આ રહ્યા તે 5 કારણો જેને લીધે લગ્ન પછી વધી જાય છે વજન, જાણી લો જેથી તેને કંટ્રોલ કરી શકાય

આજકાલ મીડિયા ઉપર ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને રસપ્રદ જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે. જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે બાબત વિષે.

દ ઓબેસીટી જર્નલમાં પ્રકાશિત એક અધ્યયન મુજબ લગ્નના પાંચ વર્ષની અંદર જ લગભગ ૮૨ ટકા કપલ્સનું વજન ૫ થી ૧૦ કિલો વધી જાય છે. આ બાબતમાં મહિલાઓ સૌથી આગળ છે. મહિલાઓનું વજન પુરુષોની સરખામણીમાં ઝડપથી વધે છે. નવા નવા લગ્ન પછી જયારે અચાનક વજન વધવા લાગે છે, તો લોકો દુઃખી થઇ જાય છે અને મનમાં ઘણા પ્રશ્નો ઉભા થવા લાગે છે. આવો જાણીએ વજન વધવાના મુખ્ય કારણો વિષે.

હંમેશા બહાર ખાવું :- લગ્ન પછી જ દોસ્તો, સંબંધીઓને ત્યાં ખાવાની પરંપરા શરુ થાય છે, તે ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે છે. તેવામાં હનીમુન ઉપર તમે ખુલ્લા મનથી દરેક પ્રકારનું ખાવાનો આનંદ લો છો, જેથી જરૂરથી વધુ કેલેરીજ ખાઈ લો છો.

ખાવા પીવામાં ફેરફાર :- લગ્ન પછી છોકરીનું ઘર બદલાય જાય છે. ઘર બદલવા સાથે સાથે જ ઘણી વસ્તુમાં ફેરફાર આવી જાય છે. ખાવા પીવાનું તેમાંથી એક છે. પિયર અને સાસરિયાના ખાવાપીવામાં મસાલા અને બનાવવાની પદ્ધતિ અલગ અલગ છે. જેના કારણે તમારી પાચન ક્રિયા ઉપર પણ અસર પડે છે. તે ઉપરાંત પિયરમાં ખાધા પછી આમ તેમ ફરવું તમારી દિનચર્યામાં રહેલું હતું જે સાસરિયામાં નથી થઇ રહ્યું.

પ્રાથમિકતાઓ હોઈ શકે છે જવાબદાર :- લગ્ન પછી છોકરીઓ પોતાની પસંદગી મુજબથી નહિ પરંતુ પતિ અને સાસરિયા વાળાની પસંદ મુજબથી ખાવાનું બનાવે છે. સાસરીયાના લોકોને ખુશ રાખવાની ગડમથલમાં ઘણું ઘી, તેલ, મસાલા ઉપયોગ કરે છે. એટલી મહેનતથી બનાવેલું ખાવાનું બગડે નહિ તે ગડમથલ ઓવરઇટીંગ પણ કરી લે છે. સમય સાથે બદલાયેલી આ પ્રાથમિકતાઓ તમારું વજન વધારવા માટે જવાબદાર છે.

સ્ટ્રેસ :- લગ્ન પછી નવા વાતાવરણમાં ઢળવું થોડું મુશ્કેલ હોય છે, તેવામાં જો કન્યા કામકાજ કરે છે તો તેની જવાબદારી બીજી પણ વધી જાય છે. ઓફીસ સાથે સાથે ઘર ઉપર પણ પોતે સારું ધ્યાન આપવાના પ્રયાસમાં હંમેશા સ્ટ્રેસમાં રહે છે અને સ્ટ્રેસ ઇટીંગનો ભોગ બની જાય છે.

બેદરકારી :- લગ્ન પહેલા લોકો સ્ટનીંગ દેખાવા માટે ખાવા પીવા ઉપર ધ્યાન રાખતા નિયમિત રીતે કસરત કરે છે. પરંતુ લગ્ન પછી આ તમામ વસ્તુ એકદમથી બદલાઈ જાય છે. ન ઇચ્છતા હોવા છતાં પણ લોકો તનાવથી ઘેરાઈ જાય છે અને ઘણા કામોને કારણે કસરતનો સમય નથી મળી શકતો. ખાવાનો સમય બદલાઈ જાય છે અને ક્યાંકને ક્યાંક આ વિચારસરણીમાં ઘેરાઈ જાય છે કે હવે તો લગ્ન થઇ ગયા, હવે શું ફરક પડે છે?

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.