રિયાલિટી શો નો અસલી ચહેરો : ફિક્સ વિજેતાથી લઈને કન્ટેસ્ટન્ટની ખોટી દુઃખ ભરેલી સ્ટોરી સુધી હોય છે આવા ઝોલ

ટીવી ઉપર રીયાલીટી શો ઘણા સારા ટીઆરપી મેળવે છે. આ શો ને ઘણા લોકો ખુબ ઉત્સુકતા સાથે જુવે છે. શો માં કોણ વિજેતા થશે? અથવા તમારા વોટથી શો ઉપર શું ફરક પડશે? આ વસ્તુને લઈને એમનામાં ઘણો જોશ રહે છે. આમ તો જયારે તમે સત્ય સાંભળશો તો ઉદાસ થઇ શકો છો. આ રીયાલીટી શો બહારથી જેવા દેખાય છે, અંદરથી તે તેવા નથી હોતા. ત્યાં સુધી કે શો માં દેખાતા સામાન્ય વ્યક્તિની બેકગ્રાઉન્ડ સ્ટોરી સુધીમાં ગડમથલ હોઈ શકે છે. તેવામાં આવો આ રીયાલીટી શો નું કાળું સત્ય વિસ્તાર પૂર્વક જાણીએ.

કોન બનેગા કરોડપતિ :

અમિતાભ બચ્ચનનો કોન બનેગા કરોડપતિ શો આપણે બધાંને ઘણો પસંદ આવે છે. ઘણા લોકો તેને ઘણા આનંદથી જુવે છે. પરંતુ શું તમે જાણો છો? કે ઘણી વખત આ શો માં આવતા કંટેસ્ટેન્ટની દુઃખ ભરેલી સ્ટોરીઓ ખોટી હોય છે, તેને વધારી વધારીને બતાવવામાં આવે છે જેથી વધુ ટીઆરપી આવી શકે. કંટેસ્ટેન્ટને શો ના એયર થવા સુધી પોતાના વિષે કોઈ પણ રહસ્ય ખોલવાની સ્વતંત્રતા પણ નથી હોતી.

શો માં જીતેલા પુરા પૈસા કંટેસ્ટેન્ટને નથી મળતા. તેમાંથી ૦.૯% cess અને ૩૦% TDS કપાય છે. એટલે કે જો કોઈએ ૧ કરોડ રૂપિયા જીત્યા તો તેને માત્ર ૬૯.૧૦ લાખ રૂપિયા જ મળે છે. કેબીસીના ઓડીયન્સ પોલ પણ ઘણી વખત ફિક્સ હોય છે. એટલે કે જો પ્રશ્ન ઓછા પૈસાનો હોય તો તે સાચા જવાબ ઉપર વધુ વોટ્સ બતાવે છે. અને જો પ્રશ્ન મોટો જેમ કે ૧ કરોડ સુધીનો હોય તો તેને પોલના જવાબને એવી રીતે વહેચવામાં આવે છે કે કંટેસ્ટેન્ટ કન્ફયુઝ થઇ જાય.

બોગ બોસ :

હાલના દિવસોમાં બીગ બોસની ૧૩મી સીઝન ઘણી પોપુલર થઇ રહી છે. તેનું પહેલું રહસ્ય છે કે ઘરના સભ્યોનો એલીમીનેશન તમારા વોટ નહિ પરંતુ બીગ બોસની મેનેજમેન્ટ ટીમ હેન્ડલ કરે છે. તમે કોઈને કેટલા પણ વોટ આપો, પણ કોણ ઘરમાંથી બહાર જશે કે અંદર રહેશે તે નિર્ણય તે સભ્યના ટીઆરપીમાં યોગદાનથી નક્કી કરવામાં આવે છે. જો કોઈ કંટેસ્ટેન્ટ ટીઆરપી નથી આપી રહ્યા તો તેને શો માંથી બહાર કરી દેવામાં આવે છે.

બોગ બોસના ઘરમાં સાફ સફાઈ માટે એક અલગ સ્ટાફ હોય છે. તે જે આટલા મોટા ઘરની સમય સમયે સાફ સફાઈ કરે છે. તે પણ માનવામાં આવે છે કે, ઘણી વખત કુકિંગ માટે પણ અલગ સ્ટાફ હોય છે, જે ક્યારે ક્યારે ખાવાનું બનાવીને આપે છે. બીગ બોસના ઘરમાં સ્મોકિંગ માટે અલગ રૂમ છે જે કેમેરા ઉપર નથી દેખાતું. તેમજ દારુ પીવાના બંધાણી માટે પણ વ્યવસ્થા છે. આ લોકોને દારુ જ્યુસના પેકેટમાં આપવામાં આવે છે.

ઇંડિયાસ ગોટ ટેલેન્ટ અને ઇન્ડીયન આઈડલ :

આવા પ્રકારના શો માં વિજેતા પહેલાથી ફિક્સ હોય છે. તેનો નિર્ણય તે કંટેસ્ટેન્ટની બેકગ્રાઉન્ડ સ્ટોરી, શો ની સ્ક્રીપ્ટ અને દર્શકો વચ્ચે લોકપ્રિયતા સાથે હોય છે. આવા પ્રકારના શોમાં ખરાબ ગાવા વાળા કે ખરાબ પરફોર્મ કરવા વાળા જાણી જોઇને લાવવામાં આવે છે. તેનાથી શો માં કોમેડી થાય છે અને તેના ટીઆરપી પણ વધે છે.

આ રીયાલીટી શો માં માત્ર ઓડીશન આપીને તમે એન્ટર નથી થઇ શકતા. એવું કહેવામાં આવે છે કે સવારથી ઓડીશનની લાઈનમાં ઉભા રહ્યા પછી પણ તે વસ્તુની ગેરંટી નથી હોતી કે, તમારું શો માં સિલેકશન થશે. તેમાં સિલેક્ટ થવા માટે તમારી લાગવગ હોવી જોઈએ કે પછી પોતે શો વાળા તમારા ટેલેન્ટથી કાંઈક વધુ જ પ્રભાવિત થઈને તમને કોલ કરી શકે છે. તેમાં પણ ઘણી વખત આ શો ની ટીમ વાળા જ કંટેસ્ટેન્ટ શોધી શોધીને લાવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.