આ દિવસથી ઉત્તરાયણ થાય છે સૂર્ય અને આ ઉત્સવ પર કરવામાં આવેલા દાનથી મળે છે કેટલાય ગણું ફળ.

વાંચો ઉત્તરાયણ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓની સાથે તે દિવસે દાન કરવાનું મહત્વ. હિંદુ ધર્મમાં સૂર્ય દેવતા સાથે જોડાયેલા ઘણા તહેવાર ઉજવવાની પરંપરા છે. તેમાંથી એક મકર સંક્રાંતિ પણ છે. જયારે ભગવાન સૂર્ય ઉત્તરાયણ થઈને મકર રાશિમાં આવે છે, તો આ પર્વને આખા દેશમાં મકર સંક્રાંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ પર્વ પર સૂર્ય પૂજાની સાથે જ પવિત્ર નદીઓમાં સ્નાન અને શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પ્રાચીન પરંપરા છે. માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલ દાન અનેકગણું વધીને પાછું આવે છે.

દેવતાઓના દિવસની શરૂઆત : આ સંબંધમાં માન્યતા છે કે, સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. આ કારણે આ પર્વનું ખાસ મહત્વ છે. ખરમાસને કારણે 16 ડિસેમ્બરથી અટકેલા માંગલિક કામ મકર સંક્રાંતિ પછી શરૂ થઈ જશે. મકર સંક્રાંતિ પછી જ ગ્રહ પ્રવેશ, લગ્ન અને નવા વ્યાપારના શુભ મુહૂર્ત છે.

તલથી બનેલી વસ્તુઓનું કરે છે દાન : માન્યતા છે કે, સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. મકર સંક્રાંતિના પર્વ પર તલ અને ગોળની બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધર્મ ગ્રંથો અનુસાર આ દિવસે તલનું દાન કરવાથી જાણે-અજાણે થયેલા પાપનો નાશ થાય છે, સાથે જ તલ દાનથી અનેકગણું પુણ્ય મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

ભીષ્મ પિતામહએ પસંદ કર્યું હતું ઉત્તરાયણ : માન્યતા છે કે, મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા અનુસાર મહાભારત કાળમાં ભીષ્મ પિતામહએ સૂર્યના ઉત્તરાયણ થવા પર જ પોતાની ઈચ્છાથી શરીરનો ત્યાગ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે, મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથ ઋષિની પાછળ પાછળ કપિલ ઋષિના આશ્રમમાં આવ્યા હતા.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.