રાત્રે 2 વાગ્યે પણ લોકોની મદદ માટે તૈયાર રહે છે આ કલેકટર, દેશના ટોપ 10 IAS માં આવ્યું એમનું નામ

રેટિંગ એજન્સી બેટર ઇન્ડિયા સંસ્થાએ દેશમાં ઉત્તમ કામ કરવા વાળા સર્વશ્રેષ્ઠ ટોપ 10 આઈએએસ અધિકારીઓ(IAS officer) ની યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢના આઈએએસ અવનીશ શરણ પાંચમા નંબર પર છે. તેમજ પહેલું સ્થાન સિક્કિમના આઈએએસ અધિકારી રાજ યાદવને મળ્યું છે.

આ કારણે આઈએએસને મળ્યું પાંચમું સ્થાન :

અવનીશ કુમારે એપ્રિલ 2018 માં કબીરધામમાં કલેકટરનું પદ સાંભળ્યું હતું. આ લિસ્ટમાં તેમને પાંચમું સ્થાન મળ્યું છે. તે બૈગા-આદિવાસી બાહુલ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને શિક્ષણના કામોનું ધ્યાન રાખે છે. તેમણે પોતાના જિલ્લામાં બાઈક એમ્બ્યુલન્સ એજન્સી સંગી એક્સપ્રેસની શરૂઆત કરી હતી. તેના દ્વારા તેમણે લગભગ 50 ગામના 5000 લોકોને ફાયદો પહોંચાડ્યો છે.

તેના સિવાય બીજા ઘણા કામો છે, જેને લીધે એજન્સીની પ્રશંસા થાય છે. તે હંમેશા કહે છે કે, જો આપણને જીવન મળ્યું છે તો તેને હંમેશા બીજા માટે જીવવું જોઈએ. તેમના એવા ઘણા કામ છે જેની પ્રશંસા તેમના જિલ્લાના લોકો કરે છે.

આ કારણે ચર્ચામાં રહે છે અવનીશ કુમાર :

આ આઈએએસ ઓફિસર સૌથી પહેલા 2017 માં પોતાની બાળકીના એડમિશનને લઈને ચર્ચામાં આવ્યા હતા. તેમણે પોતે કલેકટર હોવા છતાં સામાન્ય માણસની જેમ પોતાની દીકરી વેદિકાનું એડમિશન સરકારી સ્કૂલમાં કરાવ્યું હતું. જેના કારણે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. તે પછી સરકારી હોસ્પિટલ સાથે લોકોને જોડવા માટે પોતાની પત્નીની ડિલિવરી જિલ્લા હોસ્પિટલમાં કરાવી હતી.

શેયર કર્યો પોતાનો વોટ્સએપ નંબર :

અવનીશ કુમાર સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે ઘણી સમસ્યાઓનું સમાધાન તેના દ્વારા જ કરી દે છે. તેના માટે તેમણે ફેસબુક પર પોતાના જિલ્લાના લોકો માટે પોતાનો વોટ્સએપ નંબર પણ શેયર કર્યો છે. તેમણે એક પોસ્ટ શેયર કરતા લખ્યું કે, તમારા લોકો માટે હું હંમેશા 24 કલાક હાજર છું. તમે જયારે ઈચ્છો ત્યારે ફોન અને મેસેજ કરી શકો છો. એના સિવાય તે દેશમાં ચાલી રહેલા દરેક મુદ્દા પર ખુલીને પોતાની સલાહ-સૂચન લોકો સામે રાખે છે.

ફાનસની મદદથી ભણીને બન્યા આઈએએસ ઓફિસર :

આ ઇન્ટરવ્યૂ દરમિયાન અવનીશે જણાવ્યું કે, તેમનું જીવન ઘણું સંઘર્ષશીલ રહ્યું છે. તેમના ઘરે વીજળી ન હતી તો તેમણે ફાનસના પ્રકાશમાં પોતાનું ભણતર પૂરું કર્યું છે. જણાવી દઈએ કે, અવનીશ મૂળ રૂપથી બિહારના સમસ્તીપૂર જિલ્લાના કેવટા ગામના રહેવા વાળા છે. તેમના પિતા અને દાદા ટીચર હતા.

દેશના ટૉપ આઈએએસની યાદી :

સર્વશ્રેષ્ઠ આઈએએસની યાદીમાં પહેલા નંબર પર સિક્કિમના રાજ યાદવ છે. બીજા નંબર પર મિઝોરમની શશાંક આલા, ત્રીજા નંબર પર તમિલનાડુના સંદીપ નંદદોરી, ચોથા નંબર પર રાજસ્થાનના અતહર આમિર ખાન, છઠ્ઠા નંબર પર મધ્ય પ્રદેશના આશીષ સિંહ અને ઉમાકાંત ઉમરાવ, સાતમા નંબર પર રાજસ્થાનના જીતેન્દ્ર સોની, આઠમા નંબર પર જમ્મુ કશ્મીરના શહીદ ઈકબાલ ચૌધરી અને 10 માં નંબર પર તેલંગાનાના એ શ્રી દેવસેના રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.