નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ ‘ધ કપિલ શર્મા શો’ માં અર્ચના પુરન સિંહ છેલ્લા દસ મહિનાથી જોવા મળી રહી છે. આમ તો શો દરમિયાન કપિલ ઘણી વખત અર્ચના અને સિદ્ધુને લઈને વાત કરતા રહે છે. તેમજ કપિલના શો માં નવજોત સિંહ સિદ્ધુના શો છોડવાને લઈને ઘણી વાતો થઈ છે. કપિલ શર્માએ તે વાતનો ખુલાસો ‘પાગલપંતી’ ફિલ્મના કલાકારો સામે કર્યો.
કપિલ શર્માના શોમાં અનીલ કપૂર, જોન અબ્રાહમ, અશરદ વારસી અને ઉર્વશી રૌતેલા આવ્યા હતા. કપિલના શો દરમિયાન તેમણે ઘણી મસ્તી કરી. શો દરમિયાન કપિલને અનીલ કપૂર કહે છે કે, ઉર્વશીના આવતા જ તમે વધુ સારા શો કરી રહ્યા છો. જવાબમાં કપિલ કહે છે કે, ઉર્વશીના આવ્યા પછી તો અમારી આખી આંખો ખુલી ગઈ. ત્યાર પછી કપિલ અર્ચના પુરન સિંહને કહે છે કે, તમારે જવું જોય તો જતા રહો.
ત્યાર પછી કપિલ કહે છે કે, તમે આવતા જ બધાની તપસ્યા ભંગ કરી દીધી. તમે જયારે છેલ્લી વખત આવ્યા હતા તો સિદ્ધુજી તમારી પાછળ પાછળ ગયા હતા, અને હજુ સુધી આવ્યા નથી. કપિલની એ વાત સાંભળીને બધા હસવા લાગ્યા. ખાસ કરીને પુલવામા આતંકી હુમલા ઉપર સિદ્ધુએ વિવાદિત ટીપ્પણી આપી હતી ત્યાર પછી જ સિદ્ધુને શો છોડવાની વાત કહેવામાં આવી રહી હતી. ત્યાર પછી સિદ્ધુએ શો છોડી દીધો. આમ તો તે સમયે એવા સમાચારો સામે આવ્યા કે, સિદ્ધુએ સામાન્ય ચૂંટણીના પ્રચાર માટે શો છોડ્યો હતો, અને તે પાછા શો માં આવશે.
તે પહેલા પણ કપિલે સિદ્ધુને લઈને મોટું નિવેદન આપ્યું હતું. સ્ટાઈલીશ એવોર્ડમાં કપિલ શર્મા ગયા હતા. અને એવોર્ડ શો દરમિયાન કપિલ સાથે સિદ્ધુના પાછા આવવાને લઈને પૂછવામાં આવ્યું હતું. ત્યારે કપિલે કહ્યું હતું કે, સિદ્ધુ આવનારી ચૂંટણીમાં વ્યસ્ત છે. ચૂંટણી સુધી તો શો માં પાછા આવવાની કોઈ માહિતી નથી.
ખાસ વાત એ છે કે, અર્ચના પુરન સિંહ પોતાની ફી ને લઈને પણ દુઃખ વ્યક્ત કરી ચુકી છે. અર્ચનાએ કપિલના શો માં કહ્યું હતું કે, હું નવજોત સિંહ સિદ્ધુ બનવા માગું છું. હું તે કામ કરું છું જે સિદ્ધુજી કરતા હતા છતાં પણ મને એટલી ફી નથી મળી રહી. સિદ્ધુ બનવા ઉપર ખરેખર ફી તો વધુ મળશે.
વિડીયો :
#pagalpanti part 3 @AnilKapoor @ArshadWarsi @TheJohnAbraham @UrvashiRautela stay tuned #TheKapilSharmaShow #TKSS #comedy #fun #laughter #tv #movies #bollywood ?? pic.twitter.com/gIQkW4xiwo
— Kapil Sharma (@KapilSharmaK9) November 16, 2019
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.