આ અઠવાડિયે આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યો છે ધન લાભનો વિશેષ યોગ, વાંચો અઠવાડિયાનું રાશિફળ.

મેષ રાશિ :

પરિવારમાં માંગલિક કામની રૂપરેખા બનશે. ભાગ્ય આ અઠવાડિયે તમારી સાથે છે. તમે તમારા બધા વિરોધીઓ પર વિજય મેળવી શકો છો. તમારું નામ અને પ્રસિદ્ધિ વ્યાપક થશે. ઉત્તમ મનોબળ તમારી બધા સમસ્યાઓનું નિવારણ લાવશે. બિઝનેસમાં તમારે તમારા સહયોગી સાથે તાલમેલ બનાવીને ચાલવાનું છે. સ્ત્રી જાતિનું કાર્યક્ષેત્રમાં પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

પ્રેમના બાબતમાં : પ્રેમ અને લગ્ન જીવનમાં સુધાર આવશે અને જો કોઈ તણાવનું કારણ હતો, તો તે દૂર થઇ જશે.

કરિયર વિષયમાં : નોકરીના ક્ષેત્રમાં ઈચ્છા અનુસાર સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યમાં તમને થોડો ઉતાર-ચઢાવ રહશે. પેટ ખરાબ થઇ શકે છે.

વૃષભ રાશિ :

આ અઠવાડિયે ધન કમાવવા માટે તમારે ખુબ મહેનત કરવી પડશે. મહેનત કરવાથી ફળ પ્રાપ્તિ થશે. વેપારમાં વિસ્તારની યોજના ગતિ પકડશે. નવા વેપારી તકો જોખમો વિના આવશે નહિ. ભાઈઓની સંપત્તિનો વિવાદ થઇ શકે છે. પ્લાનની સાથે કામ કરવાથી બધું સારું રહશે. પ્રિન્ટિંગના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે.

પ્રેમના બાબતમાં : આ અઠવાડિયે કોઈ નવી પ્રેમ કહાની શરુ થઇ શકે છે. પ્રેમીઓ માટે આ અઠવાડિયું યાદગાર રહશે.

કરિયર વિષયમાં : તમને કરિયરના બાબતમાં કોઈ શુભ સમાચાર મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહશે. તાજગી અને પ્રસન્નતા બની રહશે.

મિથુન રાશિ :

આ અઠવાડિયે તમારા પરિવારથી જોડાયેલા દરેક સમસ્યાનું નિવારણ સરળતાથી થશે. મગજ વધારે સક્રિય રહશે. પરિવારમાં માંગલિક કામો પર ચર્ચા થશે. વાહન ખરીદી શકો છો. આવક અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની ગતિવિધિઓ સમસ્યામાં નાખી શકે છે. ગુપ્ત શત્રુઓ દ્વારા બનાવવામાં આવેલ કેટલીક નાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિજ્ઞાન ક્ષેત્રથી જોડાયેલા મોટા ફાયદા થઇ શકે છે.

પ્રેમના બાબતમાં : લગ્ન જીવનમાં તણાવ મહેસુસ કરી શકો છો, આનાથી બચવા માટે પોતાના પ્રિયની સાથે સમય વિતાવો અને મનની વાત કરો.

કરિયર વિષયમાં : વિધાર્થીઓને અપેક્ષાથી થોડું ઓછું પરિણામ મળશે, પરંતુ ગંભીર વિષયોના અભ્યાસમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આ અઠવાડિયું સ્વાસ્થ્ય સારું રહશે. તમારામાં બહુ ઉર્જા રહશે, પરંતુ મનમાં કોઈ ચિંતા બની રહેશે.

કર્ક રાશિ :

ભાઈઓ અને બહેનોનો પૂર્ણ સહયોગ મળશે. વાહન જાળવણી ખર્ચમાં વધારો થશે. લેવડદેવડમાં સાવધાની રાખો. કોઈની પાસેથી ભેટ મળી શકે છે. જો તમે નવો વેપાર શરુ કરવા માંગો છો? તો પોતાની માતા-પિતાની સલાહ જરૂર લેવો. આ અઠવાડિયે તમને કેટલાક નવા અને રોચક અનુભવ મળી શકે છે. મોટા કામ પૂર્ણ કરવામાં તમારો સંપૂર્ણ ધ્યાન રહશે. કાયદાકીય મામલાનું નિવારણ થવાની સંભાવના છે.

પ્રેમના મામલામાં : આ અઠવાડિયે લવ લાઈફની જૂની સમસ્યાનું નિવારણ થઇ શકે છે.

કરિયર વિષયમાં : વેપાર માટે કરવામાં આવેલ યાત્રા લાભકારી રહશે.

સ્વાસ્થ્યના વિષયમાં : સારા સ્વાસ્થ્ય માટે ખોરાક પર ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ રાશિ :

કોઈ મોટુ રોકાણ કરતા પહેલા સમજી વિચારીને કરો. વ્યવસાયિક વ્યક્તિ પોતાના વિરોધીઓને ખુબ પાછળ છોડી દેશે. રચનાત્મક કામમાં લાગેલ લોકો માટે સફળતા ભર્યું અઠવાડિયું રહશે. તમારો સંપર્ક વધી શકે છે. કોઈ નવી જગ્યા પર જવાનો પણ યોગ છે. નવા લોકો સાથે ભેટ પણ થઇ શકે છે. તમે તમારા મહેનત અને ક્ષમતા પર સફળતા મેળવશો.

પ્રેમના મામલામાં : પ્રેમી અને જીવનસાથીના મૂડનું ધ્યાન રાખો. પણ કોઈ ગંભીર વાત થશે નહિ.

કરિયર વિષયમાં : તમારી આવક સામાન્ય રહશે. કોઈને ઉધાર આપો નહિ, ક્યાં રોકાણ કરી શકો છો.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્ય બાબતમાં ફિટ રહેશો. પોતાની સારા રાખવા માટે વ્યાયામ કરવાની જરૂર પડી શકે છે.

કન્યા રાશિ :

તમારા જીવનમાં ધનથી સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે. પરિસ્થિતિઓ તમારા પ્રમાણે ન થવા પર પોતાના પર નિયંત્રણ રાખો. પરીક્ષાના પરિણામ તમારા પક્ષમાં આવશે. પરિવારમાં કોઈ માટે પ્રમોશન કે સફળતાનાં સંકેત છે. તમારું જીવન સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ રહશે. દલાલીના કામ કરવા વાળા લોકોએ રોકાયેલા પૈસા મળવાની સંભાવના છે. તમારા સકારાત્મક વિચાર બીજાને પણ ફાયદો અપાવી શકે છે.

પ્રેમના મામલામાં : એક તરફી પ્રેમમાં પણ તમને કેટલીક સમસ્યા આવી શકે છે.

કરિયર વિષયમાં : આ અઠવાડિયે વિધાર્થીઓએ મહેનત વધારે કરવી પડશે.

સ્વાસ્થ્યના વિષયમાં : આંખ પર દુષ્પ્રભાવ પડશે. ગુપ્ત રોગ સંબંધિત ફરિયાદ થઇ શકે છે.

તુલા રાશિ :

તુલા રાશિ વાળાઓએ બધાની સાથે સંપર્કમાં રહેવાની જરૂરત છે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય ચિંતા અને ભયનું કારણ બની શકે છે. પરિવારની સાથે વધારે સમય વિતાવવો શુભ રહશે. આ પરસ્પર મતભેદને પૂર્ણ કરી શકે છે. નોકરીમાં પ્રમોશનની સાથે જ આવકમાં વૃદ્ધિના યોગ છે. ઉચ્ચ અધિકારીઓની સલાહ લેવું યોગ્ય રહશે. શનિવારે કાળી ગાયને રોટલી ખવડાવો, પ્રયાસો સફળ થશે.

પ્રેમના મામલામાં : પ્રેમ અને લગ્ન સંબંધોમાં ઘણા હદ સુધી સુધાર થવાની સંભાવના છે.

કરિયર વિષયમાં : તમે તમારી એકાગ્રતાના કારણે મોટી સફળતા પ્રાપ્ત કરી શકો છો.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારું સ્વાસ્થ્ય નરમ-ગરમ રહશે, તમે ઉર્જાની ઉણપ અને મનમાં કમજોરી મહેસુસ કરશો.

વૃશ્ચિક રાશિ :

ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. પ્રભાવપૂર્ણ વાળી રહશે. તમારા નામ અને પ્રસિદ્ધિમાં વૃદ્ધિ થશે અને તમને પ્રભાવશાળી વ્યક્તિઓથી લાભ મળશે. પોતાના વ્યવસાય અને વેપારમાં તમે ખુબ સારું કરશો. કોઈ સાથે કામ કરવા વાળું સમસ્યા લાવી શકે છે. માતા સાથે જોડાણ વધારે રહશે માતાનું પણ તમારા પર વધારે સ્નેહ અને આશીર્વાદ રહશે.

પ્રેમના મામલામાં : પ્રેમી કે જીવનસાથી સાથે એવા મજાકથી બચો, જે તેને ખરાબ લાગી શકે છે.

કરિયર વિષયમાં : નવું રોકાણ ન કરો. નોકરીમાં તમને કોઈ મોટી જવાબદારી આપવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : ત્વચા કે શ્વાસ સંબંધિત રોગ થઇ શકે છે.

ધનુ રાશિ :

આ અઠવાડિયે તમારા કારોબારમાં ખુબ સફળતાઓ મળશે. તમારી અનુશાસિત રહેવું જોઈએ. જો તમે વિરોધાભાષી કામ કરો છો, તો આપદાનો સામનો કરવા માટે તૈયાર રહો. પ્રોપર્ટી ખરીદવા માટે સમય સારો છે. પરિવારની સાથે માંગલિક કામ થઇ શકે છે. મોટા ભાઈઓ જોડેથી મદદ મળી શકે છે. માછલીઓને દાણા આપો, સફળતા જરૂર મેળવશો.

પ્રેમના મામલામાં : અવિવાહિતના જીવનમાં પ્રેમનો પ્રવેશ થઇ શકે છે.

કરિયર વિષયમાં : વિધાર્થીઓએ પોતાની મહેનત અને પોતાના પરિણામથી થોડી નિરાશા થઇ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર-ચઢાવ આવી શકે છે.

મકર રાશિ :

મોટાઓના આશીર્વાદથી તમે બધી મુશ્કેલ કામને સરળતાથી કરી શકો છો. નાણાં સંબંધિત કોઈ તણાવ દૂર થઇ શકે છે. તમારા જીવનસાથી અને બાળકો ખુશીના સ્ત્રોત રહશે, પણ તમારી માતાનું સ્વાસ્થ્ય થોડું ખરાબ થઇ શકે છે. વરિષ્ઠ અધિકારીઓથી સંબંધોમાં ચાલતી આવેલ અડચણ દૂર થશે. ઘર અને ઓફિસમાં કરવામાં આવેલ બદલાવ તમે સહમત થઇ શકો છો.

પ્રેમના મામલામાં : પ્રેમ અને લગ્ન જીવન વધારે જ મહત્વપૂર્ણ બન્યું રહશે અને તમારા કામમાં પણ બાધાઓ બની શકે છે.

કરિયર વિષયમાં : પરીક્ષાઓમાં સફળતા મળવાની પ્રબળ યોગ છે.

સ્વાસ્થ્યના વિષયમાં : સ્વાસ્થ્યમાં થોડું ઉતાર-ચઢાવ બન્યો રહશે. ગળામાં એલર્જી થઇ શકે છે.

કુંભ રાશિ :

આ અઠવાડિયે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહો. તમારું મન આખા અઠવાડિયે આમ તેમ ભેટકતુ રહશે. સારી વાત એ છે કે આ અઠવાડિયાના અંતમાં તમારી દરેક સમસ્યાનું નિવારણ થઇ શકે છે. થોડી સાવધાની રાખો. સમજ્યા વિચાર્યા વિના કોઈને પણ કોઈ પ્રકારનો વાયદો ન કરો. ઉતાવળમાં કોઈ પણ કામને પૂર્ણ ન કરો. બાળકો પર કરવામાં આવેલ મહેનત પોઝીટીવ રિસ્પોન્સ આપશે. લોકોએ વચ્ચે લીડરશિપની તક મળશે.

પ્રેમના મામલામાં : પોતાની ભાવનાઓ દર્શાવવાનો પ્રયાસ કરશો તો પ્રેમી તમારી મનની વાત સમજી શકે છે.

કરિયર વિષયમાં : તમારી આવક સારી રહશે. નોકરીમાં કામ વધારે રહશે પરંતુ પ્રમોશન થઇ શકે છે.

સ્વાસ્થ્યના વિષયમાં : હલકો તાવ આવી શકે છે. કમજોરી મહેસુસ કરશો.

મીન રાશિ :

પોતાના વ્યસ્ત કામકાજના કારણે આ અઠવાડિયું તમારી માટે થોડી સમસ્યા લાવી શકે છે. પારિવારિક જીવનમાં સમસ્યા અને સંપત્તિના મામલામાં વિવાદ તમને સતત તણાવમાં રાખશે. વેપારી ક્ષેત્રમાં પ્રગતિ કરશો. સંતાન સાથે વિવાદ થવાનો યોગ બની રહ્યો છે. આ રાશિના વેપારીઓને નફો થશે. કોઈ જૂની વાત તમારું મૂડ ખરાબ કરી શકે છે.

પ્રેમના મામલામાં : તમારું તમારા પ્રેમી કે જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો. ક્યાંક ફરવા જઈ શકો છો.

કરિયર વિષયમાં : આવકમાં વધારો થશે. નવા આવક સ્ત્રોતમાં પણ વધારો થશે.

સ્વાસ્થ્યના વિષયમાં : તમારા દરરોજના કામ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. નાની-મોટી ઇજા પણ થઇ શકે છે.