રિઝર્વ બેંક 2 હજારની નોટને કેમ ચુપચાપ પાછી લઈ રહી છે, જાણો શું છે તેની પાછળનું કારણ અને તમારા પર તેની અસર

દેશની એક મોટી સરકારી બેંકે 2 હજાર રૂપિયાની નોટોને બ્રાંચો પાસેથી પાછી લેવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહિ આ નોટો પાછી રિઝર્વ બેંકની કરેંસી ચેસ્ટમાં જમા કરાવવામાં આવી રહી છે. અહીં સુધી કે જે બેંક શાખાઓમાં ફક્ત 4 અથવા 10 નોટ જ હતી, ત્યાંથી પણ તેને પાછી માંગી લેવામાં આવી છે. બિઝનેસ ઇનસાઈડરના રિપોર્ટ અનુસાર બેંક તરફથી એટીએમ સેવાઓ આપવા વાળી કંપનીઓને પણ કહેવામાં આવ્યું છે કે, 2 હજાર રૂપિયાની નોટને કાઢવા વાળી રેકને રિપ્લેસ કરી દે.

એટીએમમાંથી કઈ નોટ નીકળશે એ નિર્ણય કોઈ પણ બેંકની શાખા તરફથી નથી લેવામાં આવતો. આવા નિર્ણય ઉચ્ચ સ્તર એટલે કે આરબીઆઇના લેવલથી જ થાય છે. હવે સવાલ એ છે કે, છેવટે કેમ આરબીઆઈ 2 હજાર રૂપિયાની નોટ ચુપચાપ પાછી લઈ રહી છે? આના પર બેંકના અધિકારીઓનું કહેવું છે કે, 2 હજાર રૂપિયાની નોટ પાછી લેવા પાછળનું કારણ નકલી નોટો દૂર કરવાનું છે. જો કે જણાવી દઈએ કે, અત્યાર સુધી કેંદ્ર સરકાર, રિઝર્વ બેંક અથવા કોઈ અન્ય સરકારી અથવા ખાનગી સેક્ટરની બેંકે આ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન નથી આપ્યું.

આ કારણે ધીરે ધીરે સર્ક્યુલેશનમાંથી હટાવવાનો પ્રયત્ન :

હકીકતમાં આ નોટોની જમાખોરી પણ જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, અપરાધી તત્વો માટે આ નોટો દ્વારા રકમ રાખવી સરળ છે. એવામાં આરબીઆઈ હવે તેમને ધીરે ધીરે સર્ક્યુલેશનમાંથી હટાવવા પ્રયત્ન કરી રહી છે.

સામાન્ય લોકો માટે ચિંતાની વાત નથી :

બેંકે આદેશ જાહેર કર્યો છે કે, એટીએમ મશીનોમાં 2 હજાર રૂપિયાની નોટ નાખવામાં ન આવે. જોકે આ સ્થિતિ સામાન્ય લોકો માટે ચિંતાજનક નથી, કારણ કે બેંકોમાં 2 હજાર રૂપિયાની નોટોનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે, અને કોઈ પણ તેને ક્યારેય પણ જમા કરાવી શકે છે.

ખાનગી બેંકોના એટીએમમાંથી પણ હટી રહી છે 2 હજારની નોટ :

બેંક સાથે જોડાયેલા અધિકારીઓએ બિઝનેસ ઇનસાઈડરને જણાવ્યું કે, થર્ડ પાર્ટી એટીએમ સર્વિસ પ્રોવાઇડર્સને પણ 2 હજારની નોટોના બદલામાં 100 રૂપિયાની નોટોના રેક લગાવવા કહેવામાં આવ્યું છે. આ આદેશ સરકારી બેંકો માટે જ નહિ પણ ખાનગી બેંકો માટે પણ આવ્યા છે.

ગભરાટથી બચવા માટે પાછી લઈ રહ્યા છે નોટ :

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આરબીઆઈ ચરણબદ્ધ રીતે 2 હજારની નોટોને સર્ક્યુલેશનમાંથી ઓછી કરવા માટે એટલા માટે પ્રયત્ન કરી રહી છે, જેથી ભવિષ્યમાં ક્યારેય આવી નોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે તો 2016 ની જેમ જનતામાં કોઈ ગભરાટ (પેનિક) ન થાય.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.