સિનેમા હોલમાં તમાકુની જાહેરાત જોઈને પરેશાન થવા વાળાઓ, આજે મુકેશની દર્દનાક સ્ટોરી પણ જાણી લો.

ફિલ્મ જોવા જાવ ત્યારે દેખાડવામાં આવતી તમાકુ વાળી જાહેરાતના મુકેશની અસલી સ્ટોરી તમારું હૈયું કંપાવી દેશે.

“તમાકુ જીવ લેણ છે, આજે જ છોડો.” આ વાક્ય ભારતીય સિનેમાઘરોમાં ફિલ્મ શરુ થતા પહેલાની સ્મોકિંગની જાહેરાતમાં તમે સાંભળ્યું જ હશે. આ જાહેરાતને મોટા પડદા ઉપર વારંવાર દેખાડવાથી લોકોનો સારો એવો મુડ બગડી જાય છે. તે ખાસ કરીને એ લોકોને ઘણા વધુ પરેશાન કરે છે જે સ્મોકિંગ કે કોઈ પણ પ્રકારની તમાકુના સેવનથી ઘણા દુર છે. પણ વાસ્તવિકતા તો એ છે કે તે જાહેરાત લોકોને જાગૃત કરવા માટે બનાવવામાં આવી છે.

આ જાહેરાતમાં મુકેશ નામના એક કેન્સર પીડિતની સ્ટોરી દર્શાવવામાં આવી છે. મુકેશને વધુ પ્રમાણમાં તમાકુના સેવનથી કેન્સર થઇ ગયું હતું. તે જાહેરાત તમને જરૂર યાદ હશે અને તમે તે ક્યારેય ભૂલી નહિ શકો. આજે ઘણા લોકો એવા પણ છે જે મુકેશની મજાક ઉડાવે છે, પણ તેને મુકેશની દર્દનાક વિદાય વિષે કોઈ જાણકારી નથી.

મુકેશની વાસ્તવિક સ્ટોરી છે વધુ દર્દનાક :

તમાકુની આ જાહેરાતમાં દેખાડવામાં આવનાર વ્યક્તિ કોઈ કલાકાર ન હતા, પણ મહારાષ્ટ્રના ભુસાવળ શહેરના રહેવાસી યુવાન મુકેશ હતા. મુકેશનું આખું નામ મુકેશ હરાને હતું. ખુબ જ સામાન્ય કુટુંબના મુકેશને ખોટી સંગતથી ગુટકા ચાવવાની ટેવ પડી ગઈ હતી. એ ટેવે તેનું જીવન બર બાદ કરી દીધું. મુકેશ પોતાના કુટુંબ માટે કમાવા વાળા એક માત્ર માધ્યમ હતા, તેમના પિતા મજુર હતા.

વર્ષ 2009 માં ભારતમાં જયારે તમાકુ વિરોધી અભિયાન માટે એક જાહેરાત બનાવવામાં આવી રહી હતી, ત્યારે મુકેશ મુંબઈની હોસ્પિટલમાં દાખલ હતા. તે દરમિયાન મુકેશના કુટુંબ પાસેથી તેમનો વીડિયો આ જાહેરાતમાં સામેલ કરવાની મંજુરી લેવામાં આવી હતી. જયારે મુકેશની વિડીયોગ્રાફી માટે મંજુરી લેવામાં આવી ત્યારે તેમની પાસે બોલવા માટે ઘણા ઓછા શબ્દ હતા.

વિડીયોમાં મુકેશ જણાવે છે, મારું નામ મુકેશ છે. મેં માત્ર એક વર્ષ ગુટકા ચાવ્યા અને મને કેન્સર થઇ ગયું. મારું ઓપરેશન થયું છે. કદાચ હું તેનાથી આગળ બોલી નહિ શકું. આ મુકેશના છેલ્લા શબ્દ હતા.

ગુટકા ચાવવાના 1 વર્ષ પછી અંત : 27 ઓક્ટોબર, 2009 ના રોજ કેન્સરને લીધે મુકેશે માત્ર 24 વર્ષની ઉંમરમાં અં તિમ શ્વાસ લીધા હતા. તે દરમિયાન સૌથી નવાઈની વાત એ હતી કે મુકેશને તમાકુની ટેવ પડવા અને દુનિયા માંથી વિદાય લેવા વચ્ચેનો સમય માત્ર 1 વર્ષ હતો. એટલે કે ગુટકા ચાવવાના 1 વર્ષ પછી જ મુકેશે દુનિયા છોડી દીધી.

વર્ષ 2017 માં રેડિયો સ્ટેશન રેડ એફએમ સાથે વાત કરતી વખતે મુકેશ હરારેના ભાઈ મંગેશે જણાવ્યું કે, મુકેશને કેન્સર ન હતું, પણ તેને અન્નનળીનું ઇન્ફેકશન હતું. અમે મુકેશને તાવ આવવાથી દાખલ કર્યો હતો. અમારી પાસે તેના ડોક્યુમેંટસ પણ છે જેથી તે સ્પષ્ટ થાય છે કે મુકેશને ક્યારે પણ કેન્સર થયું જ નથી. જાહેરાત માટે તેમના કુટુંબને કોઈ પૈસા પણ આપવામાં આવ્યા ન હતા.

એ વાતની પુષ્ટિ માટે જયારે રેડિયો સ્ટેશન રેડ એફએમે મુંબઈની તે હોસ્પિટલમાં ફોન કરીને ડોક્ટર ચતુર્વેદી સાથે વાત કરી. તે દરમિયાન ડોક્ટર ચતુર્વેદીએ જણાવ્યું કે, મુકેશને કેન્સર હતું અને તેની ખરેખર સારવાર પણ કરવામાં આવી હતી. અમારી પાસે તેના ડોક્યુમેંટસ પણ છે જેથી તે સાબિત થઇ જશે કે મુકેશે કેન્સરને કારણે જ દુનિયામાંથી વિદાય લીધી હતી.

વર્ષ 2012 માં નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર ટોબેકો ઈરડીકેશને દેશભરના તમામ સિનેમા ઘરોમાં મુકેશ અને સ્પંજની જાહેરાતને ફિલ્મ પ્રદર્શન દરમિયાન ફરજીયાત કરી દીધી હતી, જેને ઓક્ટોમ્બર 2013 સુધી ચાલુ રાખવામાં આવી. આજે પણ દેશના ઘણા બઘા સિનેમાઘરોમાં મુકેશની જાહેરાત દેખાડવામાં આવે છે.

WHO ના એક રીપોર્ટ મુજબ, દુનિયાભરમાં દર વર્ષે તમાકુના સેવનથી 60 લાખ લોકો દુનિયામાંથી વિદાય લે છે. ભારતમાં તેની સંખ્યા સૌથી વધુ છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.