જો તમારી પાસે આવી નોટ હોય તો જાણો RBI એ 500 અને 2000 ની નોટ ને સંબંધિત બેન્કોને આપ્યો આદેશ

નવી નોટ ને લઇ ને હવે નવી નીતિ આવી છે જેના લીધે જો નોટ ઉપર કંઈપણ લખ્યું હોય તો તેને બદલી શકાશે નહિ પણ ખાતામાં જમા કરી શકે છે. નવી દિલ્હી, પીટીઆઈ ખબર પ્રમાણે કોઈ પણ બેંક 500 અને 2000 રૂપિયા ના એવા નોટ લેવાનો ઇન્કાર કરી શકે નહિ જેના પર કઈ લખ્યું હોય. હા પણ જો વ્યકતિ નોટ બદલવા માંગતો હોય તો તે બદલી નહિ શકે, ખાલી આ નોટ જે વ્યક્તિ જમા કરવા માટે આવે તેના ખાતામાં આ નોટ જમા કરવામાં આવસે
એવું આરબીઆઇના અધિકારીએ જણાવ્યું છે.

એટલે સરળ ભાષા માં સમજો કોઈ નોટ પર સોનમ બેવફા છે કે આવું કાઈપણ લખેલું હોય કે કોઈ કલર નાં ડાઘ પડે કે એવું કાઈપણ થાય તો બેંક માં તમારા ખાતા માં જમા કરાવી દો એવી નોટ કોઈ બેંક જમા કરવાની નાં પાડી જ નાં શકે. એ તમારો અધિકાર છે કે કોઈપણ અસલી નોટ ને તમે બેંક માં જમા કરી શકો

આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આર્થિક સાક્ષરતા હેઠળ મેળા માં આવનાર લોકોને જાગૃત કરી રહ્યા છે. આમાં નવી નોટ ના ફીચર્સ સાથે લોકો ને એમના અધિકારો વિષે જાણકારી આપવામાં આવે છે. સાથે, ડિજિટલ માધ્યમ સાથે જોડાઈ રહેવાનો પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

પ્રગતિ મૈદાનના હોલમાં નંબર 18 માં લાગેલા આરબીઆઇ ના સ્ટોલ માં લોકો તેમના સવાલ લઇ ને પહોંચ્યા. ઘણા લોકો અહીંયા 500 અને 2000 રૂપિયાના નોટની જાણકારી મેળવવા માંગતા હતા જેમાં કંઈક લખ્યું હોય અને તે નોટ કોઈ બેંક લેવાની નાં પાડે તો તેની સામે ફરિયાદ કરવાની રીત ની જાણકારી મેળવવા માંગતા હતા. તો કેટલાક લોકો ને તો 10 રૂપિયા ના સિક્કાની સ્થિતિની જાણકારી મેળવવા માંગે છે.

આરબીઆઇ ના અધિકારીએ લોકો ને જણાવ્યું કે કેન્દ્રીય બેન્ક પહેલા પણ આ સંબંધિત ભ્રમ દૂર કરી ચુક્યા છે. મેળા દરમિયાન લોકો અમને 500 અને 2000 રૂપિયા ના નોટ પર કઈ લખ્યું હોય તો તેની સ્થિતિ માં અસલી છે કે નકલી તેના પર સવાલ કરી રહ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીયે કે નોટ પર કઈ લખ્યું હોય અથવા રંગ લાગી જવાથી આવી સ્થિતિમાં તે પણ અસલી છે. બેન્ક તેને લેવા માટે ના પાડી શકે નહિ.

સાથે એમણે કહ્યું કે, પણ ગ્રાહક આવી નોટો ને બેંકમાં બદલી આપવામાં નહિ આવે, પરંતુ આવા નોટ ને જે વ્યક્તિ નોટ આપવા આવ્યો હોય તે તેના ખાતા માં જમા કરી દેવામાં આવશે.

તેમણે કહ્યું કે આરબીઆઇ સ્વચ્છ નોટ નીતિ નું અનુસરણ કરે છે. નવી નોટ ને લઈને ક્યારેય રીફંડ નીતિ નહિ આવી તેના માટે જે નોટ પર કંઈપણ લખ્યું હોય તો તેને બદલાવવામાં નહિ આવે પરંતુ ખાતામાં જમા કરવામાં આવે છે. આરબીઆઇ એ એવી નોટ ના લીગલ ડેન્ટર પાછું લઇ લીધું છે.

અધિકારીએ કહ્યું કે આના સિવાય મેળો જોવા આવેલા લોકોને નવી નોટ નો ફીચર વિષે પણ જાણકારી આપવામાં આવી છે જેથી નકલી નોટ ને લોકો સરળતાથી ઓળખી શકે.

તેમને કહ્યું કે તેની માટે અમે પેમ્પલેટસ પ્રકાશિત કરેલું છે. તેનામાં નોટો વિષે વિસ્તારમાં જાણકારી આપવામાં આવી છે જેને વાંચીને લોકો અસલી નોટે ને સરળતાથી ઓળખી શકે.

અધિકારીઓએ જણાવ્યું કે 500, 200 અને 2000 રૂપિયા ના નોટ પર 17 પ્રકારના ફીચર છે જયારે 50 રૂપિયા ની નોટ માં 14 ફીચર્સ છે.

લોકો અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા કે દુકાનદાર 10 ના સિક્કા નથી લેતા. અમે પણ આવા પ્રકારની ફરિયાદ લઇ આવતા લોકો ને સ્પષ્ટ કરી નાખ્યું કે 10 રૂપિયા ના બધા પ્રકારના સિક્કા માન્ય છે. અમે આ સબંધમાં મેળા માં આ સુચના લગાવી છે.

તેમને કહ્યું કે તેના સિવાય મેળામાં ડિજિટલ લેન-દેન ની માટે પણ લોકો ને પ્રોત્સાહન આપી રહ્યા છે.

અધિકારીઓ એ જણાવ્યું કે નેટ બેન્કિંગ ખાલી સ્માર્ટ ફોન વાળા નહિ પણ ફીચર ફોન રાખવા વાળા પણ ઉપયોગ કરી શકે છે.

તેમણે કહ્યું કે ફીચર ફોન ના ઉપયોગ કરવા વાળા લોકો પણ પોતાના ફોનમાં *99# ડાયલ કરીને ઈન્ટરનેટ વગર પણ બે ખાતા વચ્ચે લેણ-દેણ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે આ જ નંબર પર ડાયલ કરી નોંધણી કરવી પડે છે.