને કહ્યું કે અહીંયા રોકાઈ હતી. કારણ કે અમે કન્યાઓ લગ્ન પહેલા સાસરીયે નથી જતી. મેં પહેલી વાર તેની સાથે વિડિઓ કોલિંગથી વાત કરી. જ્યારે સગાઈ થઇ ગઈ ત્યારે અમે વાટ્સેપથી સંપર્કમાં રહ્યા.

અભ્યાસનો ખર્ચો પોતે ઉપાડ્યો :-

જેઆર દાની શાળામાં પીહુનો શાળાનો અભ્યાસ થયો. મહંત લક્ષ્મીનારાયણ કોલેજમાં ગ્રેજ્યુશન કર્યું. પીહુએ કહ્યું કે હું મારા અભ્યાસનો ખર્ચો જાતે ઉઠાવવા માગતી હતી. બે વર્ષ સુધી ફર્સ્ટ અને સેકંડ ઈયરમાં અભ્યાસ પણ. ત્યાર પછી સીસીટીવીની શોપમાં નોકરી કરી. પીહુ એક સમાચાર ચેનલમાં રિપોટર પણ રહી ચુકી છે.

ટાટા સ્ટીલમાં મેનેજરના હોદ્દા ઉપર છે લલિત :-

લલિત મુખ્યમંત્રીના એકમાત્ર પુત્ર છે. તે ટાટા સ્ટીલમાં મેનેજર છે. પહેલા જમશેદપુરમાં હતા. હવે રાંચી શિફ્ટ થઈ ગયા. પીહુએ કહ્યું કે તેમના સસરા લલિતને સેલ્ફ ઇન્ડીપેન્ડેટ જોવા માંગતા હતા.

તેથી તેઓ કામ કરી રહ્યા છે. એક પ્રશ્નના જવાબમાં પીહુએ કહ્યું કે હાઇફાઇ અને પોલિટીક્સ ઘર સાથે જોડાયા પછી મારા જીવનમાં વિશેષ પરિવર્તન આવશે નહીં.