પ્રેમમાં દગો મળતા જ સીધી લગ્ન મંડપમાં પહોંચી ટીવી ઇન્ડસ્ટ્રીની આ હસીનાઓ.

ટીવીની આ 7 હસીનાઓને બોયફ્રેન્ડથી મળ્યો દગો, તો લગ્ન કરીને બની ગઈ પત્ની. ટીવી જગત સાથે જોડાયેલી ઘણી એવી સુંદરીઓ છે જેની લવલાઈફ મીડિયામાં ઘણી છવાયેલી રહી હતી, અને તેમના બ્રેકઅપના સમાચારોએ તો લોકોના હોંશ ઉડાડી દીધા હતા. મુવ ઓન કર્યા પછી આ સુંદરીઓએ જયારે લગ્ન કરવાનો નિર્ણય લીધો, તો તેમના પ્રશંસકોએ પણ તેમને હિંમત આપી. આજે સ્થિતિ એવી છે કે, તે સુંદરીઓ તેમના પાર્ટનર સાથે મળીને પ્રશંસકોને અવાર નવાર કપલ ગોલ્સ આપતા રહે છે. નીચે જુવો એવી જ સુંદરીઓની ઝલક.

સના ખાન : સના ખાન ઘણા લાંબા સમયથી કોરિયોગ્રાફર મેલવિન લુઈસને ડેટ કરી રહી હતી. પણ પ્રેમમાં દગો મળ્યા પછી સના ખાન એકદમથી તૂટી ગઈ હતી. અને હાલમાં જ સનાએ સૈયદ સાથે નિકાહ કર્યા છે.

રૂબીના દિલાઇક : રૂબીના દિલાઇક અને અવિનાશ સચદેવાની લવ સ્ટોરી ઘણી સમાચારોમાં રહી હતી. અવિનાશ રૂબીનાનો વિશ્વાસ તોડીને મુવ ઓન કરી ચુક્યા હતા. તેના થોડા વર્ષો પછી રૂબીનાના જીવનમાં અભિનવ શુક્લાએ એન્ટ્રી લીધી હતી. વર્ષ 2018 માં રૂબીનાએ અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

કામ્યા પંજાબી : કામ્યા પંજાબી અને કરણ પટેલ વચ્ચેની મિત્રતા તો એટલી ગાઢ હતી કે તેમના બ્રેકઅપના સમાચારે દરેકના હોંશ ઉડાડી દીધા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કામ્યા પંજાબીએ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા હતા.

નેહા કક્કર : નેહા કક્કરે ગયા વર્ષે જ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. લગ્નના થોડા મહિના પહેલા જ નેહા અને હિમાંશ કોહલીનું બ્રેકઅપ થયું હતું. નેહા કક્કર બ્રેકઅપના દુઃખમાંથી જલ્દી બહાર નીકળી શકી ન હતી, એવામાં એક વખત તે નેશનલ ટેલીવિઝન ઉપર રડી પડી હતી.

ગૌહર ખાન : બીગ બોસ 14 માં ગૌહર ખાન અને કુશાલ ટંડનની મુલાકાત થઇ હતી. શો પૂરો થવાના થોડા મહિના પછી જ બંને અલગ પણ થઇ ગયા હતા. લોકડાઉનમાં ગૌહર અને જૈટનો પરિચય થયો અને બંને પહેલી નજર માં જ એક બીજાને પ્રેમ કરી બેઠા. ગૌહર અને જૈદ દરબારે ડીસેમ્બર 2020 માં લગ્ન કર્યા છે.

દિવ્યાંકા ત્રિપાઠી : દિવ્યાંકા ત્રિપાઠી અને શરદ મલ્હોત્રા ટીવી જગતના જાણીતા કપલ્સમાંથી એક હતા. રાજીવ ખંડેવાલના ચેટ શો ઉપર આવીને દિવ્યાંકાએ ખુલાસો કર્યો હતો કે શરદે તેને છેતરી હતી. ત્યાર પછી તેની ખરાબ હાલત થઇ ગઈ હતી. વર્ષ 2016 માં દિવ્યાંકાએ વિવેક દહિયા સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી અવાર નવાર બંને જણા પ્રશંસકોને કપલ્સને ગોલ્સ આપતા રહે છે.

અનીતા હસનંદાની : અનીતા હસનંદાની અને ઇજાઝ ખાનની મુલાકાત એકતા કપૂરની સુપરહીટ સીરીયલ ‘કાવ્યાંજલી’ ના સેટ ઉપર થઇ હતી. વર્ષો સુધી ઇજાઝ ખાનને ડેટ કર્યા પછી એક વખત અનીતાએ તેને દગો આપતા પકડ્યો હતો. પછી વર્ષ 2013 માં અનીતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કરી લીધા હતા. રોહિત સાથે અનીતા ઘણી ખુશ છે.

આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.